સમુદાય પોસ્ટ પર નિર્માતાઓ સાથે ક્રિયાપ્રતિક્રિયા કરવી

સમુદાય પોસ્ટ મારફતે તમે તમારા મનપસંદ નિર્માતાઓ સાથે હવે પહેલા કરતાં પણ વધારે ક્રિયાપ્રતિક્રિયા કરી શકો છો. તમે YouTube પર નિર્માતાઓ દ્વારા આયોજીત મતદાન, ક્વિઝ, ફોટા, GIFs અને બીજી ઘણી બાબતોનો જવાબ આપી શકો છો.

સમુદાય પોસ્ટ, નિર્માતાઓની ચૅનલના સમુદાય ટૅબમાં ઉપલબ્ધ હોય છે અને તે હોમ ફીડ તથા સબ્સ્ક્રાઇબરના ફીડ પર પણ દેખાઈ શકે છે. હોમ ફીડ પર, તમે ફક્ત સમુદાય પોસ્ટનું ફીડ દાખલ કરવા માટે બધી પોસ્ટ જુઓ પર ટૅપ કરી શકો છો. ફીડમાં, તમે જે ચૅનલ સાથે અગાઉ જોડાયા હો તેની પોસ્ટ અથવા અમારા મતાનુસાર તમને ગમી શકે તેવી પોસ્ટ તમને દેખાઈ શકે છે.

પોસ્ટ સાથે ક્રિયાપ્રતિક્રિયા કરો

સમુદાય પોસ્ટનો જવાબ આપવા, સામુદાયિક મતદાનો અને ક્વિઝનો જવાબ આપવા તેમજ સમુદાય પોસ્ટના નોટિફિકેશન મેનેજ કરવા માટે YouTube ઍપમાં સાઇન ઇન કરો.

નોંધ: સમુદાય પોસ્ટના નોટિફિકેશન iPad પર ઉપલબ્ધ નથી.
સમુદાય પોસ્ટનો જવાબ આપવો
  1. હોમ ફીડ, સબ્સ્ક્રાઇબરના ફીડ અથવા સમુદાય ટૅબમાં સમુદાય પોસ્ટ પર કૉમેન્ટ ''" પર ટૅપ કરો.
  2. સમુદાય પોસ્ટ પર અથવા કૉમેન્ટ પર તમારો જવાબ દાખલ કરો.
  3. મોકલો પર ટૅપ કરો .

ટિપ: તમે પસંદ અથવા નાપસંદ પર ટૅપ કરીને પણ જવાબ આપવાનું પસંદ કરી શકો છો. યાદ રાખો કે તમારા જવાબો તમે જે એકાઉન્ટમાં સાઇન ઇન થયા છો તેની સાથે સંકળાયેલા છે.

સમુદાય પોસ્ટના નોટિફિકેશન મેનેજ કરો

જો તમે સમુદાય પોસ્ટ ધરાવતી કોઈ ચૅનલ સબ્સ્ક્રાઇબ કરી હોય અને જો ત્મે નોટિફિકેશન મેળવવા માટેનો વિકલ્પ પસંદ કરેલો હોય, તો તમને નોટિફિકેશન મળી શકે છે. તમારા નોટિફિકેશનના સેટિંગ બદલવા વિશે વધુ જાણો. તમારે જે ચૅનલના નોટિફિકેશન મેનેજ કરવા હોય તેના પર જાઓ.

​સબ્સ્ક્રિપ્શન ફીડમાં સમુદાય પોસ્ટ મેનેજ કરો

તમે તમારા સબ્સ્ક્રિપ્શન ફીડમાં પોસ્ટ અને વીડિયો અથવા ફક્ત વીડિયો મેળવવાનું પસંદ કરી શકો છો.

  1. સબ્સ્ક્રિપ્શન પર ટૅપ કરો.
  2. સૌથી ઉપર ફિલ્ટર બારમાં ડાબી બાજુ સ્વાઇપ કરો અને પછી સેટિંગ પર ટૅપ કરો.
  3. તમારે વીડિયો અને પોસ્ટ અથવા ફક્ત વીડિયો જોઈતા હોય તો તેની પસંદગી કરો.

​તમે નોટિફિકેશન બેલ પર ક્લિક કરીને તમામ ચૅનલના નોટિફિકેશન પણ મેનેજ કરી શકો છો. બધા , મનગમતા બનાવેલા , અથવા એક પણ નહીં માંથી પસંદ કરો.​

હોમમાંથી સમુદાય પોસ્ટ છોડી દો

તમે પોસ્ટની બાજુમાં વધુ '' અને 'રુચિ નથી' પસંદ કરીને તમારા હોમ ફીડ પર દેખાતી કોઈપણ સમુદાય પોસ્ટ છોડી દઈ શકો છો.

શું આ સહાયરૂપ હતું?

અમે તેને કેવી રીતે બહેતર બનાવી શકીએ?
Search
શોધ સાફ કરો
શોધ બંધ કરો
મુખ્ય મેનૂ
5196079203570568565
true
સહાયતા કેન્દ્ર શોધો
true
true
true
true
true
59
false
false