તમારા પોતાના વીડિયો શીર્ષકો અને વર્ણનોનો અનુવાદ કરો

તમે તમારી વીડિયોઝમાં અનુવાદિત વીડિયો શીર્ષકો અને વર્ણનો ઉમેરી શકો છો જેથી તમારા ચાહકો તમારી વીડિયોઝ તેમની પોતાની ભાષામાં શોધી શકે. તમારા વીડિયોનું ટ્રાન્સલેશન કરવાથી તમારા દેશ/પ્રદેશની બહારના દર્શકો માટે તેમને વધુ ઍક્સેસિબલ બનાવે છે અને તમને વૈશ્વિક પ્રેક્ષકો બનાવવામાં મદદ કરે છે.

તમારા વીડિયોનું શીર્ષક અને વર્ણન યોગ્ય યુઝર્સને યોગ્ય ભાષામાં બતાવવા માટે નીચેના સાધનોનો ઉપયોગ કરો. જો તમે દાવો કરેલ કન્ટેન્ટ મેનેજ કરવા માટે YouTube ના કન્ટેન્ટ મેનેજરનો ઉપયોગ કરો છો, તો તમે વીડિયો શીર્ષકો અને વર્ણનોનું સ્થાનિકીકરણ કરવા માટે CSV ફાઇલ અપલોડ કરી શકો છો.

શીર્ષકો અને વર્ણનોનો અનુવાદ

  1. YouTube Studioમાં સાઇન ઇન કરો.
  2. ડાબી બાજુના મેનૂમાંથી, સબટાઈટલ્સ પસંદ કરો.
  3. વીડિયો પસંદ કરો.
  4. જો તમે વીડિયો માટે ભાષા પસંદ કરી નથી, તો તમને ભાષા પસંદ કરવા અને પુષ્ટિ કરવાનું કહેવામાં આવશે.
  5. ભાષા ઉમેરો પસંદ કરો અને તમે જે ભાષામાં અનુવાદ કરવા માંગો છો તે પસંદ કરો.
  6. "શીર્ષક અને વર્ણન" હેઠળ,ઉમેરોપસંદ કરો.
  7. અનુવાદિત શીર્ષક અને વર્ણન દાખલ કરો અને પબ્લિશ પસંદ કરો

શું આ સહાયરૂપ હતું?

અમે તેને કેવી રીતે બહેતર બનાવી શકીએ?
Search
શોધ સાફ કરો
શોધ બંધ કરો
મુખ્ય મેનૂ
8029119016169213806
true
સહાયતા કેન્દ્ર શોધો
true
true
true
true
true
59
false
false