ત્રીજા પક્ષની ઍપના અપલોડને લગતી સમસ્યાઓ ઉકેલવી

YouTube સેવા YouTube Data API સેવા v2 પરથી અપગ્રેડ થઈને YouTube Data API સેવા v3 થઈ છે. આ API નવી ટેક્નોલોજી છે જે ત્રીજા પક્ષની ઍપ ચાલુ કરવા અને તેમને YouTube સાથે એકીકૃત કરવા માટે સહાયરૂપ છે. ત્રીજા પક્ષની ઍપના ડેવલપરને વર્ષ 2014માં આ ફેરફાર વિશે માહિતગાર કરવામાં આવ્યા હતા જેથી તેમને અમારી નવી ટેક્નોલોજી અપનાવવા માટે પૂરતો સમય મળી રહે. અમે ત્યારથી તેમને અમે સપોર્ટ આપીએ છીએ તે નવી ટેક્નોલોજીના ઉપયોગથી કાર્ય કરવા માટે સહાય કરી છે.

મોટા ભાગની ત્રીજા પક્ષોની ઍપ YouTube Data API સેવા v3નો ઉપયોગ કરે છે, તેથી તમે YouTube પર અપલોડ કરવા માટે આ અપગ્રેડ થયેલી ત્રીજા પક્ષની ઍપના ઉપયોગની તમારી પદ્ધતિને કોઈ અસર નહીં થાય.

વધુ નવી YouTube Data API સેવા v3 ટેક્નોલોજી પર અપડેટ ન થઈ હોય તેવી ત્રીજા પક્ષની ઍપને YouTube પર વીડિયો અપલોડ કરતી વખતે સમસ્યા આવી શકે છે. તમે આ ઍપ મારફતે YouTube પર અપલોડ ન કરી શકો. 

નોંધ: ત્રીજા પક્ષની ઍપને પરવાનગીઓ આપતી વખતે તમને ફરી ખાતરી કરવાનું કહેવાય તેમ બની શકે છે.

અપલોડને લગતી સમસ્યાઓનું નિવારણ કરવું

જ્યારે તમે ત્રીજા પક્ષની ઍપમાં સાઇન ઇન કરતા હો ત્યારે જો તમને આવો સંદેશ મળે કે "વપરાશકર્તા નામ/પાસવર્ડના સંયોજનને નિષ્ફળતા મળી", તો તમારો વીડિયો અપલોડ કરવા માટે આ પગલાંનો ઉપયોગ કરો:

  1. ત્રીજા પક્ષની ઍપમાંથી વીડિયોની આયાત કરો.
  2. YouTube વેબસાઇટ અથવા YouTube મોબાઇલ ઍપનો ઉપયોગ કરીને વીડિયો અપલોડ કરો. 
તમે ત્રીજા પક્ષની ઍપને અપડેટ કરીને પણ પ્રયાસ કરી શકો છો. જો ડેવલપર YouTube Data API સેવા v3નો ઉપયોગ કરતી ઍપના અપગ્રેડ કરેલા વર્ઝનની ઑફર આપે તો અપડેટ કરવાથી સહાય મળી શકે છે. જો ઍપને અપડેટ કરવાથી સહાય ન મળે, તો તમે તમારા ત્રીજા પક્ષની ઍપના ડેવલપરનો સંપર્ક કરી શકો છો.

શું આ સહાયરૂપ હતું?

અમે તેને કેવી રીતે બહેતર બનાવી શકીએ?
Search
શોધ સાફ કરો
શોધ બંધ કરો
મુખ્ય મેનૂ
15732394010831339132
true
સહાયતા કેન્દ્ર શોધો
true
true
true
true
true
59
false
false