15 મિનિટ કરતાં વધુ લાંબા વીડિયો અપલોડ કરવા

How to verify your account on YouTube

તમારા વીડિયોની લંબાઈની સીમા વધારવી

ડિફૉલ્ટ તરીકે, તમે વધુમાં વધુ 15 મિનિટ લાંબા વીડિયો અપલોડ કરી શકો છો. ચકાસણી કરાયેલા એકાઉન્ટ 15 મિનિટ કરતાં લાંબા વીડિયો અપલોડ કરી શકે છે.

તમારા Google એકાઉન્ટની ચકાસણી કરવા માટે:

  1. YouTube મોબાઇલ ઍપ ખોલો.
  2. બનાવો  અને પછી વીડિયો અપલોડ કરો પર ટૅપ કરો.
  3. 15 મિનિટ કરતાં લાંબો વીડિયો પસંદ કરો.
  4. તમારા વીડિયોનું શીર્ષક, વિવરણ અને સેટિંગ પસંદ કરો, ત્યાર બાદ આગળ પર ટૅપ કરો.
  5. તમારા Google એકાઉન્ટની ચકાસણી કરવા માટેના પગલાં ફૉલો કરો. તમે મોબાઇલ ડિવાઇસ પર ટેક્સ્ટ મેસેજ મારફતે અથવા ઑટોમૅટેડ વૉઇસ કૉલ મારફતે ચકાસણી કોડ મેળવવાનું પસંદ કરી શકો છો.

અપલોડનું મહત્તમ કદ

તમે મહત્તમ 256 GB કદની અથવા 12 કલાકની, બેમાંથી જે ઓછું હોય તેવડી ફાઇલ અપલોડ કરી શકો. અમે ભૂતકાળમાં અપલોડ પરની સીમા બદલી છે આથી તમને 12 કલાકથી લાંબા હોય તેવા જૂના વીડિયો દેખાઈ શકે છે.

સામાન્ય સમસ્યાઓનું નિવારણ

મેં મારા એકાઉન્ટની ચકાસણી કરી છે પરંતુ મારો વીડિયો હજુ ચાલતો નથી.

તમે તમારા એકાઉન્ટની ચકાસણી કરી લો તે પછી, તમારે તમારો વીડિયો ફરીથી અપલોડ કરવો જરૂરી બનશે:
  1. YouTube Studio માં સાઇન ઇન કરો.
  2. બનાવો  પસંદ કરો અને તમારો વીડિયો ફરીથી અપલોડ કરો.
મેં મારા એકાઉન્ટની ચકાસણી કરી લીધી છે કે કેમ તે મને ખબર નથી.

તમે તમારા Google એકાઉન્ટની ચકાસણી કરી લીધી છે કે કેમ તે તપાસવા માટે સુવિધા યોગ્યતા પર જાઓ. તમે તમારા એકાઉન્ટની ચકાસણી કરી લીધી હશે તો ફોન નંબર દ્વારા ચકાસણી જરૂરી હોય તેવી સુવિધાઓના બૉક્સમાં તમને "ચાલુ કરેલું" દેખાશે.

મેં મારા એકાઉન્ટની ચકાસણી કરી લીધી છે પણ મારાથી લાંબા વીડિયો અપલોડ થઈ શકતા નથી.

તમે અગાઉ લાંબા વીડિયો અપલોડ કરી શકતા હો પણ હવે ન કરી શકતા હો તો કૉપિરાઇટના દાવા અને સ્ટ્રાઇક બાબતે તમારું એકાઉન્ટ ચેક કરો.

મારો વીડિયો 256 GB કરતાં મોટો છે.

તમારો વીડિયો 256 GB કરતાં મોટો હોય તો તમારા વીડિયોને YouTube પર અપલોડ કરતા પહેલાં તેને વીડિયો એડિટિંગ સૉફ્ટવેરમાં નાનો કરીને પ્રયાસ કરી જુઓ. YouTube માટે વીડિયોની ક્વૉલિટી જાળવી રાખીને તમારી વીડિયો ફાઇલનું કદ નાનું કરવા માટે H.264 કોડેકનો ઉપયોગ કરો.

શું આ સહાયરૂપ હતું?

અમે તેને કેવી રીતે બહેતર બનાવી શકીએ?
Search
શોધ સાફ કરો
શોધ બંધ કરો
મુખ્ય મેનૂ
6639422508214630295
true
સહાયતા કેન્દ્ર શોધો
true
true
true
true
true
59
false
false