રિલીઝ પ્રોફાઇલ પસંદ કરો

આ સુવિધાઓ માત્ર YouTubeનું કન્ટેન્ટ મેનેજર વાપરનારા પાર્ટનર માટે તેમના કૉપિરાઇટ દ્વારા સુરક્ષિત કન્ટેન્ટને મેનેજ કરવા માટે ઉપલબ્ધ છે.

YouTube રજિસ્ટર કરેલા ત્રણ DPids ધરાવે છે:

  • YouTube - PADPIDA2013020802I
  • YouTube_ContentID - PADPIDA2015120100H
  • YouTube_CreatorMusic - PADPIDA2022021109P

DDEX દ્વારા ERN ફીડના ઉપયોગના વિવિધ કિસ્સાને વધુ કાર્યક્ષમ બનાવવા માટે રિલીઝ પ્રોફાઇલનો સેટ પબ્લિશ કરવામાં આવ્યો છે. YouTube ત્રણ પ્રોફાઇલને સપોર્ટ કરે છે:

  • સિંગલ રિસૉર્સ રિલીઝ પ્રોફાઇલ - આ પ્રોફાઇલનો ઉપયોગ પ્રતિ-ટ્રૅકના ધોરણે સાઉન્ડ રેકોર્ડિંગની માલિકી અને Content IDના અધિકારો ડિલિવર કરવા માટે થાય છે. YouTube આ ફીડમાંથી આલ્બમ લેવલના કોઈપણ મેટાડેટાનો ઉપયોગ કરતું નથી.
  • ઑડિયો આલ્બમ પ્રોફાઇલ - ઑડિયો આલ્બમ પ્રોફાઇલનો ઉપયોગ પૂર્ણ ટ્રૅક અને રિલીઝ મેટાડેટા ધરાવતા રિલીઝ ડિલિવર કરવા માટે થાય છે. માત્ર આ જ પ્રોફાઇલ છે કે જેનો ઉપયોગ YouTube Premium માટે આલ્બમ ડિલિવર કરવા માટે કરી શકાય. વધુમાં, આ ફીડમાં સાઉન્ડ રેકોર્ડિંગની માલિકી અને Content IDના અધિકારોનો પણ સમાવેશ હોઈ શકે છે.
  • વીડિયો સિંગલ - આ પ્રોફાઇલનો ઉપયોગ Content IDના વૈકલ્પિક અધિકારો ધરાવતા મ્યુઝિક વીડિયો અપલોડ કરવા માટે થઈ શકે છે. YouTube આ ફીડમાંથી આલ્બમ લેવલના કોઈપણ મેટાડેટાનો ઉપયોગ કરતું નથી.

સિંગલ રિસોર્સ રિલીઝ વિ. ઑડિયો આલ્બમ

વધુ મોટા કૅટલૉગ ધરાવતા પાર્ટનર સામાન્ય રીતે બન્ને પ્રોફાઇલનો ઉપયોગ કરીને તેમનું કન્ટેન્ટ ડિલિવર કરવાનું પસંદ કરે છે. ઉદાહરણ તરીકે, જો રિલીઝમાં 10 ટ્રૅક હોય, તો:

  • તમામ ટ્રૅક અને આલ્બમ મેટાડેટા ધરાવતા YouTube Premium માટે 1 x ઑડિયો આલ્બમ ફીડ.
  • અલગ-અલગ ટ્રૅક માટે Content ID અધિકારો ધરાવતા 10 x સિંગલ રિસોર્સ રિલીઝ ફીડ.

આ દ્રષ્ટિકોણને લીધે ભલે શરૂઆતના ઑવરહેડ વધતા હોય, પણ જ્યારે ટ્રૅક વિવિધ આલ્બમમાં શેર કરવામાં આવે ત્યારે તે જટિલતાને ઘટાડે છે અને Content ID અધિકારો કોઈપણ એક આલ્બમ સાથે જોડાયેલા રહેતાં નથી. નાના કૅટલૉગ ધરાવતા પાર્ટનર, જ્યાં ટ્રૅક માત્ર એક જ આલ્બમ પર દેખાય છે, તેઓ કદાચ ફીડને જોડવાનો અને એક જ ઑડિયો આલ્બમ ફીડ ડિલિવર કરવાનો વિકલ્પ પસંદ કરી શકે છે.

  • જો તમે YouTube Premium અને Content ID ડિલિવરીને એક જ ઑડિયો ફીડમાં જોડવા માગતા હો, તો આપેલા કોઈપણ ટ્રૅક માટેના Content ID અધિકારો માત્ર એક જ આલ્બમ સાથે જોડાયેલા છે તેની ખાતરી કરો. Content ID અધિકારોને વિવિધિ ફીડમાં ફેલાવી શકાતા નથી. આમ કરવાથી, નવીનતમ ડિલિવરી હંમેશાં અસ્તિત્વમાંની તમામ માલિકી/પૉલિસીઓને ઓવરરાઇટ કરશે.
  • જો તમે માત્ર MessageRecipient તરીકે Creator Music ફીડ ડિલિવર કરવા માગતા હો, તો અમારા કન્ટેન્ટ મેનેજરમાં સંબંધિત ધ્વનિ રેકોર્ડિંગ અસેટ પહેલેથી અસ્તિત્વમાં હોવી જોઈએ. જો તમે નવી અસેટ માટે Creator Music લાઇસન્સની વ્યૂહરચના ડિલિવર કરવા માગતા હો, તો ઓછામાં ઓછા Creator Music અને Content IDનો સમાવેશ હોય એવા સંયુક્ત ફીડનો ઉપયોગ કરો.
  • જો આલ્બમ પરના બધા ટ્રૅક Creator Musicમાં શામેલ કરી શકાય, તો નીચે વર્ણવેલી ઑડિયો આલ્બમ પ્રોફાઇલમાંથી એક પ્રોફાઇલનો ઉપયોગ કરો.

નીચે પ્રત્યેક પ્રોફાઇલ માટે ઉપયોગનાં સપોર્ટેડ કિસ્સા અને જરૂરી MessageRecipients શોધો:

  ઑડિયો આલ્બમ પ્રોફાઇલ સિંગલ રિસોર્સ રિલીઝ પ્રોફાઇલ
ફક્ત YouTube Premium હા (MessageRecipient: YouTube) ના
ફક્ત Content ID હા (MessageRecipient: YouTube_ContentID) હા
YouTube Premium અને Content ID હા (MessageRecipients: YouTube અને YouTube_ContentID) ના
માત્ર Creator Music હા (MessageRecipient: YouTube_CreatorMusic) હા
YouTube Premium, Content ID અને Creator Music હા (MessageRecipients: YouTube, YouTube_ContentID અને YouTube_CreatorMusic) ના

 

તમે ઉપયોગના પ્રત્યેક કિસ્સા માટે, DDEX રેફરન્સ રિસોર્સ પેજમાંથી નમૂના ફીડ ડાઉનલોડ કરી શકો છો.

શું આ સહાયરૂપ હતું?

અમે તેને કેવી રીતે બહેતર બનાવી શકીએ?
Search
શોધ સાફ કરો
શોધ બંધ કરો
મુખ્ય મેનૂ
8936654069640004508
true
સહાયતા કેન્દ્ર શોધો
true
true
true
true
true
59
false
false