મલ્ટિ-ચૅનલ નેટવર્ક (MCN) ઑપરેશન મેન્યુઅલ

સમસ્યા નિવારણ ચૅનલના આમંત્રણને લગતી સમસ્યાઓ

આ સુવિધાઓ ફક્ત YouTube Studioના કન્ટેન્ટ મેનેજરનો ઉપયોગ કરતા પાર્ટનર માટે ઉપલબ્ધ છે. ઍક્સેસ મેળવવા માટે YouTube પાર્ટનર મેનેજરનો સંપર્ક કરો.

જો તમે ચૅનલને આમંત્રણો મોકલતી વખતે ભૂલનો મેસેજ જુઓ, તો નીચેના પગલાં વડે મુશ્કેલી નિવારણ કરવાનો પ્રયાસ કરો.

ચૅનલ કન્ટેન્ટના બીજા માલિકને સોંપાયેલી છે

જો તમને “આ વપરાશકર્તા પહેેલેથી જ કન્ટેન્ટના બીજા માલિકને સોંપાયેલા છેમાલિકનું નામ: વપરાશકર્તાનું નામ”, તો તેનો અર્થ થાય છે કે વપરાશકર્તા પહેલેથી જ બીજા MCN સાથે લિંક છે, દાખલા તરીકે.

વપરાશકર્તાને તમારા નેટવર્ક પર આમંત્રિત કરવામાં આવે તે પહેલાં તેમની માટે તે કન્ટેન્ટના માલિકથી ચૅનલને અનલિંક કરવી જરૂરી છે.

ચૅનલ નિષ્ક્રિય કન્ટેન્ટ માલિકને સોંપેલી છે

જો તમને “આ વરાશકર્તાને પહેલેથી જ અન્ય કોઈ નિષ્ક્રિય કન્ટેન્ટ માલિક: વપરાશકર્તાનું નામને સોંપવામાં આવ્યા છે” એવું જણાવતો મેસેજ જોવા મળે, તો એનું કારણ એ હોઈ શકે કે કન્ટેન્ટના માલિક દ્વારા ક્યારેય તેમના YouTube માટે AdSense એકાઉન્ટને સાંકળવાનું પૂર્ણ કરવામાં આવ્યું નથી.

વપરાશકર્તાને તમારા નેટવર્ક પર આમંત્રિત કરવામાં આવે તે પહેલાં તેમની માટે તે કન્ટેન્ટના માલિકથી ચૅનલને અનલિંક કરવી જરૂરી છે.

નિષ્ક્રિય કન્ટેન્ટ માલિકો YouTube માટે AdSense એકાઉન્ટ લિંક કરવાની સૂચનાઓ અનુસરીને YouTube માટે AdSense એકાઉન્ટ સક્રિય કરવાનું પૂર્ણ કરી શકે છે.

વપરાશકર્તાના નામ સંબંધિત સમસ્યાઓ

જો તમને નીચેનામાંથી કોઈ ભૂલનો મેસેજ દેખાય, તો વપરાશકર્તાના નામમાં એવી સમસ્યા હોઈ શકે કે જેને તમારા નેટવર્કમાં ચૅનલને આમંત્રિત કરી શકો, તેની પહેલાં ઉકેલવાની જરૂર પડી શકે છે.

  • “આ વપરાશકર્તાનું નામ/બાહ્ય આઇડી અમાન્ય છે: વપરાશકર્તાનું નામ
  • “આ વપરાશકર્તાએ હજી YouTube ચૅનલ બનાવી નથી અને તેને લિંક કરી શકાતા નથી: વપરાશકર્તાનું નામ
  • “આ વપરાશકર્તાને લિંક કરી શકાતા નથી કારણ કે તે Google એકાઉન્ટ સાથે જોડાયેલા નથી વપરાશકર્તાનું નામ

જો વપારશકર્તાનું નામ વપરાશકર્તાના વાસ્તવિક નામને સંબંધિત નથી, તો તેને અમાન્ય માનવામાં આવે છે.

યાદ રાખો કે Google+ પેજ કે Google+ પ્રોફાઇલો વડે બનાવેલી ચૅનલોમાં કદાચ પરંપરાગત વપરાશકર્તાના નામ ન પણ હોય, પરંતુ “બાહ્ય ID”, જેને ચૅનલ પર જઈને અને URLમાં "UC" પછી 15 અક્ષરો કૉપિ કરીને શોધી શકાય છે, તેને વાપરી શકાય છે.

આમંત્રણો પહેલેથીજ મોકલી દીધા છે

જો તમને, “આ વપરાશકર્તાને પહેલેથી જ તમે આમંત્રિત કર્યા છે: વપરાશકર્તાનું નામ” જણાવતો મેસેજ દેખાય, તમે ચૅનલને તેમની ચૅનલનું ડૅશબોર્ડ તપાસવા અને તમારું આમંત્રણ સ્વીકારવા કહી શકો છો.

જો તમને “આ વપરાશકર્તાને તમે પહેલેથી જ મેનેજ કરો છો: વપરાશકર્તાનું નામ” જણાવતો મેસેજ દેખાય, તો તેનો અર્થ થાય છે કે ચૅનલ પહેલેથી જ તમારા કન્ટેન્ટ મેનેજર સાથે લિંક છે.

શું આ સહાયરૂપ હતું?

અમે તેને કેવી રીતે બહેતર બનાવી શકીએ?
true
Search
શોધ સાફ કરો
શોધ બંધ કરો
મુખ્ય મેનૂ
17405658247419163513
true
સહાયતા કેન્દ્ર શોધો
true
true
true
true
true
59
false
false