YouTube ઑપરેશંસ ગાઇડ

અસેટ માટેની શ્રેષ્ઠ પદ્ધતિઓ

આ સુવિધાઓ ફક્ત YouTube Studioના કન્ટેન્ટ મેનેજરનો ઉપયોગ કરતા પાર્ટનર માટે ઉપલબ્ધ છે. ઍક્સેસ મેળવવા માટે YouTube પાર્ટનર મેનેજરનો સંપર્ક કરો.

તમારી અસેટ બનાવવાની અને જાળવવાની શ્રેષ્ઠ પદ્ધતિઓ વિશે તમને નીચે જાણકારી મળશે:

સક્રિય સંદર્ભો

જો તમે વપરાશકર્તા દ્વારા બનેલા કન્ટેન્ટ સાથે મેળ કરવા અને તેનો દાવો કરવા Content IDનો ઉપયોગ કરવાની યોજના બનાવતા હો, તો તમારા સંદર્ભો સક્રિય હોવાની ખાતરી કરો. તમારા સંદર્ભોનું સ્ટેટસ ચેક કરવા માટે:

  1. Studioના કન્ટેન્ટ મેનેજરમાં સાઇન ઇન કરો.
  2. ડાબી બાજુના મેનૂમાંથી, અસેટ પર ક્લિક કરો.
  3. ફિલ્ટર બાર પર ક્લિક કરો અને ફિલ્ટર પસંદ કરો:
    • સક્રિય સંદર્ભો ન ધરાવતી અસેટ શોધવા માટે સક્રિય સંદર્ભો > ના > લાગુ કરો પસંદ કરો.
    • નિષ્ક્રિય સંદર્ભો ધરાવતી અસેટ શોધવા માટે નિષ્ક્રિય સંદર્ભો > હા > લાગુ કરો પસંદ કરો.

જ્યારે તમે નિષ્ક્રિય સંદર્ભ ધરાવતી અસેટ જુઓ ત્યારે તેને ફરી સક્રિય કરવાનું વિચારો જેથી અસેટ Content IDના મેળ કરવાનું ચાલુ રાખે. 

Content IDના દુરુપયોગના કારણે નિષ્ક્રિય હોય તેવા સંદર્ભોને આકસ્મિક રીતે સક્રિય ન કરવાની ખાતરી કરો.

સંદર્ભોને ફરી સક્રિય કરવાથી તમને Content IDનો પૂરેપૂરો લાભ લેવામાં સહાય થશે. જો સંદર્ભ સક્રિય હશે તો જ Content ID સંદર્ભ માટે ઑટોમેટ કરેલા દાવા કરશે.

જ્યારે તમે સંદર્ભ વિનાની અસેટ જુઓ ત્યારે સંદર્ભ બનાવવાનું વિચારો.

સંદર્ભો વિશે વધુ જાણો.

સચોટ મેટાડેટા

તમારો અસેટ રિપોર્ટ ડાઉનલોડ કરો અને તમારો મેટાડેટા ચેક કરો. પોતાને પૂછો:

  • શું તેમાં અનપેક્ષિત અક્ષરો અથવા સ્પેસ છે?
  • શું આ મેટાડેટા મારી ટીમને સરળતાથી રિપોર્ટ કરવામાં સહાય કરશે?
  • જો તમારું મ્યુઝિક લેબલ હોય, તો શું તમારી પાસે ISRC ફીલ્ડમાં ડેટા છે?

ત્યાર પછી તમે વ્યક્તિગત અસેટમાં ફેરફાર કરો અથવા અસેટ મેટાડેટામાં .CSV ફાઇલના નમૂના વડે બલ્કમાં ફેરફાર કરી શકો છો.

અસેટના મેટાડેટાના વર્ઝનની તુલના કરવી વિશે વધુ જાણો.

લેબલ કરેલી અસેટ

અસેટ લેબલનો ઉપયોગ એ ભાગીદારો માટે લાભકર્તા છે જેઓ આપેલા આલ્બમ, ટીવી શો, વગેરે માટેની અસેટને અલગ કરવા ઇચ્છે છે. આ કસ્ટમ કૅટેગરી તેમને તેમની અસેટની લાઇબ્રેરીને વ્યવસ્થિત કરવાનું સરળ બનાવે છે.

એકવાર તમે અસેટ લેબલ બનાવી લો અને લાગુ કરી દો તે પછી, સરળતાથી ફિલ્ટર કરી શકાય, બલ્કમાં અપડેટ કરી શકાય અને કાર્યપ્રદર્શનનું વિશ્લેષણ કરી શકાય તે માટે અસેટના ગ્રૂપ બનાવવામાં આવે છે.

ઉદાહરણ તરીકે, Studioના કન્ટેન્ટ મેનેજરના અસેટ પેજ પર, તમે ફિલ્ટર બાર ઉપયોગમાં લાવી શકો છો અને અસેટ લેબલ પસંદ કરી શકો છો. ત્યાર પછી તમે સરળતાથી અસેટનું ગ્રૂપ ઓળખી શકશો અને બલ્કમાં ફેરફાર કરી શકશો, જેમ કે મેળ પૉલિસી અપડેટ કરવી.

અસેટ લેબલ વિશે વધુ જાણો.

સાચી માલિકી

Studioના કન્ટેન્ટ મેનેજરમાં ત્રણ જગ્યાએ અસેટની માલિકીના વિવાદો ઓળખી શકાય છે:

  1. સમસ્યાઓ કાર્ડમાં ડૅશબોર્ડ પેજ પર, માલિકીના વિવાદો પર ક્લિક કરો.
  2. સમસ્યાઓ પેજ પર, સમસ્યાનો પ્રકાર > માલિકીનો વિવાદ અનુસાર ફિલ્ટર કરો .
  3. રિપોર્ટ પેજ પર, અસેટ ટૅબ પર ક્લિક કરો અને તમારો અસેટ વિવાદ રિપોર્ટ ડાઉનલોડ કરો.
જ્યારે પણ બદલાય ત્યારે હંમેશાં માલિકીની માહિતી અપડેટ કરો, જેમ કે જ્યારે તમે નવા પ્રદેશમાં કન્ટેન્ટનું લાઇસન્સ આપો ત્યારે.

અસેટની માલિકીના વિવાદો ઉકેલવા વિશે વધુ જાણો.

સ્પષ્ટ પૉલિસીઓ

પૉલિસીઓ પેજ પર, થોડી પૉલિસીઓ ચેક કરો જેથી ખાતરી કરી શકાય કે તે તેના શીર્ષક અનુસાર કાર્ય કરે છે.

ઉદાહરણ તરીકે, જો તમારી પૉલિસીનું શીર્ષક “વૈશ્વિક ધોરણે કમાણી કરો" હોય, તો ચેક કરો કે તેમાં વાસ્તવમાં એવા નિયમો છે જે વૈશ્વિક ધોરણે કમાણી કરવા વિશે હોય. 

ઉપરાંત, ખાતરી કરો કે તમારી કસ્ટમ પૉલિસીઓમાં સચોટ પેરામીટર છે જે માત્ર એ કન્ટેન્ટ સાથે મેળ ખાશે જેના એકમાત્ર તમે અધિકારો ધરાવતા હો. 

પૉલિસીઓ વિશે વધુ જાણો.

શું આ સહાયરૂપ હતું?

અમે તેને કેવી રીતે બહેતર બનાવી શકીએ?
true
Search
શોધ સાફ કરો
શોધ બંધ કરો
મુખ્ય મેનૂ
16859871551602077525
true
સહાયતા કેન્દ્ર શોધો
true
true
true
true
true
59
false
false