ઉચ્ચ ડાઇનૅમિક શ્રેણી (HDR)ના વીડિયો અપલોડ કરો

તમે YouTube પર ઉચ્ચ ડાઇનૅમિક શ્રેણી (HDR)ના વીડિયો અપલોડ કરી શકો છો. HDR વીડિયો માનક ડિજિટલ વીડિયો કરતાં વધુ રંગ ધરાવતા વધુ ઉચ્ચ કોન્ટ્રાસ્ટ બતાવે છે.

દર્શકો HDR વીડિયોને સુસંગત મોબાઇલ ડિવાઇસ અને HDR ટીવીમાં જોઈ શકે છે. તેઓ HDR ટીવીમાં Chromecast Ultraનો ઉપયોગ કરીને HDR વીડિયો સ્ટ્રીમ પણ કરી શકે છે. દર્શકોને વીડિયો પ્લેયરમાં પ્રત્યેક ક્વૉલિટી વિકલ્પ પછી "HDR" દેખાશે (ઉદાહરણ તરીકે, 1080p HDR).

HDR વિનાના ડિવાઇસ પર જોનારા દર્શકોને વીડિયો માનક ડાયનૅમિક શ્રેણી (SDR)ના વીડિયો દેખાશે.

HDR વીડિયો અપલોડ કરો

HDR વીડિયોને YouTube પર યોગ્ય રીતે પ્લેબૅક કરવામાં આવે તે માટે તે કોડેક અથવા કન્ટેનરમાં HDR મેટાડેટા ધરાવતા હોવા આવશ્યક છે. મેટાડેટાને યોગ્ય રીતે રેકોર્ડ કરવાની સૌથી વિશ્વસનીય રીત છે કે તેને સપોર્ટેડ ઍપ પરથી નિકાસ કરવો.

જો તમે માનક HDR મેટાડેટાની નિકાસ કરી શકો, તો વીડિયોમાં HDR મેટાડેટા ઉમેરવા માટે, તમે YouTube HDR મેટાડેટા ટૂલનો ઉપયોગ કરી શકો છો. જો તમારા વીડિયોને HDR ટ્રાન્સફર ફંક્શનનો ઉપયોગ કરીને ગ્રેડ કરવામાં આવ્યો હોય, તો જ આ ટૂલ યોગ્ય રીતે કાર્ય કરશે.

નોંધ: જો તમને ખાતરી ન હોય કે તમારા વીડિયોને HDR ટ્રાન્સફર ફંક્શનનો ઉપયોગ કરીને ગ્રેડ કરવામાં આવ્યો છે, તો આ ટૂલનો ઉપયોગ કરવાથી તમારા વીડિયોને અત્યંત નુકસાન પહોંચી શકે છે. શીર્ષકમાં "HDR" ધરાવતા હોય તેવા ઘણા વીડિયોને HDR ટ્રાન્સફર ફંક્શન વડે ગ્રેડ કરેલા હોતા નથી. તેવા વીડિયો પર આ ટૂલ કાર્ય કરશે નહીં. જો તમે રંગ ગ્રેડિંગથી પરિચિત ન હો અથવા HDRમાં તમારો પોતાનો વીડિયો ગ્રેડ કરેલો ન હોય, તો YouTube HDR મેટાડેટા ટૂલનો ઉપયોગ કરશો નહીં.

જો તમે તમારા વીડિયોને ગ્રેડ કરી રહ્યાં હો, તો PQ અથવા HLG સાથે Rec. 2020માં ગ્રેડ કરો. DCI P3 સહિત, કોઈ અલગ કન્ફિગ્યુરેશનનો ઉપયોગ કરવાથી ખોટા પરિણામો આવશે.

વીડિયોને એકવાર HDR તરીકે યોગ્ય રીતે ચિહ્નિત કરવામાં આવે છે, તે પછી અપલોડ કરવાથી તે વીડિયો અપલોડ કરવાની સામાન્ય પ્રક્રિયાને અનુસરે છે. YouTube, HDR મેટાડેટા શોધશે અને તેના પર પ્રક્રિયા કરશે, આ માટે તે HDR ડિવાઇસ માટે HDR ફૉર્મેટમાં જરૂરી ફેરફાર કરશે અને અન્ય ડિવાઇસ માટે SDR ડાઉનકન્વર્ઝન કરશે.

નોંધ: HDR વીડિયોમાં હાલમાં YouTube વેબ એડિટરનો ઉપયોગ કરીને ફેરફાર કરી શકાતો નથી.

HDR વીડિયો માટેની જરૂરિયાતો

એકવાર કોઈ વીડિયો અપલોડ કરવામાં આવે, તે પછી YouTube તમામ રિઝોલ્યુશનને સપોર્ટ કરે છે અને ઑટોમૅટિક રીતે HDR વીડિયોને SDR વીડિયોમાં રૂપાંતરિત કરશે.

અપલોડની જરૂરિયાતો

રિઝોલ્યુશન 720p, 1080p, 1440p, 2160p
શ્રેષ્ઠ પરિણામો માટે, DCI પહોળાઈને બદલે UHDનો ઉપયોગ કરો (ઉદાહરણ તરીકે, 4096x1716ને બદલે 3840x1600).
ફ્રેમ રેટ 23.976, 24, 25, 29.97, 30, 48, 50, 59.94, 60
રંગની તીવ્રતા 10 બિટ અથવા 12 બિટ
રંગ પ્રાથમિકતા Rec. 2020
રંગ મેટ્રિક Rec. 2020 બદલાતો રહેતો પ્રકાશ
EOTF PQ અથવા HLG (Rec. 2100)
વીડિયો બિટરેટ H.264 માટે, સુઝાવ આપેલા અપલોડ એન્કોડિંગ સેટિંગનો ઉપયોગ કરો
ઑડિયો સુઝાવ આપેલા અપલોડ એન્કોડિંગ સેટિંગના સમાન

HDR વીડિયો ફાઇલ એન્કોડિંગ

આ કન્ટેનરનું પરીક્ષણ આ કાર્ય કરવા માટે કરાયું છે:

  • MOV/QuickTime
  • MP4
  • MKV


આ કોડેકનો સુઝાવ આપ્યો છે, કારણ કે તે 1HDR મેટાડેટા સાથે 10-બિટ એન્કોડિંગને સપોર્ટ કરે છે અને વાજબી બિટરેટ પર ઉચ્ચ ક્વૉલિટી ડિલિવર કરે છે:

  • VP9 પ્રોફાઇલ 2
  • AV1
  • HEVC/H.265


આ કોડેક પણ કામ કરે છે પણ વધુ ઉચ્ચ ક્વૉલિટી મેળવવા માટે તેને ખૂબ વધુ માત્રામાં બિટરેટની જરૂર પડે છે, જેને કારણે અપલોડ કરવમાં અને પ્રક્રિયા કરવામાં વધુ સમય લાગી શકે છે:

  • ProRes 422
  • ProRes 4444
  • DNxHR HQX
  • H.264 10-bit

HDR મેટાડેટા

પ્રક્રિયા કરવામાં આવે, તે માટે HDR વીડિયોને યોગ્ય આની સાથે ટૅગ કરેલા હોવા આવશ્યક છે:
  • ટ્રાન્સફર ફંક્શન (PQ અથવા HLG)
  • રંગ પ્રાથમિકતાઓ (Rec. 2020)
  • મેટ્રિક (Rec. 2020 બદલાતો રહેતો પ્રકાશ)
PQ સિગ્નલિંગનો ઉપયોગ કરતા HDR વીડિયોમાં પણ તેને જેના પર માસ્ટર કરાયો છે તેના વિશેની માહિતીનો સમાવેશ હોય છે (SMPTE ST 2086 માસ્ટરિંગ મેટાડેટા). તેમાં બ્રાઇટનેસ વિશેની વિગતો પણ હોવી જોઈએ (CEA 861-3 MaxFALL અને MaxCLL). જો તે ઉપલબ્ધ ન હોય, તો અમે Sony BVM-X300 માસ્ટરિંગ ડિસ્પ્લેનો ઉપયોગ કરીએ છીએ.
વૈકલ્પિક રીતે, HDR વીડિયોમાં ડાયનૅમિક (HDR10+) મેટાડેટાનો ITU-T T.35 ટર્મિનલ કોડ તરીકે અથવા SEI હેડર તરીકે સમાવેશ હોઈ શકે છે.

HDR ઑથૉરિંગ ટૂલ 

નીચે તમે HDR વીડિયોને YouTube પર અપલોડ કરવા માટે ઉપયોગ કરી શકો તેવા ટૂલના ઉદાહરણો છે:

  • DaVinci Resolve
  • Adobe Premiere Pro
  • Adobe After Effects
  • Final Cut Pro X

સામાન્ય સમસ્યાઓ

ખોટું રંગ સ્પેસ માર્કિંગ

સિનેમામાં, HDR વીડિયોને તેના DCI (~D50) અથવા D65 વ્હાઇટ પૉઇન્ટ સાથે, DCI P3માં માસ્ટર બનાવવાનું સામાન્ય છે. આમ કરવું તે ગ્રાહકના ઇલેક્ટ્રોનિક ડિવાઇસ પર ડિલિવર કરવા માટેનું સપોર્ટેડ ફૉર્મેટ નથી. માસ્ટર બનાવતી વખતે, Rec. 2020 રંગ પ્રાથમિકતાઓ પસંદ કરો (ઘણી ઍપમાં Rec. 2100 માનકનો અર્થ Rec. 2020 રંગ છે).
એક સામાન્ય ભૂલ એ છે કે P3માં માસ્ટર બનાવવું, પછી Rec. 2020 પ્રાથમિકતાઓનો ઉપયોગ કરીને પરિણામ ટૅગ કરવું છે. આમ કરવાથી બદલાયેલી રંગછટાઓમાં ઓવરસેચ્યુરેટેડ દેખાવ મળી શકે છે.

SDR રૂપાંતરણ પર વધુ નિયંત્રણ

YouTubeનું ઑટોમૅટિક રીતે ચાલતું SDR ડાઉનકન્વર્ઝન એક સુલભ પસંદગી છે કે જે વિના પ્રયાસે સારું પરિણામ ડિલિવર કરી શકે છે. જોકે, ચૅલેન્જ આપનારી ક્લિપ પર, તે કદાચ જોઈએ તેવું પરિણામ ડિલિવર ન કરે. ઑટોમૅટિક રીતે ચાલતા SDR ડાઉનકન્વર્ઝનને વધુ સારું બનાવવા માટે અમે કાર્ય કરી રહ્યાં છીએ.
YouTubeના SDR ડાઉનકન્વર્ઝનને, 3D Look-Up Table અથવા LUTના રૂપમાં સંકેત આપવો શક્ય છે. LUT બનાવવા માટે:
  1. તમારા HDR વીડિયોને કોઈપણ રંગ મેનેજમેન્ટ લાગુ કર્યા વિના રંગ ગ્રેડિંગ ઍપમાં લોડ કરો.
  2. તમારા માસ્ટરિંગ ડિસ્પ્લેને Rec. 709 રંગ અને Gamma 2.4 ટ્રાન્સફર ફંક્શન પર સેટ કરો.
  3. અસ્તિત્વમાં છે તે LUT લાગુ કરો કે જે Rec. 2020 + ST. 2084નું Rec. 709માં રૂપાંતરણ કરે છે અને પછી તમને જોઈતો દેખાવ મેળવવા માટે અનુગામી નોડમાં પ્રાથમિક કરેક્ટર, કર્વ અને કી બદલો.
  4. LUTને .cube ફૉર્મેટમાં HDRના ફોલ્ડરમાં જ નિકાસ કરો.
  5. LUT અને HDR વીડિયો બન્ને પસંદ કરો અને તેને મેટાડેટા ટૂલ પર ખેંચો અને છોડો.

ટૂલ BVM-X300 માટે મેટાડેટા લાગુ કરશે અને SDR ડાઉનકન્વર્ઝનને સંકેત આપવા માટે LUTમાં પૅક કરશે.

નોધ: હાલમાં, SDR ડાઉનકન્વર્ઝનને સંકેત આપવા માટે કોઈ સ્પેશલ કે સમયસૂચક નિયંત્રણ નથી. પાવર વિન્ડો અને બ્લર જેવા નિયંત્રણો ધરાવતી કી યોગ્ય રીતે કામ કરશે નહીં અને વ્યક્તિગત શૉટ પર ગોઠવણો લાગુ થશે નહીં.

શૅડોમાં ઘોંઘાટ

PQ (ST 2084)માં માસ્ટર બનાવતી વખતે, વધુ પડતી સિગ્નલ રેંજ શૅડોવાળી વિગતો બતાવવા માટે ઉપયોગમાં લેવાશે. ProRes અને DNxHR ડિજિટલ મધ્યવર્તી કોડેક છબી રેંજ પર વિગતો જાળવી રાખશે. તમારા વીડિયોમાં, છબીના વધુ ઘેરા ભાગમાં ઘોંઘાટ હોઈ શકે છે, જે છબીમાં હાઇલાઇટથી દેખાય તે રીતે ઢંકાયેલો હોય છે.
YouTubeના વીડિયો પર પ્રક્રિયા કરવાથી સ્ટ્રીમિંગ બિટરેટ મેળવવા માટે કેટલોક ઘોંઘાટ કાઢી નાખવામાં આવી શકે છે. તમે તમારા વીડિયોને અપલોડ માટે રેન્ડર કરતા પહેલાં તેમાંથી ઘોંઘાટ કાઢી નાખવાથી વધુ નિયંત્રણ મેળવી શકો છો. જ્યારે તમારો વીડિયો સ્ટ્રીમ કરવામાં આવે, ત્યારે જો ખૂબ જ "સંકુચિત" હોય એવું લાગે, તો ઘોંઘાટ દૂર કરવો સહાયરૂપ થઈ શકે છે.
અમે આ કિસ્સાને બહેતર રીતે હૅન્ડલ કરવા સહિત, YouTube વીડિયોની ક્વૉલિટીને વધુ સારી બનાવવા માટે હંમેશાં કાર્ય કરતા રહીએ છીએ.

શું આ સહાયરૂપ હતું?

અમે તેને કેવી રીતે બહેતર બનાવી શકીએ?
Search
શોધ સાફ કરો
શોધ બંધ કરો
મુખ્ય મેનૂ
1862129652400367308
true
સહાયતા કેન્દ્ર શોધો
true
true
true
true
true
59
false
false