લાંબા વીડિયોમાં વીડિયોના મધ્યભાગની જાહેરાત વિરામને મેનેજ કરો

8 મિનિટ કે તેથી વધુ લાંબા કમાણી કરતા વીડિયો પર, તમે વીડિયોમાં વચ્ચે પણ જાહેરાતો ચાલુ કરી શકો છો (જે "વીડિયોના મધ્યભાગની જાહેરાતો" તરીકે ઓળખાય છે).

ડિફૉલ્ટ તરીકે, દર્શકોના અનુભવ અને તમારા માટે કમાણી કરવાની પ્રક્રિયાની સંભાવનાને સંતુલિત કરવા માટે તમારા વીડિયોમાં સ્વાભાવિક વિરામો પર વીડિયોના મધ્યભાગની જાહેરાતોનું ઑટોમૅટિક પ્લેસમેન્ટ કરવામાં આવે છે. જો તમારી પાસે નવા અપલોડ માટે ડિફૉલ્ટ તરીકે વીડિયોના મધ્યભાગની જાહેરાતો ચાલુ ન હોય તો તમે તેને વ્યક્તિગત વીડિયો માટે ચાલુ કરી શકો છો.

વીડિયોના મધ્યભાગમાં ઑટોમૅટિક રીતે ગોઠવાયેલી જાહેરાતો બનાવવા, પ્રીવ્યૂ કરવા અને ફેરફાર કરવા અથવા વીડિયોમાં મેન્યુઅલી જાહેરાત વિરામો મૂકવા માટે જાહેરાત વિરામોના ટૂલનો ઉપયોગ કરો. તમે તમારા ચૅનલ-લેવલના અપલોડ માટે ડિફૉલ્ટ સેટિંગને ધ્યાનમાં લીધા વિના ટૂલનો ઉપયોગ કરી શકો છો.

જો યોગ્યતા હોય, તો તમેતમારા લાઇવ સ્ટ્રીમ માટે વીડિયોના મધ્યભાગની જાહેરાતો પણ ટ્રિગર કરી શકો છો.

લાંબા વીડિયોમાં વીડિયોના મધ્યભાગની જાહેરાતોનો ઉપયોગ કરવો

દર્શકો જે ડિવાઇસનો ઉપયોગ કરી રહ્યાં છે તેના આધારે તેમના માટે જાહેરાતનો અનુભવ થોડો અલગ હોઈ શકે છે.

  • કમ્પ્યૂટર પર: વીડિયોના મધ્યભાગની જાહેરાત પહેલાં 5 સેકન્ડનું કાઉન્ટડાઉન આવશે.
  • અન્ય પ્લૅટફૉર્મ પર: જાહેરાત ક્યારે દેખાશે તે દર્શાવવા માટે વીડિયો પ્રોગ્રેસ બારમાં પીળા માર્કર દેખાશે.
સામાન્ય પ્રશ્નો

મને કેવી રીતે ખબર પડે કે મારે વીડિયોના મધ્યભાગની જાહેરાતોનો ઉપયોગ કરવો જોઈએ કે નહીં?

જ્યારે YouTube આપોઆપ વીડિયોના મધ્યભાગની જાહેરાતો માટે શ્રેષ્ઠ પ્લેસમેન્ટ શોધી શકે છે, જો યોગ્ય ન હોય તો તમે વીડિયોના મધ્યભાગની જાહેરાતોને બંધ કરી શકો છો. ઉદાહરણ તરીકે, વીડિયોના મધ્યભાગની જાહેરાતો માટે ધ્યાનનો વીડિયો યોગ્ય ન હોઈ શકે. જો તમે તેનો ઉપયોગ કરવાનું પસંદ કરો તો વિક્ષેપિત દર્શક અનુભવને ટાળવા માટે તમારા કન્ટેન્ટમાં કુદરતી વિરામ શોધવા માટે અમે વીડિયોના મધ્યભાગમાં ઑટોમૅટિક રીતે ગોઠવાયેલી જાહેરાતો મૂકવાની ભલામણ કરીએ છીએ.

વીડિયોના મધ્યભાગમાં ઑટોમૅટિક રીતે ગોઠવાયેલી જાહેરાતો કેવી રીતે કાર્ય કરે છે?

વીડિયોના મધ્યભાગમાં ઑટોમૅટિક રીતે ગોઠવેલી જાહેરાતોનો હેતુ દર્શકોના અનુભવ અને નિર્માતાની આવકની સંભાવનાને બૅલેન્સ કરવાનો છે. YouTube ની અદ્યતન મશીન લર્નિંગ ટેક્નોલોજી મોટા પ્રમાણમાં વીડિયોને જુએ છે અને વીડિયોના મધ્યભાગની જાહેરાત માટે શ્રેષ્ઠ જાહેરાતની જગ્યા શોધવાનું શીખે છે. તેને કુદરતી વિઝ્યુઅલ અથવા ઑડિયો વિરામ જેવા પરિબળોનું મૂલ્યાંકન કરીને કરવામાં આવે છે. વપરાશકર્તા વિશેના અભ્યાસ સૂચવે છે કે વીડિયોના મધ્યભાગમાં ઑટોમૅટિક રીતે ગોઠવાયેલી જાહેરાતો મેન્યુઅલી મૂકવામાં આવેલી વીડિયોના મધ્યભાગની જાહેરાતો કરતાં બે ગણી ઓછી વિક્ષેપકારક હોય છે.

શું વીડિયોના મધ્યભાગની જાહેરાતો દર્શકો માટે ત્રાસજનક નથી બનતી?

કેટલાક દર્શકોને વીડિયોના મધ્યભાગની જાહેરાતો ત્રાસજનક અથવા વિક્ષેપજનક લાગી શકે છે. જોકે, દર્શકોના અનુભવને બહેતર બનાવવા માટે, અમે ન્યૂનતમ વિક્ષેપ રહે તે રીતે જાહેરાતના પ્લેસમેન્ટનું શ્રેષ્ઠ પૂર્વાનુમાન કરવાનું ધ્યાન રાખીએ છીએ. અમારા પ્લૅટફૉર્મ પર દર્શકો, જાહેરાતકર્તાઓ અને નિર્માતાઓની જરૂરિયાતોને સંતુલિત કરવાનો અમારો હેતુ છે.

આમ છતાં હું ઑટોમૅટિક પ્લેસમેન્ટ કરેલી વીડિયોના મધ્યભાગની જાહેરાતના વિરામોમાં ફેરફાર કરી શકું?

હા. જ્યારે ઑટોમૅટિક પ્લેસમેન્ટ કરેલી વીડિયોના મધ્યભાગની જાહેરાત ચાલુ હોય, ત્યારે તમે કોઈપણ વીડિયો માટે કમાણી કરવાની પ્રક્રિયાના સેટિંગ પર જઈ શકો છો અને જાહેરાત વિરામ પ્લેસમેન્ટમાં મેન્યુઅલી ફેરફાર કરી શકો છો.

YouTube Studioમાં જાહેરાત વિરામોને મેનેજ કરો

વીડિયોના મધ્યભાગની જાહેરાત પ્લેસમેન્ટ દર્શકોના અનુભવ અને જાહેરાત સેવાની સંભાવનાને અસર કરી શકે છે. જો વીડિયોના મધ્યભાગની જાહેરાતો મેન્યુઅલી વીડિયોમાં વિક્ષેપિત પૉઇન્ટ પર મૂકવામાં આવે તો અમારી જાહેરાત સિસ્ટમ ઓછી જાહેરાતો આપી શકે છે.

વીડિયોના મધ્યભાગની જાહેરાતોના પ્લેસમેન્ટની 2 રીતો છે:
  • ઑટોમૅટિક જાહેરાત વિરામો: તમે વીડિયોના મધ્યભાગમાં ઑટોમૅટિક રીતે ગોઠવાયેલી જાહેરાતોને ચાલુ કરી શકો છો, જેનો અર્થ છે કે અમે દર્શકો માટેના અનુભવમાં વધુ સંતુલન લાવીને જાહેરાત માટે શ્રેષ્ઠ પ્લેસમેન્ટ અને ફ્રિક્વન્સી મેળવીએ.
  • મેન્યુઅલ જાહેરાત વિરામો: જો તમે મેન્યુઅલી જાહેરાત વિરામો મૂકવાનું પસંદ કરો, તો શ્રેષ્ઠ પરિણામો માટે તેઓ સ્વાભાવિક વિરામો પર આવે તેમ મૂકવાનો પ્રયાસ કરો. વિક્ષેપકારક પૉઇન્ટ પર વીડિયોના મધ્યભાગની જાહેરાતના વિરામો મૂકવાનું ટાળો, જેમ કે વાક્યની વચ્ચે અથવા કોઈ ક્રિયાની વચ્ચે. તમે તમારા કન્ટેન્ટને સ્વાભાવિક જાહેરાત વિરામોને અનુરૂપ બનાવ્યું હોય, તો તમે ઇચ્છો ત્યારે જાહેરાતો આવે તેની ખાતરી રહે તે માટે તમે મેન્યુઅલ જાહેરાત વિરામોનો ઉપયોગ કરી શકો છો.

ઑટોમૅટિક પ્લેસમેન્ટ

તમે એક વીડિયો માટે વીડિયોના મધ્યભાગની જાહેરાતના વિરામો ઑટોમૅટિક રીતે સેટ કરી શકો છો:

  1. YouTube Studioમાં સાઇન ઇન કરો.
  2. ડાબી બાજુના મેનૂમાંથી, કન્ટેન્ટ પસંદ કરો.
  3. વીડિયો પસંદ કરીને પછી કમાણી કરવાની પ્રક્રિયા પસંદ કરો.
  4. તમે પહેલેથી ચાલુ કર્યું ન હોય, તો વીડિયો માટે કમાણી કરવાની પ્રક્રિયા ચાલુ કરો.
  5. “વીડિયો દરમિયાન જાહેરાતો મૂકો (વીડિયોના મધ્યભાગની જાહેરાત)”ની બાજુમાં આવેલા બોક્સને ચેક કરો.

મેન્યુઅલ પ્લેસમેન્ટ

તમે વીડિયોના મધ્યભાગની જાહેરાતના વિરામો મેન્યુઅલી સેટ કરી શકો છો:

  1. YouTube Studioમાં સાઇન ઇન કરો.
  2. ડાબી બાજુના મેનૂમાંથી, કન્ટેન્ટ પસંદ કરો.
  3. વીડિયો પસંદ કરીને પછી કમાણી કરવાની પ્રક્રિયા     પસંદ કરો
  4. તમે પહેલેથી ચાલુ કર્યું ન હોય, તો વીડિયો માટે કમાણી કરવાની પ્રક્રિયા ચાલુ કરો.
  5. “વીડિયો દરમિયાન જાહેરાતો મૂકો (વીડિયોના મધ્યભાગની જાહેરાત)”ની બાજુમાં આવેલા બોક્સને ચેક કરો.
  6. પ્લેસમેન્ટ રિવ્યૂ કરો પસંદ કરો.
    • જાહેરાત વિરામ ઉમેરો:   જાહેરાત વિરામ પર ક્લિક કરો. જાહેરાતનો શરૂ થવાનો સમય દાખલ કરો અથવા વર્ટિકલ બારને ઇચ્છિત સમય સુધી ખેંચો.
    • જાહેરાત વિરામ ડિલીટ કરો: જાહેરાત વિરામની બાજુમાંડિલીટ કરો  પર ક્લિક કરો.
  7. ઉપર જમણી બાજુએ, ચાલુ રાખો અને પછી સાચવો પર ક્લિક કરો.

નવો વીડિયો અપલોડ કરતી વખતે જાહેરાત વિરામો મૂકો

તમે નવો વીડિયો અપલોડ કરો ત્યારે તમારા જાહેરાત વિરામો મૂકી શકો છો: 

  1. YouTube Studioમાં સાઇન ઇન કરો.
  2. 8 મિનિટ કે તેથી વધુ સમયનો વીડિયો અપલોડ કરો.
  3. "કમાણી કરવાની પ્રક્રિયા" ટૅબ પર કમાણી કરવાની પ્રક્રિયા ચાલુ કરો.
  4. “વીડિયો દરમિયાન જાહેરાતો મૂકો (વીડિયોના મધ્યભાગની જાહેરાત)”ની બાજુમાં આવેલા બોક્સને ચેક કરો.
  5. તમારા વીડિયો પર પ્રક્રિયા થઈ જાય એટલે, પ્લેસમેન્ટ રિવ્યૂ કરો પસંદ કરો.
    • જાહેરાત વિરામ ઉમેરો:   જાહેરાત વિરામ પર ક્લિક કરો. જાહેરાતનો શરૂ થવાનો સમય દાખલ કરો અથવા વર્ટિકલ બારને ઇચ્છિત સમય સુધી ખેંચો.
    • જાહેરાત વિરામ ડિલીટ કરો: જાહેરાત વિરામની બાજુમાં ડિલીટ કરો  પર ક્લિક કરો.
  6. નીચે જમણી બાજુએ, આગળ પર ક્લિક કરો.
  7. અપલોડ ફ્લો પૂર્ણ કરો.

વીડિયોમાં ફેરફાર કરતી વખતે જાહેરાત વિરામો મૂકો

તમે વીડિયોમાં ફેરફાર કરી રહ્યા હો ત્યારે પણ જાહેરાત વિરામો મૂકી શકો છો: 

  1. YouTube Studioમાં સાઇન ઇન કરો.
  2. ડાબી બાજુના મેનૂમાંથી, કન્ટેન્ટ પસંદ કરો.
  3. તમે ફેરફાર કરવા માગતા હો તે વીડિયો પર ક્લિક કરો.
  4. ડાબી બાજુના મેનૂમાંથી, એડિટર પર ક્લિક કરો.
  5.     જાહેરાત વિરામોની બાજુમાં ફેરફાર કરો પસંદ કરો.
    • મેન્યુઅલ પ્લેસમેન્ટ માટે:  જાહેરાત વિરામ પર ક્લિક કરો અને જાહેરાત શરૂ થવાનો સમય દાખલ કરો અથવા વર્ટિકલ બારને ખેંચીને ઇચ્છિત સમય સુધી લઈ જાઓ. 
    • ઑટોમૅટિક પ્લેસમેન્ટ માટે: ઑટોમૅટિક રીતે મૂકો પર ક્લિક કરો.
    • જાહેરાત વિરામ ડિલીટ કરો: જાહેરાત વિરામની બાજુમાં ડિલીટ કરો     પર ક્લિક કરો.
  6. જાહેરાત વિરામ ડિલીટ કરવા માટે, જાહેરાત વિરામની બાજુમાંડિલીટ કરો પર ક્લિક કરો.
  7. સાચવો પર ક્લિક કરો.

વીડિયોના મધ્યભાગની જાહેરાતની પ્લેસમેન્ટ પ્રીવ્યૂ કરો અને બદલો

તમે તમારા વીડિયોના મધ્યભાગની જાહેરાતના વિરામની પ્લેસમેન્ટનો પ્રીવ્યૂ કરી તેને બદલી શકો છો.

  1. YouTube Studioમાં સાઇન ઇન કરો.
  2. ડાબી બાજુના મેનૂમાંથી, કન્ટેન્ટ પસંદ કરો.
  3. વીડિયો પસંદ કરીને પછી કમાણી કરવાની પ્રક્રિયા પસંદ કરો.
  4. "વીડિયો દરમિયાન જાહેરાતો મૂકો (વીડિયોના મધ્યભાગની જાહેરાત)" નીચે પ્લેસમેન્ટ રિવ્યૂ કરો પસંદ કરો.
  5. વીડિયો પ્લેયર પર ચલાવો  પસંદ કરો.
  6. વીડિયોના ચોક્કસ ભાગ સુધી પહોંચવા માટે કર્સરને ખેંચો.

એક વીડિયો માટે વીડિયોના મધ્યભાગની જાહેરાતના વિરામો મેનેજ કરો

તમે કોઈ ચોક્કસ વીડિયો માટે વીડિયોના મધ્યભાગની જાહેરાતના વિરામો ચાલુ અથવા બંધ કરી શકો છો:

  1. YouTube Studioમાં સાઇન ઇન કરો.
  2. ડાબી બાજુના મેનૂમાંથી, વીડિયો પસંદ કરો.
  3. વીડિયો પસંદ કરીને પછી કમાણી કરવાની પ્રક્રિયા પસંદ કરો.
  4. વીડિયોના મધ્યભાગની જાહેરાતના વિરામો ચાલુ અથવા બંધ કરવા માટે “વીડિયો દરમિયાન જાહેરાતો મૂકો (વીડિયોના મધ્યભાગની જાહેરાત)”ની બાજુમાં આવેલા બોક્સને ચેક કરો. ચાલુ કરેલું હોય, ત્યારે ડિફૉલ્ટ તરીકે વીડિયોના મધ્યભાગની જાહેરાતો ઑટોમૅટિક રીતે મૂકવામાં આવે છે.
  5. સાચવો પસંદ કરો.

એકથી વધુ વીડિયો માટે વીડિયોના મધ્યભાગની જાહેરાતના વિરામો મેનેજ કરો

તમે એકથી વધુ વીડિયો માટે વીડિયોના મધ્યભાગની જાહેરાતના વિરામો ચાલુ અથવા બંધ કરી શકો છો:
  1. YouTube Studioમાં સાઇન ઇન કરો.
  2. ડાબી બાજુના મેનૂમાંથી, કન્ટેન્ટ પસંદ કરો.
  3. એકથી વધુ વીડિયો પસંદ કરો, ત્યાર બાદ ફેરફાર કરવા માટેના મેનૂમાંથી “જાહેરાત સેટિંગ” પસંદ કરો.
  4. વીડિયોના મધ્યભાગની જાહેરાતના વિરામો ચાલુ અથવા બંધ કરવા માટે “વીડિયો દરમિયાન જાહેરાતો મૂકો (વીડિયોના મધ્યભાગની જાહેરાત)”ને ચેક કરો. ચાલુ કરેલું હોય, ત્યારે ડિફૉલ્ટ તરીકે વીડિયોના મધ્યભાગની જાહેરાતો ઑટોમૅટિક રીતે મૂકવામાં આવે છે.
  5. તમારે જાહેરાત વિરામો વિનાના વીડિયો જ અપડેટ કરવા છે કે પછી હાલમાં કોઈ જાહેરાત વિરામો હોય તેને પણ અપડેટ કરવા છે તે પસંદ કરો.
  6. વીડિયો અપડેટ કરો પસંદ કરો અને આ ફેરફાર કન્ફર્મ કરવા માટે બતાવેલા પગલાં ફૉલો કરો.
  7. વીડિયો અપડેટ કરો પસંદ કરીને આ ફેરફાર પૂર્ણ કરો.

વીડિયોના મધ્યભાગની જાહેરાતના વિરામો માટે ચૅનલ અપલોડ માટે ડિફૉલ્ટ સેટિંગ બદલો

તમે વીડિયોના મધ્યભાગની જાહેરાતના વિરામો ભાવિ અપલોડ માટે રજૂ થાય તે રીતે તમારી ચૅનલના અપલોડ માટેના ડિફૉલ્ટ સેટિંગ બદલી શકો છો. તમે ઇચ્છો તો તમે આ સેટિંગ બંધ પણ કરી શકો છો:
  1. YouTube Studioમાં સાઇન ઇન કરો.
  2. ડાબી બાજુના મેનૂમાંથી, સેટિંગ પસંદ કરો.
  3. અપલોડ માટે ડિફૉલ્ટ સેટિંગ અને પછી કમાણી કરવાની પ્રક્રિયા પસંદ કરો.
  4. વીડિયોના મધ્યભાગની જાહેરાતના વિરામો ચાલુ અથવા બંધ કરવા માટે “વીડિયો દરમિયાન જાહેરાતો મૂકો (વીડિયોના મધ્યભાગની જાહેરાત)”ની બાજુમાં આવેલા બોક્સને ચેક કરો. ચાલુ કરેલું હોય, ત્યારે ડિફૉલ્ટ તરીકે વીડિયોના મધ્યભાગની જાહેરાતો ઑટોમૅટિક રીતે મૂકવામાં આવે છે.
  5. સાચવો પસંદ કરો.

શું આ સહાયરૂપ હતું?

અમે તેને કેવી રીતે બહેતર બનાવી શકીએ?
Search
શોધ સાફ કરો
શોધ બંધ કરો
મુખ્ય મેનૂ
10415481542639918275
true
સહાયતા કેન્દ્ર શોધો
true
true
true
true
true
59
false
false