શામેલ કરવા પર પ્રતિબંધ

આ સુવિધાઓ ફક્ત YouTube Studioના કન્ટેન્ટ મેનેજરનો ઉપયોગ કરતા પાર્ટનર માટે ઉપલબ્ધ છે. ઍક્સેસ મેળવવા માટે YouTube પાર્ટનર મેનેજરનો સંપર્ક કરો.

ડિફૉલ્ટ તરીકે, કન્ટેન્ટ મેનેજરના વપરાશકર્તાઓ YouTube વીડિયોને તેમની વેબસાઇટ અને ઍપમાં તેમને શામેલ કરવા દ્વારા ઉમેરી શકે છે. કઈ વેબસાઇટ અને ઍપને બ્લૉક કે મંજૂર કરવી તે સ્પષ્ટ કરીને તમે તમારા વીડિયો ક્યાં શામેલ થાય તેનું નિયંત્રણ કરી શકો છો. આ નિયમો તમારી માલિકીના વીડિયો (લાઇસન્સવાળું કન્ટેન્ટ) અને તમે દાવો કરતા હો તે વીડિયો (વપરાશકર્તાએ અપલોડ કરેલા વીડિયો)ને લાગુ કરી શકાય છે.

નોંધ: શામેલ કરવાના પ્રતિબંધો iOS ઍપને લાગુ કરી શકાતા નથી.

વેબસાઇટ પર શામેલ કરવા પર પ્રતિબંધ મુકવો

  1. Studioના કન્ટેન્ટ મેનેજરમાં સાઇન ઇન કરો.
  2. ડાબી બાજુના મેનૂમાંથી, સેટિંગ પસંદ કરો.
  3. ઓવરવ્યૂ વિભાગમાં, ડોમેન પર શામેલ કરવાનું બ્લૉક કરો પર સ્ક્રોલ કરો.
  4. વપરાશકર્તાએ અપલોડ કરેલા કન્ટેન્ટ પર ક્લિક કરો અને તમારી અસેટમાંની કોઈ એક તરફ દાવો કરાયેલા વપરાશકર્તાએ અપલોડ કરેલા વીડિયોને શામેલ કરતી વેબસાઇટ પર તમારે કયો નિયમ લાગુ કરવો છે તે પસંદ કરો:
    • બધા ડોમેન પર મંજૂરી આપો (ડિફૉલ્ટ વિકલ્પ): કોઈપણ વેબસાઇટ પર શામેલ કરવા બાબતે કોઈ પ્રતિબંધ નહીં.
    • અમુક ડોમેન પર મંજૂરી આપો: તમે ડોમેન ટેક્સ્ટ બૉક્સમાં દાખલ કરો તે ચોક્કસ વેબસાઇટ સિવાય બધી વેબસાઇટ પર શામેલ કરવાનું બ્લૉક કરો.
    • અમુક ડોમેન પર બ્લૉક કરો: તમે ડોમેન ટેક્સ્ટ બૉક્સમાં દાખલ કરો તે ચોક્કસ વેબસાઇટ પર વીડિયો શામેલ કરવાની વપરાશકર્તાઓને મંજૂરી ન આપો.
    • બધા ડોમેન પર બ્લૉક કરો: કોઈપણ વેબસાઇટ પર વીડિયોને શામેલ કરવાની મંજૂરી ન આપો.
  5. ડોમેન ટેક્સ્ટ બૉક્સમાં URLs દાખલ કરો (લાઇન દીઠ એક ડોમેન URL).
  6. લાઇસન્સવાળું કન્ટેન્ટ પર ક્લિક કરો અને તમારી ચૅનલના વીડિયોને શામેલ કરતી વેબસાઇટ પર તમારે કયો નિયમ લાગુ કરવો છે તે પસંદ કરો.
  7. ડોમેન ટેક્સ્ટ બૉક્સમાં URLs દાખલ કરો (લાઇન દીઠ એક ડોમેન URL).
  8. સાચવો પર ક્લિક કરો.

ઍપ પર શામેલ કરવા પર પ્રતિબંધ મુકવો

  1. Studioના કન્ટેન્ટ મેનેજરમાં સાઇન ઇન કરો.
  2. ડાબી બાજુના મેનૂમાંથી, સેટિંગ  પસંદ કરો.
  3. ઓવરવ્યૂ વિભાગમાં, ઍપમાં શામેલ કરવાનું બ્લૉક કરો પર સ્ક્રોલ કરો.
  4. વપરાશકર્તાએ અપલોડ કરેલા કન્ટેન્ટ  પર ક્લિક કરો અને તમારી અસેટમાંની કોઈ એક તરફ દાવો કરાયેલા વપરાશકર્તાએ અપલોડ કરેલા વીડિયોને શામેલ કરતી ઍપ પર તમારે કયો નિયમ લાગુ કરવો છે તે પસંદ કરો:
    • બધી ઍપમાં મંજૂરી આપો (ડિફૉલ્ટ વિકલ્પ): કોઈપણ ઍપમાં શામેલ કરવા બાબતે કોઈ પ્રતિબંધ નહીં.
    • IDના આધારે ઍપમાં મંજૂરી આપો: તમે ઍપ IDs ટેક્સ્ટ બૉક્સમાં દાખલ કરો તે ચોક્કસ ઍપ સિવાય બધી ઍપમાં શામેલ કરવાનું બ્લૉક કરો.
    • IDના આધારે ઍપમાં બ્લૉક કરો: તમે ઍપ IDs ટેક્સ્ટ બૉક્સમાં દાખલ કરો તે ચોક્કસ ઍપમાં વપરાશકર્તાઓને વીડિયો શામેલ કરવાની મંજૂરી ન આપો
    • બધી ઍપમાં બ્લૉક કરો: કોઈપણ ઍપમાં વીડિયોને શામેલ કરવાની મંજૂરી ન આપો.
  5. ઍપ IDs ટેક્સ્ટ બૉક્સમાં URLs દાખલ કરો (લાઇન દીઠ એક ઍપ ID).
  6. લાઇસન્સવાળું કન્ટેન્ટ  પર ક્લિક કરો અને તમારી ચૅનલના વીડિયોને શામેલ કરતી ઍપમાં તમારે કયો નિયમ લાગુ કરવો છે તે પસંદ કરો.
  7. ઍપ IDs ટેક્સ્ટ બૉક્સમાં URLs દાખલ કરો (લાઇન દીઠ એક ઍપ ID URL).
  8. સાચવો પર ક્લિક કરો.

શું આ સહાયરૂપ હતું?

અમે તેને કેવી રીતે બહેતર બનાવી શકીએ?
Search
શોધ સાફ કરો
શોધ બંધ કરો
મુખ્ય મેનૂ
6282460602129424333
true
સહાયતા કેન્દ્ર શોધો
true
true
true
true
true
59
false
false