વીડિયો રિઝોલ્યુશન અને સાપેક્ષ ગુણોત્તર

YouTube પ્લૅટફૉર્મ અને વીડિયો ફૉર્મેટના આધારે વિવિધ સાપેક્ષ ગુણોત્તર સાથે વીડિયો બતાવે છે. YouTube વીડિયો પ્લેયર ઑટોમૅટિક રીતે દરેક વીડિયોના કદને અનુકૂળ બને છે.

તમારો વીડિયો કેવો દેખાશે

કમ્પ્યૂટર પર YouTube માટે સ્ટૅન્ડર્ડ સાપેક્ષ ગુણોત્તર 16:9 છે. જો તમારા વીડિયોનો સાપેક્ષ ગુણોત્તર જુદો હોય, તો પ્લેયર ઑટોમૅટિક રીતે તમારા વીડિયો અને દર્શકના ડિવાઇસ વચ્ચે મેળ બેસે તેવા આદર્શ કદનું બનશે.

કમ્પ્યૂટર બ્રાઉઝર પર 9:16ના વર્ટિકલ વીડિયો જેવા વીડિયો અને ડિવાઇસના અમુક સાપેક્ષ ગુણોત્તર માટે, YouTube આજુબાજુની વધારાની ખાલી જગ્યા ભરી શકે છે, જેથી સારામાં સારું દેખાય. આજુબાજુની ખાલી જગ્યા ડિફૉલ્ટ તરીકે સફેદ હોય છે અને ડાર્ક થીમ ચાલુ કરેલી હોય, ત્યારે ડાર્ક ગ્રે રંગની હોય છે.

શ્રેષ્ઠ પરિણામો મળી રહે તે માટે, સીધું તમારા વીડિયોમાં ખાલી જગ્યા કે કાળા પટ્ટા ઉમેરવાનું ટાળો. ખાલી જગ્યાને કારણે પ્લેયરને તમારા વીડિયોના કદ અને દર્શકના ડિવાઇસ અનુસાર ડાયનૅમિક રીતે બદલવાની YouTubeની ક્ષમતામાં અવરોધ ઊભો થાય છે.

રિઝોલ્યુશન અને સાપેક્ષ ગુણોત્તરનો સુઝાવ

ડિફૉલ્ટ 16:9ના સાપેક્ષ ગુણોત્તર માટે, આ રિઝોલ્યુશન પર એન્કોડ કરો:

  • 4320p (8k): 7680x4320
  • 2160p (4K): 3840x2160
  • 1440p (2k): 2560x1440
  • 1080p (HD): 1920x1080
  • 720p (HD): 1280x720
  • 480p (SD): 854x480
  • 360p (SD): 640x360
  • 240p (SD): 426x240
નોંધ: 2022માં, અમે 4K અને 8K વચ્ચેના રિઝોલ્યુશન પર પ્લેબૅક માટે સપોર્ટ દૂર કરવાનું શરૂ કર્યું. ઉદાહરણ તરીકે, અમે હવે 5K પર પ્લેબૅકને સપોર્ટ ન કરીએ તેમ બની શકે.

શું આ સહાયરૂપ હતું?

અમે તેને કેવી રીતે બહેતર બનાવી શકીએ?
Search
શોધ સાફ કરો
શોધ બંધ કરો
મુખ્ય મેનૂ
6048192500559798997
true
સહાયતા કેન્દ્ર શોધો
true
true
true
true
true
59
false
false