તમે તમારી વ્યક્તિગત માહિતી કન્ફર્મ ન કરી હોવાથી ચુકવણી પર રોક

એવા કેટલાક પ્રસંગો હોય છે જ્યારે અમે તમારી વ્યક્તિગત માહિતી માટે તમારો સંપર્ક કરી શકીએ. એવો એક પ્રસંગ એટલે જ્યારે AdSenseની ચુકવણીઓની ટીમને તમારી ઓળખ કન્ફર્મ કરવા માટે તમે અમુક માહિતી સબમિટ કરો તેવી જરૂર હોય. આમ થાય ત્યારે, તમે આ માહિતી કન્ફર્મ ન કરો ત્યાં સુધી તમારા AdSense એકાઉન્ટ પર કામચલાઉ રીતે ચુકવણી પર રોક મુકાશે.

મને અસર થાય છે કે કેમ તે મને કેવી રીતે ખબર પડે?

આ ચુકવણી પર રોકથી તમને અસર થતી હોય તો:

  • તમે તમારા AdSense એકાઉન્ટના "ચુકવણીઓ > સેટિંગ" વિભાગમાં સ્પષ્ટ કરેલા ઇમેઇલ ઍડ્રેસ પર અમે ઇમેઇલ મોકલીશું. આ ઇમેઇલ ચુકવણીઓની ટીમ તરફથી આવશે અને Google ઇમેઇલ ઉપનામમાંથી મોકલાશે. આ ઇમેઇલમાં અમે તમને અમુક વ્યક્તિગત માહિતી આપવાનું જણાવીશું.
  • તમારા એકાઉન્ટ પર ચુકવણી પર રોક લાગી હોવાનું જણાવતું, સમસ્યાની અલર્ટનું નોટિફિકેશન તમને તમારા AdSense એકાઉન્ટમાં દેખાશે.
  • તમારા વ્યવહારોના પેજ પર તમને દેખાશે કે તમને એક ચુકવણી મોકલાઈ છે પરંતુ તમારા એકાઉન્ટ પર ચુકવણી પર રોક પણ છે.

સામાન્ય પ્રશ્નો

મને અસર થઈ હોય તો મારે શું કરવું જોઈએ? ચુકવણી પર રોકમાંથી મારે કેવી રીતે બહાર નીકળવું?
તમને Google ઇમેઇલ ઉપનામ મારફતે Google ચુકવણીઓની ટીમ તરફથી ઇમેઇલ ન મળે, તો તમારે કંઈ જ કરવું જરૂરી નથી. તમને તમારા એકાઉન્ટમાં ચુકવણી પર રોકનું લાલ રંગનું નોટિફિકેશન દેખાય પરંતુ તમને Google ચુકવણીની ટીમ તરફથી ઇમેઇલ ન મળ્યો હોય, તો કૃપા કરીને નોટિફિકેશનમાં આપેલા બટન મારફતે અમારો સંપર્ક કરો.

તમને Google ઇમેઇલ ઉપનામ મારફતે Google ચુકવણીઓની ટીમ તરફથી તમને તમારી વ્યક્તિગત માહિતીની ચકાસણીનું કહેતો ઇમેઇલ મળે, તો કૃપા કરીને નીચેના પગલાં લો:

  1. સીધો ઇમેઇલને જવાબ આપો.
  2. બધી જરૂરી માહિતી અથવા અમુક કિસ્સાઓમાં, તમારા દસ્તાવેજોની કૉપિ આપો.

કૃપા કરીને 5 કામકાજી દિવસની અંદર બધી જરૂરી માહિતી સાથે ઇમેઇલનો જવાબ આપો. નોંધ લો કે તમે આ માહિતી નહીં આપો ત્યાં સુધી તમને કોઈ ચુકવણી મળશે નહીં.

તમે મારી પાસેથી આ માહિતી શા માટે લઈ રહ્યા છો?
ક્યારેક Googleની બેંક (અથવા મધ્યસ્થી બેંક) માટે AdSense વિતરણ પ્રક્રિયા પૂરી કરવા તમારી વ્યક્તિગત માહિતીની ચકાસણી કરાવવી જરૂરી હોય છે. Google જન્મતારીખ, રાષ્ટ્રીયતા વગેરે જેવી પબ્લિશરની માહિતી સ્ટોર કરતું નથી, આથી ચુકવણી પર પ્રક્રિયા કરતા પહેલાં જ્યારે કોઈ બેંકને આ માહિતીની ચકાસણી કરવી જરૂરી હોય ત્યારે અમે તમારો સંપર્ક કરીશું.

નોંધ લો કે આ ચુકવણી પર રોકની અસર બધા પબ્લિશરને થતી નથી. કપટનો ઊંચો દર ધરાવતા દેશોમાં આ પ્રક્રિયા વધુ સામાન્ય હોય છે.

તમે મારી પાસેથી કઈ માહિતી માંગી રહ્યા છો?
અમે નીચેનામાંથી કંઈ પણ અથવા બધું જ કન્ફર્મ કરવાનું તમને કહી શકીએ:
  • તમારી જન્મતારીખ
  • તમારા જન્મનો દેશ
  • તમારા એકાઉન્ટમાં સૂચિબદ્ધ થયેલા નાણાં મેળવનારનું આખું નામ
  • તમારું સરનામું
  • તમારી રાષ્ટ્રીયતા
  • તમારો પાસપોર્ટ નંબર
  • તમારો રાષ્ટ્રીય ઓળખ નંબર

અમે નીચેનામાંથી કંઈ પણ અથવા બધાની કૉપિ આપવાનું તમને કહી શકીએ:

  • તમારો પાસપોર્ટ અથવા અન્ય સરકાર દ્વારા જારી કરાયેલ ID
  • સરનામાનો પુરાવો (દા.ત., યુટિલિટી બિલ, બેંક સ્ટેટમેન્ટ)
હું મારી વ્યક્તિગત માહિતી આપું પછી શું થાય છે?
એકવાર તમે જરૂરી માહિતી આપી દો અને તેની ચકાસણી થઈ જાય તે પછી માહિતી માગનારી બેંક ચુકવણી પ્રક્રિયા પૂરી કરશે અને તમારા એકાઉન્ટ પરથી ચુકવણી પર રોક કાઢી નખાશે.
મારી વ્યક્તિગત માહિતી શેર કરાય છે?
કૃપા કરીને નોંધ લો કે તમે અમારી સાથે શેર કરેલી માહિતી ચુકવણી પ્રક્રિયા પૂરી કરવા માટે ત્રીજા પક્ષ (અમારી બેંક અથવા મધ્યસ્થી બેંક) સાથે શેર કરી શકાય છે. જરૂરી માહિતી સાથે અમારા ઇમેઇલનો જવાબ આપીને તમે સ્વીકારો છો અને સંમત થાઓ છો કે આ માહિતી ત્રીજા પક્ષ (અમારી બેંક અથવા મધ્યસ્થી બેંક) સાથે શેર કરી શકાય છે. અમારી પ્રાઇવસી પૉલિસીઓ વિશે તમારે વધુ જાણવું હોય, તો કૃપા કરીને Google પ્રાઇવસી પૉલિસી જુઓ.
યાદ રાખો:
  • અમારો ઇમેઇલ હંમેશાં સત્તાવાર Google ઇમેઇલ ઉપનામ તરફથી આવશે. ઉદાહરણ તરીકે, account-compliance@google.com. તે paymentsgoogle@gmail.com જેવા ઇમેઇલ ઍડ્રેસ તરફથી નહીં આવે.
  • અમે ક્યારેય તમારી પાસેથી તમારા બેંક એકાઉન્ટની વિગતો નહીં માગીએ, આથી આવું માગતા કોઈપણ કપટપૂર્ણ ઇમેઇલ બાબતે સજાગ રહો.

શું આ સહાયરૂપ હતું?

અમે તેને કેવી રીતે બહેતર બનાવી શકીએ?
Search
શોધ સાફ કરો
શોધ બંધ કરો
મુખ્ય મેનૂ
6533763169436196889
true
સહાયતા કેન્દ્ર શોધો
true
true
true
true
true
59
false
false