તમારો કલાકાર અવતાર સેટ કરો

કલાકાર તરીકે, YouTube પર તમારી ઘણી ચૅનલ હોઈ શકે જેમાં તમારી માલિકીની અને તમે સંચાલન કરતા હો તેવી ચૅનલ અથવા VEVO ચૅનલનો સમાવેશ થઈ શકે. કલાકારોને એકધારું બ્રાંડિંગ પ્રદાન કરવા માટે તમારી આધિકારિક ચૅનલના અવતાર તરીકે તમે જે છબી અપલોડ કરો છો તે જ તમારી અન્ય YouTube ચૅનલ અને પ્રોફાઇલનો અવતાર પણ બને છે.

તમારા અવતાર તરીકે શું દેખાય છે

તમારી સત્તાવાર ચૅનલનો અવતાર તે જ તમારી અન્ય YouTube ચૅનલ અને પ્રોફાઇલનો અવતાર પણ બને છે. તમારી સત્તાવાર ચૅનલ તરીકે તમે જે સેટ કર્યું હોય તેનો આધાર તમારી ચૅનલના પ્રકાર પર રહે છે:

  • માલિકી હોય અને સંચાલન કરતા હો તેવી ચૅનલ: તમારી ડિફૉલ્ટ સત્તાવાર ચૅનલ. આ અવતાર તેને અનુરૂપ તમારી બધી જ ચૅનલ પર દેખાશે.
  • VEVO ચૅનલ: માલિકી હોય અને સંચાલન કરતા હો તેવી ચૅનલ તમારી પાસે ન હોય તો તમારી VEVO ચૅનલમાંની છબી તમારો ડિફૉલ્ટ અવતાર બને છે. આ અવતાર તેને અનુરૂપ તમારી બધી જ ચૅનલ પર દેખાશે.
નોંધ: માલિકી હોય અને સંચાલન કરતા હો તેવી ચૅનલ અને VEVO ચૅનલ તમારી પાસે ન હોય તો તમારા માટે ઑટોમૅટિક રીતે પસંદ કરાયેલો અવતાર તમારે છબી તરીકે રહેશે.

તમારો અવતાર અપડેટ કરો

તમે શરૂ કરો તે પહેલાં: તમારી માલિકી હોય અને સંચાલન કરતા હો તેવી ચૅનલમાંની છબી તમારો ડિફૉલ્ટ અવતાર બને છે. તમારી સમગ્ર ચૅનલ પર તમારો અવતાર બદલવા માટે તમારી પાસે આધિકારિક કલાકાર ચૅનલ હોવી જરૂરી છે. તમે આધિકારિક કલાકાર ચૅનલ ન ધરાવતા હો તો તમારા લેબલ અથવા વિતરકનો સંપર્ક કરો.

એકવાર તમારી OAC સક્રિય થઈ જાય એટલે તમારી કલાકાર છબી અપડેટ કરવા માટે આ પગલાં ફૉલો કરો:

  1. YouTube પર સાઇન ઇન કરો.
  2. તમારી ચૅનલનું આઇકન બદલવાના પગલાં ફૉલો કરો. છબીઓ JPG, GIF અથવા PNG ફૉર્મેટમાં 1:1 સાપેક્ષ ગુણોત્તર અને 800 x 800px રિઝોલ્યુશન ધરાવતી હોવી જરૂરી છે.

તમામ ચૅનલ પર તમારા અવતારને અપડેટ થવામાં 24 કલાક કરતાં વધુ સમય લાગી શકે છે.

તમારી ચૅનલના બૅનર વિશે પ્રશ્નો છે? YouTube Music અને 'ટીવી પર YouTube'માં તમારી આધિકારિક કલાકાર ચૅનલનું બૅનર બદલવાની રીત જાણો.

શું આ સહાયરૂપ હતું?

અમે તેને કેવી રીતે બહેતર બનાવી શકીએ?
Search
શોધ સાફ કરો
શોધ બંધ કરો
મુખ્ય મેનૂ
6411769728604832165
true
સહાયતા કેન્દ્ર શોધો
true
true
true
true
true
59
false
false