YouTube ગિફ્ટ કાર્ડ અથવા કોડ રિડીમ કરો

YouTube પર ખરીદીઓ કરવા માટે YouTube ગિફ્ટ કાર્ડ અથવા કોડનો ઉપયોગ કરો. જ્યારે રિડીમ થઈ જાય, ત્યારે તમારા ગિફ્ટ કાર્ડ અથવા કોડ વડે તમારું Google Play બૅલેન્સ વધશે. પછી તમે બૅલેન્સનો ઉપયોગ આ વસ્તુઓની ચુકવણી કરવા માટે કરી શકો છો:

  • YouTube Premium
  • YouTube Music Premium
  • YouTube TV
  • YouTube પર મૂવી અને ટીવી શો
  • Google Play પર ડિજિટલ કન્ટેન્ટ
  • ચૅનલની મેમ્બરશિપ
  • Super Chats અને Super Stickers (મોબાઇલ પર)

Google Play બૅલેન્સ વિશે અહીં વધુ જાણો. તમારા Google Play બૅલેન્સમાં આવતી સમસ્યાઓ વિશે, Google Play સપોર્ટનો સંપર્ક કરો.

મેક્સિકોમાં ગિફ્ટ કાર્ડ ખરીદવા માટે

ઘણા Oxxo લોકેશન સહિત, તમે મેક્સિકોમાં ઘણા છૂટક વેપારીઓ પાસેથી MX$100, MX$300 અથવા MX$600 વધારા સાથે ગિફ્ટ કાર્ડ ખરીદી શકો છો.

તમારા YouTube ગિફ્ટ કાર્ડ અથવા કોડને રિડીમ કરો

  1. તમારું ગિફ્ટ કાર્ડ રિડીમ કરવા માટે તમે ઉપયોગ કરવા માગતા હો તે Google એકાઉન્ટમાં સાઇન ઇન કરો.
  2. તમારા ગિફ્ટ કાર્ડ પર સૂચિબદ્ધ URLની મુલાકાત લો અથવા youtube.com/redeem પર જાઓ.
  3. તમારા ગિફ્ટ કાર્ડ પરનો કોડ દાખલ કરો.
  4. આગળ પર ક્લિક કરો.
  5. જો તમે તમારું બૅલેન્સ હમણાં જ વાપરવા માગતા હો, તો શું ખરીદવા માગો છો તે પસંદ કરો. તમારી ચુકવણી પદ્ધતિ તરીકે Google Play બૅલેન્સ પસંદ કરો.
  6. વ્યવહારની પ્રક્રિયા પૂર્ણ કરવા માટે ખરીદો પર ક્લિક કરો.

અસ્તિત્વમાં છે તે YouTube સશુલ્ક મેમ્બરશિપની ચુકવણી કરવા માટે તમારા Google Play બૅલેન્સમાં નાણાં ઉમેરો

  1. તમારું ગિફ્ટ કાર્ડ રિડીમ કરવા માટે તમે ઉપયોગ કરવા માગતા હો તે Google એકાઉન્ટમાં સાઇન ઇન કરો.
  2. તમારા ગિફ્ટ કાર્ડ પર સૂચિબદ્ધ URLની મુલાકાત લો અથવા youtube.com/redeem પર જાઓ. 
  3. તમારા ગિફ્ટ કાર્ડ પરનો કોડ દાખલ કરો.
  4. આગળ પર ક્લિક કરો.

તમે એકવાર તમારું ગિફ્ટ કાર્ડ રિડીમ કરી લો, તે પછી ખાતરી કરો કે તેને તમારી YouTube Premium, YouTube Music Premium અથવા YouTube TV મેમ્બરશિપ માટે ચુકવણી પદ્ધતિ તરીકે પસંદ કરેલું છે:

  1. payments.google.comમાં સાઇન ઇન કરો.
  2. તમારી YouTube સશુલ્ક મેમ્બરશિપ શોધો અને મેનેજ કરો પસંદ કરો.
  3. "તમારી ચુકવણી કરવાની રીત" હેઠળ, ચુકવણી પદ્ધતિ બદલો પર ક્લિક કરો.
  4. તમારું Google Play બૅલેન્સ પસંદ કરો.
  5. સાચવો પર ક્લિક કરો.

ગિફ્ટ કાર્ડ અથવા કોડ માટે રિફંડની વિનંતી કરો

રિફંડની વિનંતી કરવા માટે, Amazon અથવા છૂટક વેપારીનો સંપર્ક કરો કે જ્યાં ગિફ્ટ કાર્ડની ખરીદી કરી હતી.
નોંધ: ગિફ્ટ કાર્ડનો ઉપયોગ કરવા માટે, તમારા Google એકાઉન્ટ સાથે સંકળાયેલા દેશ/પ્રદેશ જ્યાં ગિફ્ટ કાર્ડ ઑફર કરવામાં આવ્યું છે તે દેશ/પ્રદેશ સાથે મેળ ખાતા હોવા આવશ્યક છે. જો તમને એવું કહેતો મેસેજ દેખાય કે YouTube ગિફ્ટ કાર્ડ તમારા દેશ/પ્રદેશમાં માન્ય નથી, તો કન્ફર્મ કરો કે તમારા ગિફ્ટ કાર્ડ પર છે તે દેશ/પ્રદેશ તમારા નિવાસના દેશ/પ્રદેશ સાથે મેળ ખાય છે. જો તમને તમારા Google એકાઉન્ટમાં છે તે સરનામું અથવા ગૃહ દેશ/પ્રદેશ સુધારવાની જરૂર પડે, તો તમે કદાચ હાલમાં છે તે તમારી Google Play ક્રેડિટ વાપરી શકશો નહીં.

શું આ સહાયરૂપ હતું?

અમે તેને કેવી રીતે બહેતર બનાવી શકીએ?
Search
શોધ સાફ કરો
શોધ બંધ કરો
મુખ્ય મેનૂ
14016227971696330303
true
સહાયતા કેન્દ્ર શોધો
true
true
true
true
true
59
false
false