તમારી Premiumની મેમ્બરશિપ રદ કરવા વિશે જાણકારી

YouTube Premium અને YouTube Music Premium સબ્સ્ક્રાઇબર તેમની સશુલ્ક મેમ્બરશિપ દરમિયાન ગમે ત્યારે તેને થોભાવી શકે છે અથવા ફરી શરૂ કરી શકે છે. તમે વાર્ષિક પ્લાન પર અથવા કૌટુંબિક પ્લાન પણ સ્વિચ કરી શકો છો.

તમારી સશુલ્ક મેમ્બરશિપ જોવા અને મેનેજ કરવા માટે નીચેનું બટન દબાવો. પછી, તમારી YouTube Premium કે YouTube Music Premium મેમ્બરશિપ રદ કરવા માટે આ લેખમાં આપેલા પગલાં અનુસરો.

જો તમે તમારો iPhone કે iPad વાપરીને ખરીદી કરી હોય અથવા Apple વડે; YouTubeની સશુલ્ક મેમ્બરશિપ માટે સાઇન અપ કર્યું હોય, તો તમારે રિફંડની વિનંતી કરવા માટે Apple સપોર્ટનો સંપર્ક કરવો પડશે. Appleની રિફંડ પૉલિસી લાગુ પડશે.

તમે અજમાયશ દરમિયાનત તમારી મેમ્બરશિપ રદ કરી શકો છો. જો તમે રદ કરવાનું પસંદ કરો છો, તો અજમાયશનાં અંતે તમારી અજમાયશની મેમ્બરશિપ શુલ્કવાળા સબ્સ્ક્રિપ્શનમાં રોલઓવર થશે નહીં. અજમાયશની અવધિ પૂરી થાય ત્યાં સુધી તમે ઍક્સેસ મેળવવાનું ચાલુ રાખશો.

તમારી સશુલ્ક મેમ્બરશિપ રદ કરવા માટે

  1. youtube.com/paid_memberships પર જાઓ.
  2. મેમ્બરશિપ મેનેજ કરો પર ક્લિક કરો.​
  3. નિષ્ક્રિય કરો પર ક્લિક કરો.
  4. રદ કરવા માટે ચાલુ રાખો પર ક્લિક કરો.
  5. રદ કરવા માટેનું તમારું કારણ પસંદ કરો પછી આગળ પર ક્લિક કરો.
  6. હા, રદ કરો પર ક્લિક કરો.

હમણાં રદ કરો

શું રદ કરવામાં મુશ્કેલી આવી રહી છે?

નીચેનામાંથી કોઈ તમને લાગુ પડે છે કે નહીં, તે તપાસો:
  1. તમને Apple દ્વારા બિલ આપવામાં આવ્યું છે. જો તમે YouTube iOS ઍપમાંથી જોડાયા હોવ, તો તમે Apple એકાઉન્ટમાંથી તમારી સશુલ્ક મેમ્બરશિપ રદ કરી શકો છો.
  2. તમને Google Play દ્વારા બિલ આપવામાં આવે છે. જો તમને Google Play સબ્સ્ક્રિપ્શન મારફત તમારી સશુલ્ક મેમ્બરશિપનું ઍક્સેસ હોય , તો તમે તમારાGoogle Play સેટિંગમાંથી રદ કરી શકો છો.
  3. તમે પહેલેથી જ તમારો ઇતિહાસ રદ કર્યો છે. તમે youtube.com/paid_memberships પર તમારા એકાઉન્ટના સશુલ્ક મેમ્બરશિપ વિભાગ પર ચેક કરીને પુષ્ટિ કરી શકો છો.
નોંધ:

જ્યારે તમે YouTubeના ચુકવણી કરેલા મેમ્બર બનો છો ત્યારે તમે રદ ન કરો ત્યાં સુધી દરેક નવી બિલિંગ સાઇકલની શરૂઆતમાં તમને ઑટોમેટિક મેમ્બરશિપનું શુલ્ક લગાવવામાં આવશે.
 

જ્યારે તમે તમારી મેમ્બરશિપ રદ કરો, ત્યારે જો તમે ફરીથી સબ્સ્ક્રાઇબ નહીં કરો, તો તમારી પાસેથી ફરીથી શુલ્ક વસૂલવામાં આવશે નહીં. YouTubeની તમારી સશુલ્ક મેમ્બરશિપના લાભ બિલિંગ અવધિના અંત સુધી ચાલુ રહેશે.

Google Play Store રિફંડ

જો તમને Pixel Passના સબ્સ્ક્રિપ્શન મારફતે YouTube Premium મળ્યું હોય, તો તમારું એકાઉન્ટ મેનેજ કરવાની રીત વિશે અહીં વધુ જાણો.
વર્ષ 2022થી, Android પરથી સાઇન અપ કરનારા નવા YouTube Premium અને Music Premium સબ્સ્ક્રાઇબરોને Google Play દ્વારા બિલ આપવામાં આવશે. આ ફેરફારથી વર્તમાન સબ્સ્ક્રાઇબરોને કોઈ અસર થશે નહીં. તાજેતરનાં ફેરફારો જોવા અને તમને કેવી રીતે બિલ આપવામાં આવે છે, તે જોવા માટે તમે pay.google.comની મુલાકાત લઈ શકો છો. Google Play વડે કરેલી ખરીદીના રિફંડની વિનંતી કરવા માટે, અહીં દર્શાવેલા પગલાં અનુસરો.

શું આ સહાયરૂપ હતું?

અમે તેને કેવી રીતે બહેતર બનાવી શકીએ?
Search
શોધ સાફ કરો
શોધ બંધ કરો
મુખ્ય મેનૂ
15149519648868722935
true
સહાયતા કેન્દ્ર શોધો
true
true
true
true
true
59
false
false