YouTube પાર્ટનર મેનેજરનો ઓવરવ્યૂ

તમને YouTube ચૅનલનો મહત્તમ લાભ ઉઠાવવામાં મદદ કરવા માટે YouTube પાર્ટનર મેનેજર ટીમ છે. અમારો માત્ર-આમંત્રિત કરો પ્રોગ્રામ નિર્માતાઓને વિવિધ રીતે સપોર્ટ કરે છે. જે નિર્માતાઓ વૃદ્ધિ માટેની વ્યૂહરચનાઓ વિશે જાણવા માગતા હોય, તેઓ સરખા વિચારવાળા નિર્માતાઓ સાથે કનેક્ટ કરી શકે છે અથવા YouTube પર કોઈ જાણકાર વ્યક્તિ સાથે ચેટ કરવાથી તેમને ફાયદો થશે.

પાર્ટનર મેનેજર એટલે શું?

પાર્ટનર મેનેજરનું કામ નિર્માતાઓને તેમનું સામર્થ્ય અનલૉક કરવામાં સહાય કરવાનું છે. તમે પાર્ટનર મેનેજરને તમારા પોતાના વ્યક્તિગત YouTube નિષ્ણાત તરીકે વિચારી શકો છો.

આ માત્ર એવી કેટલીક રીતો છે કે જેના વડે પાર્ટનર મેનેજર તમને YouTube પર સફળ થવામાં સહાય કરી શકે છે:

  • સામસામે સપોર્ટ: પાર્ટનર મેનેજર નિયમિત રીતે તમને સામસામે મળે છે. તમે વ્યક્તિગત ચૅનલનાં લક્ષ્યાંકો નક્કી કરવા, ચૅનલ ઑપ્ટિમાઇઝેશનની વ્યૂહરચનાઓ વિશે વાત કરી શકો છો અથવા સફળ YouTube ચૅનલ ચલાવવા વિશેનાં તમારા પ્રશ્નો પૂછી શકો છો.
  • નિર્માતા ઇવેન્ટ an; વર્કશોપનું એકમાત્ર આમંત્રણ: પાર્ટનર મેનેજર વડે તમે YouTube એ સ્પૉન્સર કરેલા ઇવેન્ટ અને શૈક્ષણિક વર્કશોપ પર સરખા વિચાર ધરાવતા નિર્માતાઓ સાથે કનેક્ટ કરવા માટેનાં ચાલુ આમંત્રણો મેળવવાની અપેક્ષા રાખી શકો છો.
  • સૌપ્રથમ નવા નિર્માતા પ્રોગ્રામ અને ઑફરિંગ જુઓ: નવી YouTube સુવિધાઓનું ઍક્સેસ અથવા પ્રયોગાત્મક પાયલટ પ્રોગ્રામમાં ભાગ લેવા જેવા નવા નિર્માતા પ્રોગ્રામ વિશે બધાની પહેલાં જાણકારી મેળવો.

અમારા પાર્ટનર મેનેજમેન્ટ પ્રોગ્રામમાં માત્ર આમંત્રણ વડે જ જોડાઈ શકાય છે, મર્યાદિત સમય માટેનો લાભ. અમે તેને અમારા યોગ્યતાના માપદંડ પૂરા કરનારી કેટલીક ચૅનલોને 6 મહિના માટે ઑફર કરીએ છીએ. અમે ચૅનલના કદ, ચૅનલની પ્રવૃત્તિ, અને YouTube સમુદાયના દિશાનિર્દેશોના પાલન મુજબ પાર્ટનરની યોગ્યતા નક્કી કરીએ છીએ. વધુ જાણો

YouTube નિર્માતાઓની વેબસાઇટ પર પાર્ટનર મેનેજર હોવાના ફાયદા વિશે વધુ જાણો.

YouTube ભાગીદારી ટીમ વિશે સામાન્ય પ્રશ્નો

કોણ Partner Manager મેળવી શકે?
અમારા પાર્ટનર મેનેજર પ્રોગ્રામમાં હાલ માત્ર આમંત્રણ વડે જ જોડાઈ શકાય છે.
સામાન્ય રીતે, અમે એ ચૅનલો સાથે કામ કરીએ છીએ, જે:
  • પાર્ટનર મેનેજર ઉપલ્બધ હોય, તેવા દેશો અને પ્રદેશોમાં સ્થિત હોય
  • YouTube પાર્ટનર મેનેજર પ્રોગ્રામમાં હોય
  • વૃદ્ધિ માટેનું સામર્થ્ય હોય
  • સમુદાયના દિશાનિર્દેશોની કોઈ સ્ટ્રાઇક ન હોય
  • એક કરતાં વધું ઉકલે ન થયેલ કૉપિરાઇટ સ્ટ્રાઇક ન હોય
  • અમારા જાહેરાતકર્તા માટે ઉપયોગી દિશાનિર્દેશોનું પાલન કરતી હોય
પાર્ટનર મેનેજર પ્રોગ્રામ માટે ક્યા દેશો અને પ્રદેશો યોગ્યતા ધરાવે છે?
જો તમે નીચેના દેશો અને પ્રદેશોમાં હો, તો તમે પાર્ટનર મેનેજર માટે યોગ્યતા ધરાવતા હોઈ શકો છો:
  • આર્જેન્ટીના
  • ઑસ્ટ્રેલિયા
  • ઑસ્ટ્રિયા
  • બેહરીન
  • બેલારુસ
  • બેલ્જિયમ
  • બ્રાઝિલ
  • કેનેડા
  • ચીન
  • ડેનમાર્ક
  • ઇજિપ્ત
  • ફિનલૅન્ડ
  • ફ્રાન્સ
  • જર્મની
  • હોંગ કોંગ
  • આઇસલૅન્ડ
  • ભારત
  • ઇન્ડોનેશિયા
  • ઈરાન
  • ઇરાક
  • આયર્લૅન્ડ
  • ઇટાલી
  • જાપાન
  • જોર્ડન
  • કઝાખસ્તાન
  • કોરિયા
  • કુવૈત
  • લેબનોન
  • મેક્સિકો
  • મોરોક્કો
  • ન્યૂઝીલૅન્ડ
  • નૉર્વે
  • ઓમાન
  • ફિલિપિન્સ
  • પોલૅન્ડ
  • પોર્ટુગલ
  • રશિયા
  • સાઉદી અરેબિયા
  • સ્પેઇન
  • સ્વીડન
  • સ્વિટ્ઝરલૅન્ડ
  • તાઇવાન
  • થાઇલેંડ
  • નેધર્લૅન્ડ્સ
  • તુર્કી
  • યુક્રેન
  • સંયુક્ત અરબ અમીરાત
  • યુનાઇટેડ કિંગડમ
  • યુનાઇટેડ સ્ટેટ્સ
  • વિયેતનામ
  • યેમેન
શું પાર્ટનર મેનેજરની કોઈ કિંમત ચૂકવવી પડે છે?
ના, તમારે પાર્ટનર મેનેજરની કોઈ કિંમત ચૂકવવી પડતી નથી.
હું MCN (મલ્ટિ-ચૅનલ નેટવર્ક) સાથે જોડાયેલ છું, તો પણ શું હું સાઇન અપ કરી શકું?
હા, MCN સાથે જોડાયેલા નિર્માતાઓન પણ પાર્ટનર મેનેજર સોંપી શકાય છે.
મારા ધ્યાને આવ્યું છે કે હું યોગ્યતા ધરાવતો નથી. મારે શું કરવું જોઈએ?
તમારી ચૅનલને વધારવા માટે ઘણાં સંસાધનો છે કે જેને તમે વાપરી શકો છો: વર્કશોપ, YouTube પૉપ-અપ સ્પેસ, અને બીજું ઘણું! તમારા માટે શું ઉપલબ્ધ છે, તે જોવા માટે નિર્માતા કેન્દ્ર અજમાવી જુઓ.
મને મળનારા ઇમેઇલ ખરેખર YouTubeમાંથી આવે છે, તે હું કેવી રીતે જાણી શકું?
અમે જાણીએ છીએ કે ઘણાં લોકો તમારી ચૅનલ વિશે તમારો સંપર્ક કરતા હશે. તમે આ રીતે જાણી શકો છો કે ઇમેઇલ ખરેખર YouTube ટીમ તરફથી છે:
  • ઇમેઇલનું ડોમેન તપાસો: ખાતરી કરો કે ઇમેઇલ @google.com, @youtube.com, અથવા @partnerships.withyoutube.com ઇમેઇલ એડ્રેસ પરથી આવ્યો છે. બીજા કોઈ પણ ડોમેન પરથી આવેલા ઇમેઇલ કે જેમાં તે YouTube કે Google દ્વારા મોકલ્યા હોવાનો દાવો કરે છે, તે નકલી હોઈ શકે છે.
  • લિંક તપાસો: એ ખાતરી કરો કે લિંકનાં URL અથવા ઇમેઇલમાં શામેલ કરેલાં ફોર્મના છેલ્લે youtube.com, withgoogle.com, withyoutube.com, youtube.secure.force.com, કે youtube.force.com આવે છે.

શું આ સહાયરૂપ હતું?

અમે તેને કેવી રીતે બહેતર બનાવી શકીએ?
Search
શોધ સાફ કરો
શોધ બંધ કરો
મુખ્ય મેનૂ
12064003154309711835
true
સહાયતા કેન્દ્ર શોધો
true
true
true
true
true
59
false
false