લાઇવ 360 ડિગ્રી વ્યૂવાળા વીડિયો માટે એન્કોડર સેટિંગ

360 ડિગ્રી વ્યૂવાળા વીડિયો થકી તમને વીડિયોમાં તલ્લીન કરી દેતો અનુભવ મેળવવામાં સહાય રહે છે. નોંધ લો કે તમે 360 ડિગ્રી લાઇવ સ્ટ્રીમનો ઉપયોગ ન કરો તો તમારા સ્ટ્રીમ માટે અલગ સેટિંગની જરૂર પડે છે.

હાલમાં YouTube 360 વીડિયો માટે માત્ર ઇક્વિરેક્ટેન્ગયુલર પ્રોજેક્શનને સપોર્ટ કરે છે.

તમારા એન્કોડરનું સેટઅપ કરો

તમે 360 ડિગ્રી વ્યૂવાળા વીડિયોનું લાઇવ સ્ટ્રીમ કરો ત્યારે તમારે તમારા એન્કોડિંગની વિશિષ્ટતાઓ બદલવી જરૂરી બનશે:

  1. YouTube Studioમાંથી, બનાવો અને પછી લાઇવ જાઓ પર ક્લિક કરો.
  2. સ્ટ્રીમ કરો પર ક્લિક કરીને હમણાં જ સ્ટ્રીમ કરવાનું શરૂ કરો. અથવા મેનેજ કરો પર ક્લિક કરીને શેડ્યૂલ અનુસારના સ્ટ્રીમમાં ફેરફાર કરો અથવા સ્ટ્રીમ કરવાનું શેડ્યૂલ બનાવો.
  3. 360° વીડિયો પર ટૉગલ કરો.
  4. તમારા એન્કોડરનું સેટઅપ કરો:
    1. તમે સ્ટ્રીમ કરી શકો તેમ હો તેટલું, સપોર્ટ અનુસારનું સૌથી ઊંચું રિઝોલ્યુશન અને બિટરેટ પસંદ કરો.
    2. લાઇવ 360 માટે 2160p અથવા 1440pના રિઝોલ્યુશનને પ્રાધાન્ય આપી શકાય.
    3. શ્રેષ્ઠ વીડિયો ક્વૉલિટી માટે 16:9 સાપેક્ષ ગુણોત્તર પસંદ કરો. સાપેક્ષ ગુણોત્તર વિશે વધુ જાણો.
  5. 360 ડિગ્રી લાઇવ સ્ટ્રીમ ન હોય તેમાં તમે જે રીતે સ્ટ્રીમ કરતા તે રીતે સ્ટ્રીમ કરવાનું શરૂ કરો.
તમારા કૅમેરા વડે YouTube સાથે સીધું સંકલન થતું હોય, તો તમારા કૅમેરા ઉત્પાદક તરફથી મળેલા નિર્દેશો ફૉલો કરો.

અમારો સુઝાવ છે કે તમે સાર્વજનિક લાઇવ સ્ટ્રીમ શરૂ કરતા પહેલાં તમારા 360 ડિગ્રી સ્ટ્રીમનું પરીક્ષણ કરી લો, જેથી તમે વિવિધ સેટ અપ અજમાવી જોઈ શકો. પરીક્ષણોમાં તમારા લાઇવ સ્ટ્રીમમાં હોય તેવા ઑડિયો અને હલનચલનનો સમાવેશ થવો જોઈએ. ઇવેન્ટ દરમિયાન, સાઉન્ડ અને વીડિયો ક્વૉલિટી મૉનિટર કરો અને ભૂલના મેસેજ રિવ્યૂ કરો.

સપોર્ટેડ પ્લૅટફૉર્મ

YouTube કમ્પ્યુટર પર Chrome, Firefox, MS Edge અને Opera બ્રાઉઝરમાં 360 ડિગ્રી વ્યૂવાળા વીડિયોના ઇન્જેશન અને પ્લેબૅકને સપોર્ટ કરે છે. 360 ડિગ્રી પ્લેબૅકને YouTube ઍપમાં પણ સપોર્ટ છે.

શું આ સહાયરૂપ હતું?

અમે તેને કેવી રીતે બહેતર બનાવી શકીએ?
Search
શોધ સાફ કરો
શોધ બંધ કરો
મુખ્ય મેનૂ
6400752558481094091
true
સહાયતા કેન્દ્ર શોધો
true
true
true
true
true
59
false
false