YouTube માટે તમારા Google એકાઉન્ટનો ઉપયોગ કરવા વિશે માહિતી

YouTube પર સાઇન ઇન કરવા માટે તમને Google એકાઉન્ટની જરૂર પડે છે. Google એકાઉન્ટ Googleની બધી પ્રોડક્ટ (જેમ કે, Gmail, Blogger, Maps, YouTube, અને બીજી ઘણી)માં કામ કરે છે.

શરૂઆત કરવી | YouTubeમાં સાઇન ઇન કરવાની અને YouTube ચૅનલ બનાવવાની રીત અને તેનાં કારણો

જો તમે પહેલાં આમાની કોઈ પ્રોડક્ટ પર સાઇન ઇન કર્યું હોય, તો તમારી પાસે પહેલેથી જ Google એકાઉન્ટ છે. સાઇન ઇન કરવા માટે, તમે તે પ્રોડક્ટ માટે ઉપયોગમાં લીધેલું ઇમેઇલ ઍડ્રેસ દાખલ કરો. ઉદાહરણ તરીકે, જો તમે Gmailનો ઉપયોગ કરતા હો, તો તે તમારું Gmailનું વપરાશકર્તાનું નામ છે. જો તમારી પાસે Google એકાઉન્ટ ન હોય, તો તમે YouTube પર એકાઉન્ટ બનાવી શકો છો.

Google એકાઉન્ટ અને YouTube વિશે યાદ રાખવા માટેની કેટલીક મહત્ત્વની વિગતો આ મુજબ છે:

  • તમે તમારા Google એકાઉન્ટ વડે YouTubeમાં સાઇન ઇન કરો. YouTube પર સાઇન ઇન કરવા માટે, તમારા Google એકાઉન્ટનું ઇમેઇલ અને પાસવર્ડ દાખલ કરો. YouTube માટે સાઇન અપ કર્યા પછી, બીજી Googleની સેવાઓ પર Google એકાઉન્ટ પર સાઇન ઇન કરવાથી તમે ઑટોમૅટિક રીતે YouTube પર સાઇન ઇન થશો.
  • તમારું Google એકાઉન્ટ ડિલીટ કરવાથી તમારો YouTube ડેટા ડિલીટ થશેજેમાં તમારા બધા વીડિયો, કૉમેન્ટ અને સબ્સ્ક્રિપ્શન શામેલ છે. તમારું Google એકાઉન્ટ ડિલીટ કરતા પહેલાં, તમારે ખાતરી કરવી પડશે કે તમે સમજો છો કે તમે YouTube સહિત બધી Googleની સેવાઓ પર કાયમી રીતે ડેટા ડિલીટ કરી રહ્યા છો.
કેટલીક વધુ જૂની, ઉપયોગમાં ન લેવાયેલી YouTube ચૅનલ (મે 2009 પહેલાં બનાવેલી) કદાચ Google એકાઉન્ટનો ભાગ ન પણ હોય. આ ચૅનલનો ઉપયોગ કરી શકાય તે પહેલાં તેને Google એકાઉન્ટમાં ઉમેરવાની જરૂર પડી શકે છે.

જ્યારે તમે તમારા Google એકાઉન્ટ વડે YouTube પર સાઇન ઇન કરો છો, ત્યારે તમે YouTubeની ઘણી સુવિધાઓનો લાભ લઈ શકો છો:

  • પસંદ કરેલા વીડિયો
  • મનપસંદ સાચવો
  • ચૅનલ સબ્સ્ક્રાઇબ કરો
  • પછી જુઓ
  • જોવાયાનો ઇતિહાસ
  • વીડિયોની જાણ કરો

YouTube તમે પસંદ કરેલા અને જોયેલા વીડિયોના અને તમારા સબ્સ્ક્રિપ્શનના આધારે વીડિયો સુઝાવોને મનગમતા પણ બનાવી શકે છે.

તમે ચૅનલ ન બનાવો ત્યાં સુધી, YouTube પર તમારી સાર્વજનિક હાજરી હશે નહીં. તમારી પ્રવૃત્તિ સંપૂર્ણપણે ખાનગી છે. જો તમે તમારા પોતાના વીડિયો અપલોડ કરવા માગતા હો, વીડિયો પર કૉમેન્ટ કરવા માગતા હો અથવા પ્લેલિસ્ટ બનાવવા માગતા હો, તો તમે કોઈ પણ સમયે YouTube ચૅનલ બનાવી શકો છો.

શું આ સહાયરૂપ હતું?

અમે તેને કેવી રીતે બહેતર બનાવી શકીએ?
Search
શોધ સાફ કરો
શોધ બંધ કરો
મુખ્ય મેનૂ
1534451998633693048
true
સહાયતા કેન્દ્ર શોધો
true
true
true
true
true
59
false
false