YouTube Premium અને નિર્માતાઓ માટે સપોર્ટ

YouTube Premiumના સભ્ય તરીકે, તમે તમારા મનપસંદ YouTube નિર્માતાઓને સપોર્ટ કરતા રહીને, જાહેરાતમુક્ત વીડિયો જેવા લાભ માણી શકો છો.

YouTube Premium નિર્માતાઓને કેવી રીતે સપોર્ટ કરે છે

નિર્માતાઓ YouTubeના હૃદય અને આત્મા સમાન છે. તેમને તેમના કાર્યનું વળતર મળે તેની ખાતરી કરવા માટે, તમે YouTube પર જાહેરાતો જુઓ ત્યારે તેમાંથી થતી આવક અમે તેમની સાથે શેર કરીએ છીએ. તમે YouTube Premiumના સભ્ય હો, તો તમને જાહેરાતો દેખાશે નહીં, આથી અમે નિર્માતાઓ સાથે તમારી માસિક મેમ્બરશિપ ફી શેર કરીએ છીએ. સૌથી સારું તો એ કે, તમે તમારા મનપસંદ નિર્માતાના જેટલા વધુ વીડિયો જોશો, તેટલી વધુ આવક તેમને થશે.

પ્રીમિયમ સુવિધાઓની કિંમત

અન્ય સશુલ્ક મેમ્બરશિપ સેવાઓની જેમ YouTube Premium તમને YouTube પર પ્રીમિયમ સુવિધાઓનું બંડલ મળે તે રીતે ચુકવણી કરવાનો વિકલ્પ આપે છે. બૅકગ્રાઉન્ડમાં ચલાવવાની, YouTube Originalsના ઍક્સેસની અને ઑફલાઇન જોવા માટે વીડિયો ડાઉનલોડ કરવાના વિકલ્પની સુવિધા સાથે તમે તમારી મેમ્બરશિપમાંથી ઘણો લાભ મેળવી શકો છો. YouTube Premium એકાઉન્ટ સાથે તમારો YouTube અનુભવ અનેકગણો બહેતર બને છે, વળી સાથે નિર્માતાઓને તેમના કન્ટેન્ટ માટે વળતર મળતું રહેવાની ખાતરી પણ રહે છે.

શું આ સહાયરૂપ હતું?

અમે તેને કેવી રીતે બહેતર બનાવી શકીએ?
Search
શોધ સાફ કરો
શોધ બંધ કરો
મુખ્ય મેનૂ
13946783017565507501
true
સહાયતા કેન્દ્ર શોધો
true
true
true
true
true
59
false
false