કૂપન કોડ રિડીમ કરો

YouTube કૂપન કોડ એ એક એવી ક્રેડિટ છે જેને મૂવી  અથવા ટીવી શોને ભાડા પર લેવા માટે અથવા તેની ખરીદી કરવા માટે લાગુ કરી શકાય છે. કૂપન કોડને ફક્ત તેના સૂચવેલા હેતુ માટે જ રિડીમ કરી શકાય છે. ઉદાહરણ તરીકે, જો તમને મૂવી ભાડા પર મેળવવા માટે કૂપન કોડ મળ્યો હોય, તો તમે ટીવી શોની ખરીદી કરવા માટે ક્રેડિટ લાગુ કરી શકતા નથી.

તમે કમ્પ્યુટર પર અથવા પસંદ કરેલા મોબાઇલ ડિવાઇસનો ઉપયોગ કરીને કૂપન કોડને રિડીમ કરી શકો છો.

કોઈ કૂપન કોડને કમ્પ્યૂટર પર રિડીમ કરવા માટે:

  1. મૂવી અને શો પેજ પર જાઓ અથવા તમે ખરીદવા કે ભાડા પર લેવા માગતા હો, તે મૂવી અથવા ટીવી શોને YouTube પર શોધો.
  2. ખરીદવા અથવા ભાડા પર લેવા માટેની કિંમત બતાવતા બટન પર ક્લિક કરો.
  3. મૂવી અથવા ટીવી શોના પોસ્ટર હેઠળ પ્રમોશનલ કોડ દાખલ કરો પસંદ કરો અને તમને મળેલો કોડ ટાઇપ કરો.
  4. તમારી પસંદની ખરીદી કરવાનો અથવા ભાડા પર લેવાનો વિકલ્પ પસંદ કરો.
  5. તમારી મૂવી ખરીદવા અથવા ભાડા પર લેવા માટેની કિંમત, ડિસ્કાઉન્ટની રકમના આધારે અપડેટ કરેલી કિંમત સાથે બતાવવામાં આવશે. પરંતુ તમારે ચુકવણીની માન્ય પદ્ધતિ પસંદ કરવી આવશ્યક છે, જેથી તમે કોઈપણ કિંમત વિના મૂવી અથવા ટીવી શો રિડીમ કરી શકો. તમને ગમતો ચુકવણીનો પ્રકાર પસંદ કરો અને ખરીદો પર ટૅપ કરો.

જો તમને તમારો YouTube કૂપન કોડ રિડીમ કરવામાં સમસ્યાઓ આવતી હોય, તો નીચેની ટિપ અજમાવો અથવા સહાય માટે અમારો સંપર્ક કરો.

કૂપન કોડ સંબંધિત સામાન્ય સમસ્યાના નિવારણ માટેની ટિપ:

  • તમે કૂપન કોડને યોગ્ય ફીલ્ડમાં દાખલ કર્યો હોવાની ખાતરી કરો. 'Google Play ગિફ્ટ કાર્ડ અથવા પ્રોમો કોડ રિડીમ કરો' ફીલ્ડમાં YouTube કૂપન કોડ કામ કરશે નહીં.
  • ખાતરી કરો કે તમે કોડ યોગ્ય રીતે દાખલ કર્યો છે. કોડમાં રહેલાં અપર-કેસ અથવા લોઅર-કેસ અક્ષરો પર ધ્યાન આપો.
  • તમે કૂપન કોડનો તેના ઇચ્છિત હેતુ માટે ઉપયોગ કરી રહ્યાં હોવાની ખાતરી કરો. દાખલા તરીકે, જો તમને કોઈપણ કિંમત વિના મૂવી અથવા ટીવી શો ભાડા પર મેળવવાનો કૂપન કોડ મળ્યો હોય, તો તમે તેનો ઉપયોગ અન્ય પ્રકારનું કન્ટેન્ટ ખરીદવા માટે કરી શકશો નહીં.
  • ચકાસો કે તમારો કૂપન કોડ હજી પણ માન્ય છે:
    • સમાપ્તિ તારીખ તપાસો: અમુક કૂપન કોડને નિર્ધારિત તારીખ પહેલાં જ વાપરવા જોઈએ. જો તમારી પાસે 'માત્ર મર્યાદિત સમયમાં ઉપયોગ કરવા માટે'નો કોડ હોય, તો કૂપન કોડ પર અથવા તમને મળેલા ઇમેઇલમાં તેની સમાપ્તિની તારીખ સૂચવવામાં આવશે.
    • કૂપન કોડનો પહેલાંથી જ ઉપયોગ થઈ ચૂક્યો છે કે નહીં તે ચેક કરો. કોઈ કોડનો એક વખત ઉપયોગ થઈ ગયા પછી, તમે તે જ કોડનો ઉપયોગ કોઈપણ કિંમત વિના અન્ય મૂવી કે ટીવી પ્રોગ્રામ મેળવવા માટે કરી શકશો નહીં.
  • તમારી મૂવી અથવા ટીવી શોની ડિસ્કાઉન્ટ પર ખરીદી કરવાનું અથવા ભાડા પર લેવાનું પૂર્ણ કરવા માટે, ખરીદો પર ક્લિક કરતાં પહેલાં એ ચકાસો કે તમે ચુકવણીનો માન્ય પ્રકાર પસંદ કર્યો છે.

શું આ સહાયરૂપ હતું?

અમે તેને કેવી રીતે બહેતર બનાવી શકીએ?
Search
શોધ સાફ કરો
શોધ બંધ કરો
મુખ્ય મેનૂ
2963520610698405915
true
સહાયતા કેન્દ્ર શોધો
true
true
true
true
true
59
false
false