હૅશટૅગનો ઉપયોગ કરીને પ્લેલિસ્ટ અને વીડિયો શોધવા

હૅશટૅગ એ કીવર્ડ હોય છે જેમાં આગળ # પ્રતીક મૂકવામાં આવે છે. હૅશટૅગ તમને YouTube અને YouTube Music પર સમાન હૅશટૅગનો ઉપયોગ કરતા અન્ય વીડિયો અથવા પ્લેલિસ્ટ સાથે તમારા કન્ટેન્ટને સહેલાઈથી કનેક્ટ કરવાની મંજૂરી આપે છે. ઉપરાંત, હૅશટૅગ દર્શકો અને શ્રોતાઓને શોધ થકી સુસંગત કન્ટેન્ટ શોધવાની મંજૂરી આપે છે.

તમારા YouTube વીડિયો અથવા YouTube Music પ્લેલિસ્ટમાં હૅશટૅગ ઉમેરો

જ્યારે તમે વીડિયો અપલોડ કરો અથવા YouTube પર Short રેકોર્ડ કરો અથવા જ્યારે તમે YouTube Musicમાં પ્લેલિસ્ટ બનાવો ત્યારે તમે શીર્ષક અને વર્ણનમાં હૅશટૅગ ઉમેરી શકો છો.

YouTube પર તમારા વીડિયોમાં હૅશટૅગ ઉમેરવા માટે:

  1. શીર્ષક અથવા વર્ણનમાં # પ્રતીક દાખલ કરો અને પછી તમારા વીડિયો સાથે તમારે સાંકળવો હોય તે વિષય કે કીવર્ડ દાખલ કરીને શરૂઆત કરો. પછી અમારી સિસ્ટમ તમારા ઇનપુટના આધારે લોકપ્રિય હૅશટૅગ સૂચવશે.
  2. સમાન હૅશટૅગ વડે અન્યમાં તમારા વીડિયોનો પ્રચાર કરવા માટે ભલામણ કરવામાં આવેલા હૅશટૅગની પસંદગી કરો અથવા તમારા કન્ટેન્ટ માટે યોગ્ય હૅશટૅગ શોધવા માટે તમારું પોતાનું હૅશટૅગ બનાવો.

તમે વીડિયોના વર્ણનમાં ઉમેરો તે બધા હૅશટૅગમાંથી સૌથી વધુ આકર્ષક ગણાયેલા વધુમાં વધુ ત્રણ હૅશટૅગ તમારા વીડિયોના શીર્ષકની બાજુમાં દેખાશે. તમારા હૅશટૅગ હજુ પણ વીડિયોના વર્ણનમાં દેખાશે અને તમારા વીડિયો હજુ શોધ પરિણામોમાં દેખાઈ શકે છે. શીર્ષક અને વર્ણનમાંના હૅશટૅગ પરિણામોના પેજ સાથે લિંક થશે જે હૅશટૅગ શેર કરતા અન્ય વીડિયો દર્શાવશે.

YouTube Musicમાં તમારા પ્લેલિસ્ટમાં હૅશટૅગ ઉમેરવા માટે:

  1. લાઇબ્રેરી અને પછી પ્લેલિસ્ટ પસંદ કરો.
  2. તમારે જેમાં ફેરફાર કરવો હોય તે તમે બનાવેલું પ્લેલિસ્ટ શોધો.
  3. તમારા પ્લેલિસ્ટનું શીર્ષક બદલવા અથવા વર્ણન ઉમેરવા માટે વધુ ''અને પછી ફેરફાર કરો પસંદ કરો.
  4. પ્લેલિસ્ટના શીર્ષક અથવા વર્ણનમાં # પ્રતીક દાખલ કરો.

એકવાર પ્લેલિસ્ટના શીર્ષક અથવા વર્ણનમાં ઉમેરાયા પછી, હૅશટૅગ ક્લિક થઈ શકવાની ક્ષમતાવાળી લિંકની જેમ કાર્ય કરે છે. શીર્ષક અને વર્ણનમાંના હૅશટૅગ પરિણામોના પેજ સાથે લિંક થશે જે હૅશટૅગ શેર કરતા અન્ય વીડિયો અને પ્લેલિસ્ટ દર્શાવશે.

સુઝાવ આપેલા હૅશટૅગ:

જ્યારે તમે કોઈ Shortમાં ટેક્સ્ટ ઉમેરો અને હૅશટૅગ ઉમેરવાનું શરૂ કરો, ત્યારે તમને આ કન્ટેન્ટ પર સંબંધિત હૅશટૅગ લાગુ કરવામાં સહાય માટે સૂચનો દેખાશે. અગાઉ અપલોડ કરેલા કન્ટેન્ટના સૂચનો અને અમુક દેશોમાં દાખલ કરેલી ટેક્સ્ટ જેવા વિવિધ સિગ્નલના આધારે આ હૅશટૅગનો સુઝાવ આપવામાં આવે છે.

અગાઉ ઉપયોગમાં લીધેલા હૅશટૅગ સૂચનોની બાજુમાં ઘડિયાળનું આઇકન હશે, જે સૂચવશે કે તમે તેમનો અગાઉ ઉપયોગ કર્યો છે.

હૅશટૅગના ઉપયોગ સંબંધિત પૉલિસીઓ

YouTube પર અપલોડ કરેલા વીડિયોની જેમ જ, હૅશટૅગ અમારા સમુદાયના દિશાનિર્દેશોનું પાલન કરે તે જરૂરી છે. અમારી પૉલિસીઓનું ઉલ્લંઘન કરતા હૅશટૅગ તમારા કન્ટેન્ટની નીચે બતાવાશે નહીં અને કદાચ કાઢી નખાશે. હૅશટૅગનો ઉપયોગ કરતી વખતે નિમ્નલિખિત પૉલિસીઓને અનુસરવાની ખાતરી કરો:

  • કોઈ સ્પેસ નહીં: હૅશટૅગમાં કોઈ સ્પેસ હોતી નથી. જો તમે હૅશટૅગમાં બે શબ્દો રાખવા ઇચ્છતા હો, તો તમે તેમને જોડી શકો છો (#TwoWords, #twowords).
  • અતિશય ટૅગિંગ: એક જ વીડિયો કે પ્લેલિસ્ટમાં અતિશય ટૅગ ઉમેરશો નહીં. તમે જેટલા વધુ હૅશટૅગ ઉમેરશો, એટલા જ તે શોધનાર દર્શકો અને શ્રોતાઓ માટે ઓછા સુસંગત બનશે. જો વીડિયો કે પ્લેલિસ્ટમાં 60 કરતાં વધારે હૅશટૅગ હશે, તો અમે તે કન્ટેન્ટ પરના દરેક હૅશટૅગને અવગણીશું. અતિશય ટૅગિંગ કરવાના પરિણામે તમારા વીડિયોને તમારા અપલોડમાંથી અથવા શોધમાંથી કાઢી નાખવામાં આવશે.
  • ભ્રામક કન્ટેન્ટ: વીડિયો કે પ્લેલિસ્ટ સાથે સીધા સંબંધિત ન હોય તે હૅશટૅગ ઉમેરશો નહીં. ભ્રામક અથવા અસંગત હૅશટૅગના પરિણામે તમારો વીડિયો કે પ્લેલિસ્ટ કાઢી નાખવામાં આવી શકે છે. અમારી ભ્રામક મેટાડેટા સંબંધિત પૉલિસીઓ વિશે વધુ જાણો.
  • ઉત્પીડન: કોઈ વ્યક્તિ કે સમૂહનું ઉત્પીડન કરવા, અપમાન કરવા, ધમકાવવા, જાહેર કરવા અથવા ધમકી આપવા માટે હૅશટૅગ ઉમેરશો નહીં. આ પૉલિસીનું ઉલ્લંઘન કરવાના પરિણામે તમારો વીડિયો કે પ્લેલિસ્ટ કાઢી નાખવામાં આવશે. અમારી ઉત્પીડન અને સાઇબર ધમકી સંબંધિત પૉલિસીઓ વિશે વધુ જાણો.
  • દ્વેષયુક્ત ભાષણ: કોઈ વ્યક્તિ કે સમૂહ પ્રતિ હિંસા કે દ્વેષનો પ્રચાર કરતું કોઈ હૅશટૅગ ઉમેરશો નહીં. વંશીય, જાતીય અથવા અન્ય નિંદાયુક્ત અભિવ્યક્તિ ધરાવતા હૅશટૅગ ઉમેરશો નહીં. આ પૉલિસીનું ઉલ્લંઘન કરવાના પરિણામે તમારો વીડિયો કે પ્લેલિસ્ટ કાઢી નાખવામાં આવશે. અમારી દ્વેષયુક્ત ભાષણ સંબંધિત પૉલિસી વિશે વધુ જાણો.
  • જાતીય કન્ટેન્ટ: જાતીય અથવા સ્પષ્ટ અયોગ્ય હૅશટૅગ ઉમેરવાના પરિણામે તમારો વીડિયો કે પ્લેલિસ્ટ કાઢી નાખવામાં આવી શકે છે. જો કોઈ વીડિયો જાતીય રૂપે ઉત્તેજક હોવા માટે ઉદ્દેશિત હોય, તો YouTube તેને સ્વીકારે તેની સંભાવના ખૂબ ઓછી હોય છે. અમારી જાતીય કન્ટેન્ટ સંબંધિત પૉલિસી વિશે વધુ જાણો.
  • અભદ્ર ભાષા: તમારા હૅશટૅગમાં અપશબ્દો કે અપમાનજનક શબ્દોનો ઉપયોગ કરવાથી ઉંમર પ્રતિબંધ લાગુ થઈ શકે છે અથવા તમારો વીડિયો કે પ્લેલિસ્ટ કાઢી નાખવામાં આવી શકે છે.
  • હૅશટૅગ સિવાયના શબ્દો: હૅશટૅગ ઉમેરવાની મંજૂરી છે, (પણ) વર્ણનમાં સામાન્ય વર્ણનાત્મક ટૅગ કે પુનરાવર્તનકારી વાક્યો ઉમેરવા પર પ્રતિબંધ છે. જો તમે આ પૉલિસીનું ઉલ્લંઘન કરશો, તો તમારો વીડિયો કે પ્લેલિસ્ટ કાઢી નાખવામાં આવી શકે છે અથવા તેના પર કાયદાનો ભંગ કરવા બદલ દંડ થઈ શકે છે. અમારી ભ્રામક મેટાડેટા સંબંધિત પૉલિસીઓ વિશે વધુ જાણો.

શું આ સહાયરૂપ હતું?

અમે તેને કેવી રીતે બહેતર બનાવી શકીએ?
Search
શોધ સાફ કરો
શોધ બંધ કરો
મુખ્ય મેનૂ
15177260721632833510
true
સહાયતા કેન્દ્ર શોધો
true
true
true
true
true
59
false
false