YouTube દ્વારા પ્રમાણિત પ્રોગ્રામનો ઓવરવ્યૂ

ઑક્ટોબર 2019થી, YouTube દ્વારા પ્રમાણિત અભ્યાસક્રમમાં ભાગ લેવાની યોગ્યતામાં ફેરફાર કરવામાં આવ્યો છે. YouTube દ્વારા પ્રમાણિત અભ્યાસક્રમોમાં YouTube પાર્ટનર મેનેજર પ્રોગ્રામમાં શામેલ હોય અથવા Content IDનો ઍક્સેસ ધરાવતા હોય, માત્ર એવા જ નિર્માતાઓ અને ભાગીદારો ભાગ લઈ શકે છે. જો તમે YouTube દ્વારા પ્રમાણિત કોઈ અભ્યાસક્રમ અગાઉ પાસ કરી લીધો હોય, પરંતુ આ જરૂરી શરતો પૂરી કરી ન હોય તો તમે ફરી પ્રમાણિત થવા માટે યોગ્યતા ધરાવશો નહીં.

YouTube દ્વારા પ્રમાણિત પ્રોગ્રામ, વિગતવાર YouTube સિસ્ટમ તથા ટૂલનો ઉપયોગ કરવામાં યોગ્યતા ધરાવતા નિર્માતાઓ અને ભાગીદારોની સહાય માટે ડિઝાઇન કરવામાં આવેલા વિવિધ પ્રકારના અભ્યાસક્રમોની સીરિઝ છે. આ અભ્યાસક્રમોમાં કન્ટેન્ટ સંબંધિત અધિકારોના મેનેજમેન્ટ અને વિગતવાર વિશ્લેષણો જેવી કલ્પનાઓ પર ફોકસ કરવામાં આવે છે. YouTube દ્વારા પ્રમાણિત અભ્યાસક્રમ લેવાની રીત જાણો.

નોંધ: YouTube, YouTube દ્વારા પ્રમાણિત અભ્યાસક્રમો પૂર્ણ કરનારા કોઈપણ નિર્માતા કે ભાગીદારને સમર્થન આપતું નથી. YouTube તેમના વિશે કોઈપણ પ્રકારનો દાવો કરતું નથી અથવા YouTubeની વિગતવાર સિસ્ટમ તથા ટૂલને લઈને તેમના જ્ઞાન તેમજ વપરાશ સંબંધિત કોઈ રજૂઆત કરતું નથી.

YouTube દ્વારા પ્રમાણિત બૅજમાં થયેલા ફેરફારો

YouTube હવે એવી કોઈપણ વ્યક્તિને બૅજનું વિતરણ કરશે નહીં, જેમણે YouTube દ્વારા પ્રમાણિત અભ્યાસક્રમ પૂર્ણ કર્યો હોય. વર્તમાન બૅજ હવે પછી માન્ય રહેશે નહીં.

અગાઉ વિતરણ કરવામાં આવ્યું હોય એવા YouTube દ્વારા પ્રમાણિત બૅજનો ઉપયોગ કરશો નહીં કે તેને ડિસ્પ્લે કરશો નહીં. વધુ માહિતી માટે, YouTube દ્વારા પ્રમાણિત પ્રોગ્રામની સેવાની શરતો અને YouTube દ્વારા પ્રમાણિત આચારસંહિતાની મુલાકાત લો.

YouTube દ્વારા પ્રમાણિત અભ્યાસક્રમો વિશે

YouTube દ્વારા પ્રમાણિત પ્રોગ્રામમાં અલગ-અલગ ચાર અભ્યાસક્રમ ઑફર કરવામાં આવે છે, જે વ્યવસાય સંબંધિત આ પ્રકારના રોલ માટે ડિઝાઇન કરવામાં આવ્યા છે.

  કન્ટેન્ટની માલિકી સંબંધિત
અભ્યાસક્રમ
અસેટમાંથી કમાણી કરવા સંબંધિત અભ્યાસક્રમ મ્યુઝિક કન્ટેન્ટ સંબંધિત અભ્યાસક્રમ મ્યુઝિક સંબંધિત અધિકારોનું મેનેજમેન્ટ
ચૅનલના મેનેજર સુઝાવ આપ્યો છે      
વ્યવસાય સંબંધિત કામકાજ સુઝાવ આપ્યો છે સુઝાવ આપ્યો છે    
ડિજિટલ રાઇટ્સ મેનેજર અને કાનૂની સુઝાવ આપ્યો છે સુઝાવ આપ્યો છે સુઝાવ આપ્યો છે સુઝાવ આપ્યો છે
કલાકાર ચૅનલના મેનેજર અને લેબલના પ્રતિનિધિઓ     સુઝાવ આપ્યો છે સુઝાવ આપ્યો છે
નોંધ: ચૅનલની વૃદ્ધિ સંબંધિત અભ્યાસક્રમ હવે YouTube દ્વારા પ્રમાણિત અભ્યાસક્રમ તરીકે ઉપલબ્ધ નથી.

કન્ટેન્ટની માલિકી સંબંધિત અભ્યાસક્રમ

CMS, કૉપિરાઇટ, દાવા અને વિશ્લેષણોમાં મહારથ હાંસલ કરવી.
  • ઑડિયન્સ: કન્ટેન્ટ મેનેજર, વ્યવસાય સંબંધિત કામકાજ
  • આમાં આ વિષયો કવર કરવામાં આવે છે:
    • YouTube પર કૉપિરાઇટ
    • CMS વડે વ્યવસાય સંબંધિત કામકાજ
    • Content ID વડે અધિકારોનું અમલીકરણ

અસેટમાંથી કમાણી કરવા સંબંધિત અભ્યાસક્રમ

ડિજિટલ અધિકારો, વિગતવાર વિશ્લેષણો અને દાવાના જટિલ મામલાઓને સારી રીતે સમજીને તમારી અસેટની કમાણી કરવાની પ્રક્રિયાનું મૂલ્યાંકન કરો અને તેને ઑપ્ટિમાઇઝ કરો.
  • ઑડિયન્સ: ડિજિટલ રાઇટ્સ મેનેજર અને કાનૂની, વ્યવસાય સંબંધિત કામકાજ
  • આમાં આ વિષયો કવર કરવામાં આવે છે:
    • આવક માટેની અસેટનું ઑપ્ટિમાઇઝેશન
    • આવકનું વિશ્લેષણ કરવું અને તેની જાણ કરવી

મ્યુઝિક કન્ટેન્ટ સંબંધિત અભ્યાસક્રમ

કલાકારો અને તેમની ટીમ માટે ખાસ તૈયાર કરવામાં આવેલી વ્યૂહરચનાઓનો ઉપયોગ કરીને કોઈ કલાકારના ચાહકોની સંખ્યા વધારવાની અને ચૅનલનું પર્ફોર્મન્સ માપવાની રીત જાણો.
  • ઑડિયન્સ: ડિજિટલ રાઇટ્સ મેનેજર અને કાનૂની, કલાકાર ચૅનલના મેનેજર અને લેબલના પ્રતિનિધિઓ
  • આમાં આ વિષયો કવર કરવામાં આવે છે:
    • કન્ટેન્ટ અને ચૅનલ માટેની વ્યૂહરચનાઓ
    • પ્રમોશન અને એંગેજમેન્ટ
    • વિશ્લેષણો
    • આવક
    • મૂળભૂત અધિકારોનું મેનેજમેન્ટ

મ્યુઝિક સંબંધિત અધિકારોના મેનેજમેન્ટનો અભ્યાસક્રમ

મોટે પાયે મ્યુઝિકના અધિકારો મેનેજ કરો અને મ્યુઝિક ક્ષેત્રના ડિજિટલ રાઇટ્સ મેનેજર માટે ડિઝાઇન કરવામાં આવેલા અભ્યાસક્રમો વડે તમારા મ્યુઝિક કૅટલૉગથી કમાણી કરવાની ક્ષમતા વધારો.
  • ઑડિયન્સ: ડિજિટલ રાઇટ્સ મેનેજર અને કાનૂની, કલાકાર ચૅનલના મેનેજર અને લેબલના પ્રતિનિધિઓ
  • આમાં આ વિષયો કવર કરવામાં આવે છે:
    • YouTube પર મ્યુઝિક સંબંધિત કૉપિરાઇટ
    • આવક માટેની અસેટનું ઑપ્ટિમાઇઝેશન
    • Content IDના દાવા અને પૉલિસીઓ
    • કન્ટેન્ટ ડિલિવરી અને રિપોર્ટિંગ

શું આ સહાયરૂપ હતું?

અમે તેને કેવી રીતે બહેતર બનાવી શકીએ?
Search
શોધ સાફ કરો
શોધ બંધ કરો
મુખ્ય મેનૂ
15463073238837285362
true
સહાયતા કેન્દ્ર શોધો
true
true
true
true
true
59
false
false