YouTube પર મ્યુઝિકના અધિકારોનું મેનેજમેન્ટ

માલિકીનો દાવો રજૂ કરવો

દાયકા પહેલા, ચાહકો તેમના મનપસંદ ગીતો અથવા મિક્સટેપ પર પર્ફોર્મન્સ શેર કરતા હતા. આજના સમયે, તે શેરિંગ અને પ્રશંસા ઑનલાઇન થઈ ગઈ છે. હજારો લેબલ અને અધિકાર ધારકો વાસ્તવમાં ચાહકના વીડિયોને રાખવા અને તેમાંથી આવક મેળવવા માટે YouTube સાથે લાઇસન્સના કરાર ધરાવે છે. તેઓ સંમત થાય છે કે કોઈ એવી દુનિયા જ્યાં ચાહકો કૉન્સર્ટના ફૂટેજ અને રિમિક્સ અપલોડ કરીને તેમના મનપસંદ કલાકારો માટે પ્રેમ વ્યક્ત કરે છે તે ઉજવણી કરવા યોગ્ય છે. અને તેઓ સમજે છે કે ચાહકો દ્વારા અપલોડ કરાયેલું કન્ટેન્ટ પ્રદર્શન વધારવા અને વેચાણ બૂસ્ટ કરવાનો એક માર્ગ હોઈ શકે છે.

આ બધું શક્ય છે કારણ કે Content ID અધિકારોના મેનેજમેન્ટને ઑટોમૅટિક કરે છે. જ્યારે ચાહક YouTube પર વીડિયો અપલોડ કરે છે, ત્યારે તેને કન્ટેન્ટના માલિકો દ્વારા પ્રદાન કરવામાં આવેલા કન્ટેન્ટના ડેટાબેઝ સામે સ્કૅન કરવામાં આવે છે. જ્યારે તે મેળ શોધે છે, ત્યારે તે કન્ટેન્ટ માલિક વતી તે વીડિયો પર દાવો કરે છે અને તેઓને તે વીડિયો સાથે શું કરવું તે નક્કી કરવાની મંજૂરી આપે છે. મ્યુઝિકના તમામ દાવાઓમાંથી માત્ર 0.5 ટકા દાવાઓને મેન્યુઅલી જારી કરવામાં આવે છે; અમે બાકીના 99.5 ટકા દાવાઓને 99.7 ટકા ચોકસાઈ સાથે હૅન્ડલ કરીએ છીએ. આજના સમયમાં, ચાહકો દ્વારા અપલોડ કરાયેલા કન્ટેન્ટની આવક YouTube પર મ્યુઝિક ઉદ્યોગની આવકનો 50 ટકા હિસ્સો ધરાવે છે. 

Content IDએ YouTubeને મ્યુઝિક ઉદ્યોગને અબજો ડૉલર ચૂકવવામાં સક્ષમ બનાવ્યું છે અને તે સંખ્યા દર વર્ષે નોંધપાત્ર રીતે વધી રહી છે. તેથી જ તે જોવું ખૂબ જ આશ્ચર્યજનક લાગે છે કે કેટલાક લેબલ અને કલાકાર સૂચવે છે કે YouTube એ તેના પ્લેટફોર્મ પર અસંખ્ય "લાઇસન્સ વગરના" મ્યુઝિકને મંજૂરી આપી છે, જે કલાકારોને આવકથી વંચિત કરે છે. સત્ય એ છે કે YouTube કૉપિરાઇટ મેનેજમેન્ટને અત્યંત ગંભીરતાથી લે છે અને અમે અધિકાર ધારકોનું મ્યુઝિક કોણ અપલોડ કરે છે તેને ધ્યાનમાં લીધા વગર તેઓ આવક મેળવે તેની ખાતરી કરવા માટે કામ કરીએ છીએ. અન્ય કોઈપણ પ્લૅટફૉર્મ તમામ પ્રકારના કન્ટેન્ટ માટે મોટા અને નાના નિર્માતાઓને એટલા પૈસા પાછા આપતા નથી.

મ્યુઝિકના લાઇસન્સનું મેનેજમેન્ટ

YouTube પર ગીત ચલાવવા માટે અધિકારોના ઘણાં જુદા સેટની જરૂર હોય છે અને સામાન્ય રીતે આમાંના દરેક અધિકારોનું સંચાલન જુદી પાર્ટી દ્વારા કરવામાં આવે છે. જ્યારે પણ કોઈ ગીતનો ઉપયોગ કરવામાં આવે છે, ત્યારે YouTubeની ચુકવણીઓ વિશ્વભરના આ ઘણા અધિકાર ધારકો વચ્ચે વિભાજિત થવી જોઈએ અને દરેક એક ભાગ મેળવે છે. 

અમે માનીએ છીએ કે મ્યુઝિક ઉદ્યોગ કલાકારો માટે કાર્ય કરે છે તેની ખાતરી કરવા માટે પારદર્શિતા મહત્ત્વપૂર્ણ છે, તેથી ચાલો આપણે પ્લેમાં હોય શકે તેવા અધિકારો અને અધિકાર ધારકો પર એક નજર કરીએ.

માસ્ટરના વપરાશના અધિકારો

સામાન્ય રીતે, ગીત રેકોર્ડ કરનાર રેકોર્ડ લેબલ માસ્ટર રેકોર્ડિંગના ઉપયોગના અધિકારો ધરાવશે. જ્યારે પણ વીડિયોમાં માસ્ટર રેકોર્ડિંગનો ઉપયોગ કરવામાં આવે છે, ત્યારે કૅટલૉગને નિયંત્રિત કરતા રેકોર્ડ લેબલને તે રેકોર્ડિંગની તેમની માલિકી માટે રૉયલ્ટી ચૂકવવામાં આવે છે, જે તેઓ કલાકાર સાથે શેર કરે છે. કૉપિરાઇટ દ્વારા સુરક્ષિત સાઉન્ડ રેકોર્ડિંગને મેનેજ કરવા માટે અમુક લેબલ એકસાથે કામ કરે છે તે જોવું અસામાન્ય નથી, જેમાં જુદા લેબલ જુદા પ્રદેશોમાં અધિકારો માટે જવાબદાર છે. જો કે, લેબલ પાસે પોતાની જાતે કન્ટેન્ટ ડિલિવર કરવા અથવા કન્ટેન્ટને મેનેજ કરવા માટે સંસાધનો હોઈ શકે નહીં. આ કિસ્સાઓમાં, તેઓ ઍગ્રિગેટર અથવા વિતરક દ્વારા કામ કરવાનું પસંદ કરી શકે છે.

સાર્વજનિક કાર્યપ્રદર્શનના અધિકારો

મ્યુઝિકના તમામ રેકોર્ડ કરેલા ભાગો (માસ્ટર રેકોર્ડિંગ) અંતર્ગત મ્યુઝિકલ કાર્ય (સંગીતની રચના) ધરાવે છે અને આ અંતર્ગત કાર્ય પર અધિકારોના જુદા સેટ લાગુ પડે છે. YouTubeના હેતુઓ માટે, આ અધિકારોનું બે શ્રેણીઓ - સાર્વજનિક કાર્યપ્રદર્શનના અધિકારો અને અન્ય અધિકારોમાં વિભાજન કરી શકાય છે.

સાર્વજનિક કાર્યપ્રદર્શનનું લાઇસન્સ સામાન્ય રીતે પર્ફોર્મિંગ રાઇટ્સ ઑર્ગેનાઇઝેશન (PROs) દ્વારા નિયંત્રિત કરવામાં આવે છે. PRO બાર, રેસ્ટોરન્ટ, હોટેલ લોબી વગેરે તેમની સંસ્થાઓમાં વપરાતા મ્યુઝિક માટે ચૂકવણી કરી રહ્યાં છે તેની ખાતરી કરે છે. જ્યારે YouTube પર ગીત સ્ટ્રીમ કરવામાં આવે છે, ત્યારે આ સંસ્થાઓ સંગીતની રચનાના સાર્વજનિક કાર્યપ્રદર્શનને આવરી લેવા માટે ગીતકારો અને મ્યુઝિક પબ્લિશરને વિતરિત કરવા માટે રૉયલ્ટી એકત્રિત કરે છે. ઘણી વખત, "રૉયલ્ટી ઉઘરાવતી સંસ્થા" તરીકે ઓળખાતા એકમો અન્ય દેશોમાં આ જ ફરજો માટે જવાબદાર હશે. આ સંસ્થાઓ સામાન્ય અધિકારના મેનેજમેન્ટ કાર્યોને હેન્ડલ કરવા માટે નિયુક્ત કરવામાં આવી છે અને તે સામાન્ય રીતે બ્લેન્કેટ લાઇસન્સ ઓફર કરશે, જે લાઇસન્સધારકને દરેક કાર્ય માટે વ્યક્તિગત લાઇસન્સ પ્રાપ્ત કરવાને બદલે, અમુક સમયગાળા માટે રૉયલ્ટી ઉઘરાવતી સંસ્થાના સંપૂર્ણ કૅટલોગનો ઉપયોગ કરવાની મંજૂરી આપે છે.

અન્ય અધિકારો

સંગીતની રચનાના અન્ય અધિકારો સામાન્ય રીતે પબ્લિશર દ્વારા નિયંત્રિત થાય છે. રેકોર્ડ લેબલની જેમ જ, કેટલાક પબ્લિશર પાસે પોતાની જાતે આ અધિકારોનું સંચાલન કરવા માટે સંસાધનો હોઈ શકે નહીં અને તેઓ તેમના વતી અધિકારોનું સંચાલન કરવા માટે કોઈ મોટી સંસ્થા પસંદ કરી શકે છે. આ એકમો સામાન્ય રીતે ઍગ્રિગેટર અથવા વિતરક તરીકે કાર્ય કરશે. ફરીથી, રૉયલ્ટી ઉઘરાવતી સંસ્થા કાર્યનો ઉપયોગ કરવા અને અન્ય દેશોમાં રૉયલ્ટી એકત્રિત કરવા અને વિતરિત કરવા માટે બિન-વિશેષ લાઇસન્સ વેચવા માટે જવાબદાર હોઈ શકે છે.

શું આ સહાયરૂપ હતું?

અમે તેને કેવી રીતે બહેતર બનાવી શકીએ?
Search
શોધ સાફ કરો
શોધ બંધ કરો
મુખ્ય મેનૂ
1236375945831842982
true
સહાયતા કેન્દ્ર શોધો
true
true
true
true
true
59
false
false