ઊભરતા નિર્માતા અને ઊભરતા કલાકાર

આ સુવિધા YouTube પર પસંદગીના દેશો અને પ્રદેશોમાં કમ્પ્યુટર અને મોબાઇલ ડિવાઇસ પર ઉપલબ્ધ છે.

YouTube પર દરરોજ નવા નિર્માતાઓ અને કલાકારો ઊભરીને બહાર આવે છે. અમે YouTubeની વિવિધતા અને આકર્ષકતાની ઉજવણી કરવા તથા નિર્માતાઓ અને કલાકારોને તેમના ચાહકો શોધવામાં સહાય કરવા માટે, તેમાંથી કેટલાક નિર્માતાઓ અને કલાકારોને વિશ્વ સાથે શેર કરવા માગીએ છીએ.

YouTube ઊભરતા નિર્માતાઓ અને કલાકારોને 'વલણમાં' પર હાઇલાઇટ કરે છે:

  • ઊભરતા કલાકાર: ઊભરતા મ્યુઝિક કલાકારના નવા મ્યુઝિક વીડિયો બતાવે છે
  • ઊભરતા નિર્માતા: (મ્યુઝિકની ચૅનલ સિવાયની) ઊભરતી YouTube ચૅનલને હાઇલાઇટ કરે છે
  • પ્રગતિશીલ ગેમ નિર્માતા: કમ્પ્યુટર અને મોબાઇલ ડિવાઇસ પર ગેમના ઊભરતા નિર્માતાઓને હાઇલાઇટ કરે છે

'વલણમાં' 24 કલાક માટે પસંદ કરેલા કલાકારો અને નિર્માતાઓને બતાવે છે. તે સમય દરમિયાન, તેમને વાદળી "ઊભરતા કલાકાર" અથવા "ઊભરતા નિર્માતા" બૅજ પણ મળે છે, જે ચૅનલના નામ સાથે 'વલણમાં' પર બતાવવામાં આવે છે. વલણમાં વિશે વધુ જાણો.

સપોર્ટ કરવામાં આવતા દેશો અને પ્રદેશો

  • ઊભરતા કલાકાર: કેનેડા, યુનાઇટેડ સ્ટેટ્સ
  • ઊભરતા નિર્માતા: ઑસ્ટ્રેલિયા, બ્રાઝિલ, કેનેડા, ફ્રાન્સ, જર્મની, ગ્રેટ બ્રિટન, ભારત, ઇન્ડોનેશિયા, ઇટાલી, જાપાન, લેટિન અમેરિકા, મલેશિયા, મેક્સિકો, મધ્ય પૂર્વ, ઉત્તર આફ્રિકા, પાકિસ્તાન, ફિલિપિન્સ, પોલૅન્ડ, દક્ષિણ કોરિયા, સ્પેન, તાઇવાન, થાઇલૅન્ડ, તુર્કિયે, યુનાઇટેડ સ્ટેટ્સ, વિયેતનામ
  • પ્રગતિશીલ ગેમ નિર્માતા: જાપાન, યુનાઇટેડ સ્ટેટ્સ

પસંદગીના માપદંડો

ઊભરતા નિર્માતા અને ઊભરતા કલાકાર YouTube પર સફળ અને ઊભરતા નિર્માતાઓ અને કલાકારોને હાઇલાઇટ કરે છે. અરજી કરવાની કોઈ પ્રક્રિયા નથી. ઉપરની સૂચિમાં શામેલ, સપોર્ટ કરવામાં આવતા દેશોમાંના 1,000થી વધુ સબ્સ્ક્રાઇબર ધરાવતા ઊભરતા કલાકારો અને નિર્માતાઓ તેમના સંબંધિત દેશોમાં ઑટોમૅટિક રીતે પાત્રતા ધરાવે છે. પાત્રતાનો દેશ ચૅનલના લોકેશન દ્વારા અથવા ચૅનલ જે લોકેશન પરથી સૌથી વધુ વાર અપલોડ કરે છે, તેના દ્વારા નક્કી કરવામાં આવશે.

અમે ઊભરતી પ્રતિભાને ઓળખવા માટે વિવિધ પરિબળોને ધ્યાનમાં લઈએ છીએ. વ્યૂની સંખ્યા, જોવાયાના સમયમાં વૃદ્ધિ અને કેટલી વાર વીડિયો અપલોડ કરવામાં આવે છે, એ એવા કેટલાક પરિબળો છે જેને અમે ધ્યાનમાં લઈએ છીએ. YouTubeની સિસ્ટમ અને ટીમ આ મેટ્રિકના આધારે પસંદગીઓનો રિવ્યૂ કરે છે.

પસંદગી થવા અંગેનું નોટિફિકેશન

જો તમને ઊભરતા નિર્માતા તરીકે પસંદ કરવામાં આવે, તો તે દિવસે તમને YouTube તરફથી ઇમેઇલ અને મોબાઇલ નોટિફિકેશન મળશે. જ્યાં શક્ય હોય, ત્યાં અમે તમારી પસંદગીની ઉજવણી કરવા માટે અમારા સ્થાનિક નિર્માતાના Twitter હૅન્ડલ પરથી પણ ટ્વિટ કરીશું. જો તમારી પાસે Twitter હૅન્ડલ હોય, તો તમારો ઉલ્લેખ ટ્વિટમાં કરવામાં આવશે.

જો તમને પસંદ કરવામાં આવે, તો તમને તમારી ચૅનલ પર સામાન્ય કરતાં વધુ મુલાકાતીઓ મળી શકે છે. તમે કદાચ તમારા ચૅનલના સેટિંગનો રિવ્યૂ કરવા ઇચ્છો—ખાસ કરીને તમારા વીડિયો પર કૉમેન્ટ મૉડરેટ કરવાની રીતનો રિવ્યૂ.

'વલણમાં' પર ઊભરતા નિર્માતા કે ઊભરતા કલાકાર દેખાતા નથી?

તમને 'વલણમાં' પર ઊભરતા નિર્માતા અથવા ઊભરતા કલાકાર કદાચ ન જોવા મળે, તેના કેટલાક કારણો:

  • સપોર્ટેડ દેશો/પ્રદેશોમાં YouTube ઊભરતા નિર્માતાઓ અને કલાકારોને અઠવાડિયામાં થોડી વાર 'વલણમાં' પર હાઇલાઇટ કરે છે. નિર્માતાઓ/કલાકારોને હાઇલાઇટ કરવા વચ્ચેના વિરામ દરમિયાન તમે 'વલણમાં'ની મુલાકાત લેતા હો એવું બની શકે છે, તેથી થોડી વાર પછી ફરી ચેક કરો.
  • જો તમે સપોર્ટ કરવામાં આવતા દેશમાં ન હો, તો તમને કોઈપણ ઊભરતા નિર્માતા કે ઊભરતા કલાકાર દેખાશે નહીં. તમે તમારું લોકેશન સેટિંગ બદલી શકો છો, પણ ધ્યાનમાં રાખો કે આમ કરવાથી માત્ર 'વલણમાં'ને જ નહીં, પણ તમારા એકંદર YouTube અનુભવને અસર થશે.

શું આ સહાયરૂપ હતું?

અમે તેને કેવી રીતે બહેતર બનાવી શકીએ?
Search
શોધ સાફ કરો
શોધ બંધ કરો
મુખ્ય મેનૂ
12873302598096946297
true
સહાયતા કેન્દ્ર શોધો
true
true
true
true
true
59
false
false