તમારી YouTube ચૅનલના URLની સમજ મેળવવી

તમારી ચૅનલ તમારા પ્રેક્ષકોને તમારી ચૅનલના હોમપેજ પર લઈ જતા એકથી વધુ URL ધરાવી શકે છે. આ URL એકબીજાથી અલગ દેખાઈ શકે છે, પરંતુ દરેક URL તમારા પ્રેક્ષકોને એક જ સ્થાન તરફ નિર્દેશ કરતા હોય છે - તે છે તમારી ચૅનલ. હૅન્ડલ URL, કસ્ટમ URL અને જૂના વપરાશકર્તાના નામના URLs આ તમામ મનગમતા બનાવેલા URLના પ્રકારો છે. તમે youtube.com/handle પર તમારી ચૅનલ સાથે સંકળાયેલા તમામ URL જોઈ શકો છો.

ચૅનલ URL (ID-આધારિત)

Example: youtube.com/channel/UCUZHFZ9jIKrLroW8LcyJEQQ

આ ઉદાહરણ એ સ્ટૅન્ડર્ડ URL છે જેનો ઉપયોગ YouTube ચૅનલો કરે છે. તેમાં તમારું વિશિષ્ટ ચૅનલ ID શામેલ હોય છે, જે URLના અંતે અંક અને અક્ષરોના રૂપમાં હોય છે.

તમારું હૅન્ડલ URL શોધો

તમારી ચૅનલનું હૅન્ડલ URL શોધવા માટે:

  1. YouTube Studioમાં સાઇન ઇન કરો.
  2. ડાબી બાજુના મેનૂમાંથી કસ્ટમાઇઝેશનઅને પછી મૂળભૂત માહિતી પસંદ કરો.
  3. હૅન્ડલ હેઠળ, તમે તમારું હૅન્ડલ URL જોઈ શકો છો .

હૅન્ડલ URL

ઉદાહરણ: youtube.com/@youtubecreators

હૅન્ડલ URL જ્યારે પણ તમે ચૅનલના માલિક તરીકે તમારું હૅન્ડલ પસંદ કરો છો અથવા બદલો છો ત્યારે ઑટોમૅટિક રીતે બનાવવામાં આવે છે. URL નો અંત "@" પ્રતીકથી શરૂ થાય છે અને તેમાં તમારું પસંદ કરેલ હૅન્ડલ શામેલ હોય છે. તમારી પાસે પહેલાથી હોય તેવા કોઈપણ કસ્ટમ URL કામ કરવાનું ચાલુ રાખશે.

તમારું હૅન્ડલ જોવું અથવા બદલવું વિશે વધુ જાણો.

કસ્ટમ URL

ઉદાહરણ: youtube.com/c/YouTubeCreators

નવું કસ્ટમ URL હવે સેટઅપ કરી કે બદલી શકાતું નથી. તમારી પાસે પહેલાથી હોય તેવા કોઈપણ કસ્ટમ URL કામ કરવાનું ચાલુ રાખશે. બધા જૂના URL હવે વપરાશકર્તાઓને તમારા નવા ચૅનલ URL પર રીડાયરેક્ટ કરે છે જે તમારા હૅન્ડલ પર આધારિત છે. 

જૂના વપરાશકર્તાનું નામ URL

ઉદાહરણ: youtube.com/user/YouTube

તમારી ચૅનલ ક્યારે બનાવવામાં આવી હતી તેના આધારે, તેનું વપરાશકર્તાનું નામ હોઈ શકે છે. આજે ચૅનલો માટે વપરાશકર્તાના નામોની જરૂર નથી, પરંતુ તમે હજી પણ દર્શકોને તમારી ચૅનલ પર લઈ જવા માટે આ URL નો ઉપયોગ કરી શકો છો. તેમાં જો તમે તમારું વપરાશકર્તાનું નામ પસંદ કર્યું તે પછીથી તમારી ચૅનલનું નામ બદલાઈ ગયું હોય તો તે પણ શામેલ છે. વર્તમાન વપરાશકર્તાનું નામ બદલી શકાતું નથી.

શું આ સહાયરૂપ હતું?

અમે તેને કેવી રીતે બહેતર બનાવી શકીએ?
Search
શોધ સાફ કરો
શોધ બંધ કરો
મુખ્ય મેનૂ
10980437865249798969
true
સહાયતા કેન્દ્ર શોધો
true
true
true
true
true
59
false
false