YouTube ઍક્સેસ કરી શકાતું નથી

જો તમને youtube.com પર જતી વખતે YouTubeને બદલે ભૂલનું પેજ દેખાય, તો તે નીચેનામાંથી કોઈ એક કારણસર હોઈ શકે છે:

  • તમારા કનેક્શનમાં કોઈ સમસ્યા હોઈ શકે છે. ખાતરી કરો કે તમે હજી પણ અન્ય વેબસાઇટ સામાન્ય રીતે ઍક્સેસ કરી શકો છો.
  • જો તમે Googleની ઍપના ડોમેન પર હો, તો તમારા ડોમેનના ઍડમિનિસ્ટ્રેટરે YouTube ચાલુ કર્યું ન હોય. એક સેવા તરીકે YouTubeને ઉમેરવાની રીત.
  • તમારા નેટવર્ક ઍડમિન અથવા ISP દ્વારા YouTubeને બ્લૉક કરવામાં આવેલું છે. તમારા નેટવર્ક ઍડમિન અથવા ISPનો સંપર્ક કરો અને વધુ જાણો.

જ્યારે તમે YouTube ઍક્સેસ ન કરી શકતા હો, ત્યારે કન્ટેન્ટ મેનેજ કરો

જો તમે YouTube પર સાર્વજનિક કન્ટેન્ટ ધરાવતા હો, તો તમે YouTube ઍક્સેસ ન કરી શકતા હો તો પણ તમે તેને છુપાવી અથવા કાઢી નાખી શકો છો:

  1. તમારા Google એકાઉન્ટ સેટિંગ પર જાઓ.
  2. ખાતરી કરો કે તમે તમારી YouTube ચૅનલના Google એકાઉન્ટ વડે સાઇન ઇન કરો છો.
  3. તમારા ડેટા અને મનગમતું બનાવવાની સુવિધા મેનેજ કરો પસંદ કરો.
  4. "તમારો ડેટા ડાઉનલોડ કરો અથવા ડિલીટ કરો" હેઠળ, સેવા ડિલીટ કરો પર ક્લિક કરો.
  5. સેવા ડિલીટ કરો પર ક્લિક કરો.
  6. સૂચિમાંથી, YouTube પર ક્લિક કરો.
  7. જો તમારી ચૅનલ કોઈ બ્રાંડ એકાઉન્ટ સાથે કનેક્ટેડ હોય, તો પેજની સૌથી ઉપર જમણી બાજુએ તમારા આઇકન પર ક્લિક કરો. તમે જેને મેનેજ કરવા માગતા હો તે YouTube કન્ટેન્ટવાળું પેજ તમે પસંદ કરી શકો છો. 
  8. તમે તમારી YouTube ચૅનલ અને કન્ટેન્ટ છુપાવવા માગો છો કે ડિલીટ કરવા તે પસંદ કરો. કાળજીપૂર્વક વાંચવાની ખાતરી કરો — જો તમે અમુક કન્ટેન્ટ ડિલીટ કરશો, તો તેને પાછું મેળવી શકશો નહીં.

શું આ સહાયરૂપ હતું?

અમે તેને કેવી રીતે બહેતર બનાવી શકીએ?
Search
શોધ સાફ કરો
શોધ બંધ કરો
મુખ્ય મેનૂ
1319577039589921997
true
સહાયતા કેન્દ્ર શોધો
true
true
true
true
true
59
false
false