અપલોડ કર્યા પછી વીડિયો ક્વૉલિટી નબળી

જ્યારે તમે કોઈ વીડિયો અપલોડ કરો છો ત્યારે શરૂઆતમાં તેના પર નબળી ક્વૉલિટીમાં પ્રક્રિયા થશે. આ પ્રક્રિયા તમને અપલોડ પ્રક્રિયા વધુ ઝડપથી પૂરી કરવામાં મદદ કરે છે. જ્યારે અપલોડ ફ્લો પૂરો થાય છે ત્યારે તમારો વીડિયો વિવિધ પ્રકારના ડિવાઇસ પર નબળી ક્વૉલિટીમાં સ્ટ્રીમ કરવા માટે ઉપલબ્ધ થશે.

ઉચ્ચ ક્વૉલિટી, જેમ કે 4K અથવા 1080p, પ્રક્રિયા કરવામાં વધુ સમય લઈ શકે છે. આ પ્રક્રિયા થતી હોય ત્યારે કેટલાક કલાકો માટે તમારા વીડિયોમાંથી ઉચ્ચ ક્વૉલિટી ગાયબ હોય તેમ લાગી શકે છે. એકવાર વધુ રિઝોલ્યુશનની પ્રક્રિયા પૂરી થાય પછી, તમારા વીડિયો પર ઉચ્ચ ક્વૉલિટી ઉપલબ્ધ થશે.

પ્રક્રિયા કરવાના સમય વિશે

પ્રક્રિયા કરવાના સમયનો આધાર ઘણાં પરિબળો પર હોય છે, જેમ કે:

  • વીડિયોનું ફૉર્મેટ
  • વીડિયોની લંબાઈ
  • ફ્રેમ રેટ
  • ક્વૉલિટી

ઉચ્ચ ક્વૉલિટીના વીડિયો, જેમ કે 4K અથવા 1080p, અપલોડ અને પ્રક્રિયા બન્ને કરવામાં વધુ સમય લે છે. આ જ બાબત વધુ ફ્રેમ રેટવાળા વીડિયો માટે સાચી છે, જેમ કે 60-fps.

દાખલા તરીકે, 1080p વીડિયો કરતાં 4K વીડિયો 4 ગણાં મોટા હોય છે. તે અપલોડ પૂરું થયા પછી 4K ક્વૉલિટી માટે 4 ગણો વધુ સમય લઈ શકે છે. 30 fps ફ્રેમ રેટવાળો એટલે કે 60 મિનિટ લાંબો 4K વીડિયો વધુ રિઝોલ્યુશન પ્રક્રિયા કરવામાં 4 કલાક જેટલો સમય લઈ શકે છે. 60fps ફ્રેમ રેટવાળો 4K વીડિયો વધુ સમય લેશે.

વીડિયો ક્વૉલિટી ચેક કરવા માટે

તમારા વીડિયોએ ઉચ્ચ ક્વૉલિટીમાં પ્રક્રિયા કરવાનું પૂરું કર્યું છે કે નહીં, તે જોવા માટે વીડિયોનું જોવાનું પેજ ચેક કરો.

  1. તમારા વીડિયોનું જોવાનું પેજ ખોલો.
  2. વીડિયો પ્લેયરમાં, સેટિંગ પસંદ કરો.
  3. ક્વૉલિટી પર ક્લિક કરો.

જો હજી પણ ઉચ્ચ ક્વૉલિટી વિકલ્પો દેખાતા ન હોય, તો હજી પણ બૅકગ્રાઉન્ડમાં પ્રક્રિયા પૂરી થઈ રહી છે. તમારા વીડિયોની ક્વૉલિટી બદલવાની રીત જાણો.

શું આ સહાયરૂપ હતું?

અમે તેને કેવી રીતે બહેતર બનાવી શકીએ?
Search
શોધ સાફ કરો
શોધ બંધ કરો
મુખ્ય મેનૂ
10522282076708177285
true
સહાયતા કેન્દ્ર શોધો
true
true
true
true
true
59
false
false