ડિલિવરી સ્ટેટસના રિપોર્ટ

આ સુવિધાઓ માત્ર YouTubeનું કન્ટેન્ટ મેનેજર વાપરનારા પાર્ટનર માટે તેમના કૉપિરાઇટ દ્વારા સુરક્ષિત કન્ટેન્ટને મેનેજ કરવા માટે ઉપલબ્ધ છે.

કન્ટેન્ટ મેનેજર પરથી સ્ટેટસ બતાવતી ફાઇલો ડાઉનલોડ કરવી

સ્પ્રેડશીટ પર પ્રક્રિયા કર્યા પછી, YouTube સ્ટેટસ બતાવતી ફાઇલ(લો) પોસ્ટ કરશે, જેમાં YouTube દ્વારા પૅકેજની પ્રક્રિયા દરમિયાન કરવામાં આવેલી ક્રિયાઓ અને દરેક આઇટમ પર કરાયેલી પ્રક્રિયા સફળતાપૂર્વક પૂર્ણ થઈ કે નહીં એ દર્શાવવામાં આવે છે.

અપલોડનું સ્ટેટસ બતાવતી ફાઇલોને જોવા માટે:

  1. ડાબી બાજુના મેનૂમાં કન્ટેન્ટ ડિલિવરી હેઠળ દેખાતા 'મારા પૅકેજ'ના ટૅબ પર ક્લિક કરો.
  2. તમારા પૅકેજ પર ક્લિક કરો.  જેમના પર પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ હોય, એવા પૅકેજનું સ્ટેટસ બતાવતી ફાઇલો જનરેટ થશે.
  3. સ્ટેટસ રિપોર્ટ ડાઉનલોડ કરવા માટે, નિકાસ કરો બટન પર ક્લિક કરો.

ઇમેઇલ પર મોકલવામાં આવેલી સ્ટેટસ બતાવતી ફાઇલો

YouTube, તમારા અપલોડના સેટિંગમાં સૂચિત ઇમેઇલ ઍડ્રેસ પર સ્ટેટસ બતાવતી ફાઇલ(લો) પણ (દરેક મેટાડેટા ફાઇલ દીઠ એક ઇમેઇલ) ઇમેઇલ મારફતે મોકલશે.  તમે ડાબી બાજુના મેનૂમાં સેટિંગ હેઠળ દેખાતા અપલોડકર્તાના એકાઉન્ટમાં જઈને અપલોડકર્તાના ઇમેઇલ ઍડ્રેસમાં ફેરફાર કરી શકો છો.

રિપોર્ટ કરવા માટે વપરાતી ફાઇલના નામ

સ્ટેટસ રિપોર્ટની ફાઇલનું નામ, ડિલિવરીમાં વપરાયેલી મેટાડેટા ફાઇલના નામ પર આધારિત હશે.  ઑરિજિનલ મેટાડેટા ફાઇલનું નામ "metadata.csv" છે એમ ધારીને, અહીં આપવામાં આવેલા ટેબલમાં સ્ટેટસ રિપોર્ટની ફાઇલનું નામ જણાવવામાં આવ્યું છે:

ફાઇલનું નામ પ્રકાર નોંધ
status-metadata.csv.xml XML ફૉર્મેટમાં સ્ટેટસ જણાવતી ફાઇલ ટાળવામાં આવેલું XML ફૉર્મેટ
report-metadata.csv CSV ફૉર્મેટમાં સ્ટેટસ જણાવતી ફાઇલ  
errors-metadata.csv CSV ફૉર્મેટમાં ભૂલ જણાવતી ફાઇલ  

રિપોર્ટવાળી ફાઇલમાં આપવામાં આવેલું સ્પષ્ટીકરણ

દરેક રિપોર્ટમાં અલ્પવિરામથી વિભાજિત કરવામાં આવેલું હેડર અને કેટલીક પંક્તિઓ શામેલ હોય છે.  તેમાં પૅકેજના ઇન્જેશનમાં વપરાતા મેટાડેટાના નમૂનાના આધારે વિવિધ કૉલમ શામેલ હોઈ શકે છે.  આમાં બે એવી કૉલમ હોય છે કે જે બધા રિપોર્ટમાં જોવા મળે છે (પંક્તિનો નંબર અને સ્ટેટસ.)  બાકી કૉલમ નમૂનાના પ્રકાર અને ડિલિવર કરવામાં આવેલા ડેટાના આધારે અલગ-અલગ હોય છે.  એવી કેટલીક કૉલમ કે જેમનો ઉપયોગ ન હોય, તેમને રિપોર્ટમાંથી કાઢી નાખવામાં આવી શકે છે.

કૉલમનું નામ વર્ણન નમૂનાના પ્રકાર
પંક્તિનો નંબર મેટાડેટા નમૂનામાં આપવામાં આવેલી સંખ્યા સાથે મેળ ખાતો પંક્તિનો નંબર

નમૂનાના બધા પ્રકારો

સ્ટેટસ "સફળ" અથવા "ભૂલ" નમૂનાના બધા પ્રકારો
ચૅનલ ચૅનલ ID વેબ વીડિયો
કસ્ટમ ID પ્રદાન કરવામાં આવેલું કસ્ટમ ID અસેટ અપડેટ કરનારા બધા નમૂના
કસ્ટમ થંબનેલ થંબનેલને આપવામાં આવેલું ફાઇલ નામ વેબ વીડિયો
વીડિયો ID વીડિયો ID વેબ વીડિયો, મ્યુઝિક વીડિયો, સ્થાનિકીકરણ
અસેટ ID અસેટ ID અસેટ અપડેટ કરનારા બધા નમૂના
દાવાનું ID  દાવાનું ID વેબ વીડિયો
વીડિયો ફાઇલ પ્રદાન કરવામાં આવેલી વીડિયો ફાઇલ મ્યુઝિક વીડિયો
ISRC ISRC કોડ મ્યુઝિક વીડિયો, સાઉન્ડ રેકોર્ડિંગ
ઑડિયો ટ્રૅક પ્રદાન કરવામાં આવેલી ઑડિયો ફાઇલ સાઉન્ડ રેકોર્ડિંગ, સ્થાનિકીકરણ
કૅપ્શન ફાઇલ પ્રદાન કરવામાં આવેલી કૅપ્શન ફાઇલ સ્થાનિકીકરણ
પ્રદાન કરવામાં આવેલું સંગીતની રચનાનું અસેટ ID asset_id કૉલમનું મૂલ્ય સંગીતની રચના
અપડેટ કરવામાં આવેલું સંગીતની રચનાનું અસેટ ID અપડેટ કરવામાં આવેલી સંગીતની રચનાની અસેટ સંગીતની રચના
પ્રદાન કરવામાં આવેલા સાઉન્ડ રેકોર્ડિંગનું અસેટ ID related_asset_id કૉલમનું મૂલ્ય સંગીતની રચના
અપડેટ કરવામાં આવેલા સાઉન્ડ રેકોર્ડિંગનું અસેટ ID અપડેટ કરવામાં આવેલા સાઉન્ડ રેકોર્ડિંગની અસેટ સંગીતની રચના
ISWC ISWC કોડ સંગીતની રચના
વાઇડસ્ક્રીન આર્ટવર્ક ફાઇલ પ્રદાન કરવામાં આવેલી વાઇડસ્ક્રીન આર્ટવર્ક ફાઇલ બતાવો
ચોરસ આર્ટવર્ક ફાઇલ પ્રદાન કરવામાં આવેલી ચોરસ આર્ટવર્ક ફાઇલ બતાવો
કસ્ટમ ID બતાવો શોનું કસ્ટમ ID સીઝન
સીઝનનું કસ્ટમ ID સીઝનનું કસ્ટમ ID સીઝન

ભૂલ બતાવતી ફાઇલમાં આપવામાં આવેલું સ્પષ્ટીકરણ

જો સ્ટેટસ રિપોર્ટમાં કોઈ ભૂલ વિશે જણાવવામાં આવ્યું હોય, તો એ બધી ભૂલ વિશેની વિગતો એ જ ભૂલ બતાવતી ફાઇલમાં આપવામાં આવી હોય છે.

કૉલમનું નામ વર્ણન
ભૂલનો કોડ આંતરિક ભૂલનો કોડ, સ્ટ્રિંગ
ગંભીરતા ભૂલની ગંભીરતા, "PERMANENT_ERROR" અથવા "ચેતવણી"
ભૂલનો મેસેજ ભૂલની વિગત
સ્થિતિ મેટાડેટા નમૂનામાં શામેલ એવી પંક્તિઓ કે જેમના પર ભૂલને કારણે અસર થઈ હોય

 

શું આ સહાયરૂપ હતું?

અમે તેને કેવી રીતે બહેતર બનાવી શકીએ?
Search
શોધ સાફ કરો
શોધ બંધ કરો
મુખ્ય મેનૂ
1297847212262029047
true
સહાયતા કેન્દ્ર શોધો
true
true
true
true
true
59
false
false