તમારી Premiumની મેમ્બરશિપ રદ કરવા વિશે જાણકારી

YouTube Premium અને YouTube Music Premium સબ્સ્ક્રાઇબર તેમની સશુલ્ક મેમ્બરશિપ દરમિયાન ગમે ત્યારે તેને થોભાવી શકે છે અથવા ફરી શરૂ કરી શકે છે. તમે વાર્ષિક પ્લાન પર અથવા કૌટુંબિક પ્લાન પણ સ્વિચ કરી શકો છો.

તમારી સશુલ્ક મેમ્બરશિપ જોવા અને મેનેજ કરવા માટે નીચેનું બટન દબાવો. પછી, તમારી YouTube Premium કે YouTube Music Premium મેમ્બરશિપ રદ કરવા માટે આ લેખમાં આપેલા પગલાં અનુસરો.

જો તમે તમારો iPhone કે iPad વાપરીને ખરીદી કરી હોય અથવા Apple વડે; YouTubeની સશુલ્ક મેમ્બરશિપ માટે સાઇન અપ કર્યું હોય, તો તમારે રિફંડની વિનંતી કરવા માટે Apple સપોર્ટનો સંપર્ક કરવો પડશે. Appleની રિફંડ પૉલિસી લાગુ પડશે.

તમે અજમાયશ દરમિયાનત તમારી મેમ્બરશિપ રદ કરી શકો છો. જો તમે રદ કરવાનું પસંદ કરો છો, તો અજમાયશનાં અંતે તમારી અજમાયશની મેમ્બરશિપ શુલ્કવાળા સબ્સ્ક્રિપ્શનમાં રોલઓવર થશે નહીં. અજમાયશની અવધિ પૂરી થાય ત્યાં સુધી તમે ઍક્સેસ મેળવવાનું ચાલુ રાખશો.

તમારી સશુલ્ક મેમ્બરશિપ રદ કરવા માટે

  1. તમારા પ્રોફાઇલ ફોટો અને પછી સશુલ્ક મેમ્બરશિપ પર ટૅપ કરો.
  2. તમે જે મેમ્બરશિપ રદ કરવા માગતા હોવ, તેના પર ટૅપ કરો.
  3. Apple સબ્સ્ક્રિપ્શન મેનેજ કરો પર ટૅપ કરો.
  4. તમારી મેમ્બરશિપ પર ટેપ કરો.
  5. રદ કરો પર ટૅપ કરો.
નોંધ:

જો તમે YouTube iOS ઍપમાંથી જોડાયા હોવ, તો તમે Apple એકાઉન્ટમાંથી તમારી સશુલ્ક મેમ્બરશિપ રદ કરી શકો છો.
 

જે iOS વપરાશકર્તાઓને Google મારફત બિલ આપવમાં આવે છે, તેઓએ iOS સિવાયનું ડિવાઇસ (દાખલા તરીકે કમ્પ્યુટર) વાપરીને રદ કરવાની જરૂર પડશે.
 

જ્યારે તમે YouTubeના ચુકવણી કરેલા મેમ્બર બનો છો ત્યારે તમે રદ ન કરો ત્યાં સુધી દરેક નવી બિલિંગ સાઇકલની શરૂઆતમાં તમને ઑટોમેટિક મેમ્બરશિપનું શુલ્ક લગાવવામાં આવશે.
 

જ્યારે તમે તમારી મેમ્બરશિપ રદ કરો, ત્યારે જો તમે ફરીથી સબ્સ્ક્રાઇબ નહીં કરો, તો તમારી પાસેથી ફરીથી શુલ્ક વસૂલવામાં આવશે નહીં. તમારા YouTube સશુલ્ક સભ્યના લાભ બિલિંગ અવધિના અંત સુધી ચાલુ રહેશે.
 

જે વપરાશકર્તાઓને Apple મારફત બિલ આપવામાં આવે છે, તેમને સશુલ્ક મેમ્બરશિપ થોભાવવાની અને ફરી શરૂ કરવાની સુવિધા ઉપલબ્ધ નથી.

Google Play Store રિફંડ

જો તમને Pixel Passના સબ્સ્ક્રિપ્શન મારફતે YouTube Premium મળ્યું હોય, તો તમારું એકાઉન્ટ મેનેજ કરવાની રીત વિશે અહીં વધુ જાણો.
વર્ષ 2022થી, Android પરથી સાઇન અપ કરનારા નવા YouTube Premium અને Music Premium સબ્સ્ક્રાઇબરોને Google Play દ્વારા બિલ આપવામાં આવશે. આ ફેરફારથી વર્તમાન સબ્સ્ક્રાઇબરોને કોઈ અસર થશે નહીં. તાજેતરનાં ફેરફારો જોવા અને તમને કેવી રીતે બિલ આપવામાં આવે છે, તે જોવા માટે તમે pay.google.comની મુલાકાત લઈ શકો છો. Google Play વડે કરેલી ખરીદીના રિફંડની વિનંતી કરવા માટે, અહીં દર્શાવેલા પગલાં અનુસરો.

શું આ સહાયરૂપ હતું?

અમે તેને કેવી રીતે બહેતર બનાવી શકીએ?
Search
શોધ સાફ કરો
શોધ બંધ કરો
મુખ્ય મેનૂ
13465780804165522939
true
સહાયતા કેન્દ્ર શોધો
true
true
true
true
true
59
false
false