YouTube ઑપરેશંસ ગાઇડ

ઝુંબેશ બનાવો

આ સુવિધાઓ ફક્ત YouTube Studioના કન્ટેન્ટ મેનેજરનો ઉપયોગ કરતા પાર્ટનર માટે ઉપલબ્ધ છે. ઍક્સેસ મેળવવા માટે YouTube પાર્ટનર મેનેજરનો સંપર્ક કરો.

Studioના કન્ટેન્ટ મેનેજરમાં, ઝુંબેશોની ઑફર એ તમારા કન્ટેન્ટ સાથે મેળ ખાતા હોય એવા, વપરાશકર્તાએ અપલોડ કરેલા વીડિયોમાંથી સીધા તમારા કન્ટેન્ટનો પ્રચાર કરવાની રીત છે. ખાસ કરીને, જ્યારે કોઈ અસેટ ઝુંબેશનો ભાગ હોય, ત્યારે તમારી અસેટની રેફરન્સ ફાઇલ સાથે મેળ ખાતા હોય એવા, વપરાશકર્તાએ અપલોડ કરેલા વીડિયોમાં એક પ્રમોશનલ કાર્ડ ઉમેરવામાં આવે છે. આ કાર્ડ દર્શકોને સીધા તમારા કન્ટેન્ટ સાથે લિંક કરે છે.

તમે ઝુંબેશોનો ઉપયોગ અસેટના સેટ માટે કોઈ ખાસ વીડિયોનો પ્રચાર કરવા માટે કરી શકો છો, જેમ કે જ્યારે વપરાશકર્તાએ અપલોડ કરેલા વીડિયોમાં તમારી મૂવીના દૃશ્યોનો સમાવેશ હોય ત્યારે તમારી મૂવીના જોવાના પેજની સાથે લિંક કરવા માટે.

મેળ Content ID દ્વારા અથવા મેન્યુઅલ દાવો કરીને નક્કી કરવામાં આવે છે. Content IDના દાવા માટે, કાર્ડ ત્યારે બતાવવામાં આવે છે કે જ્યારે મેળ ખાતું સેગ્મેન્ટ શરૂ થતું હોય. મેન્યુઅલ દાવા માટે, કાર્ડ ત્યારે બતાવવામાં આવે છે કે જ્યારે વીડિયો સમાપ્ત થાય છે. ધ્યાનમાં રાખો કે જો મેળ ખાતા વીડિયો YouTube પર ચલાવવા યોગ્ય ન હોય, તો કાર્ડ બતાવવામાં આવતા નથી. વીડિયોમાં સંક્ષિપ્ત મેળ હોય તો પણ કાર્ડ બતાવવામાં આવતા નથી.

ઝુંબેશનું સેટઅપ કરો

ઝુંબેશનું સેટઅપ કરવા માટે, તમારે પહેલાં એ નક્કી કરવું જરૂરી છે કે તમારી ઝુંબેશમાં તમે તમારી અસેટને કેવી રીતે ઓળખાવવા માગો છો, અસેટ દ્વારા કે અસેટનાં લેબલ દ્વારા:

  • અસેટ-આધારિત ઝુંબેશો અલગ-અલગ રીતે પસંદ કરેલી અસેટ પર આધારિત હોય છે.
  • લેબલ-આધારિત ઝુંબેશો એવી અસેટ પર આધારિત હોય છે કે જેના પર કોઈ ખાસ લેબલ લગાવેલું હોય.

ટિપ: અમે શક્ય હોય ત્યારે લેબલ આધારિત ઝુંબેશો બનાવવાનો સુઝાવ આપી છીએ કારણ કે એના આ લાભો છે:

  • અમર્યાદિત અસેટ: લેબલ આધારિત ઝુંબેશોનો ઉપયોગ અસંખ્ય ઝુંબેશો પર થઈ શકે છે, જ્યારે અસેટ-આધારિત ઝુંબેશોનો ઉપયોગ વધુમાં વધુ 25 અસેટ પર થઈ શકે છે.
  • વધુ વિશેષિત: લેબલ આધારિત ઝુંબેશો સાથે, તમે વિશેષ થીમના આધારે વધુ સરળતાથી ઝુંબેશો બનાવી શકો છો.
  • ઑટોમૅટિક અપડેટ: જ્યારે કોઈ અસેટ લેબલ કોઈ ઝુંબેશનો ભાગ હોય, ત્યારે તે લેબલ લગાવેલી હોય એવી કોઈપણ નવી અસેટને ઝુંબેશમાં ઑટોમૅટિક રીતે શામેલ કરવામાં આવે છે.

Studioના કન્ટેન્ટ મેનેજરમાં ઝુંબેશ બનાવવા માટે:

  1. Studioના કન્ટેન્ટ મેનેજરમાં સાઇન ઇન કરો.
  2. ડાબી બાજુના મેનૂમાંથી, ઝુંબેશો પસંદ કરો.
  3. નવી ઝુંબેશ અને પછી બનાવો પર ક્લિક કરો, પછી તમારી ઝુંબેશમાં અસેટ ઓળખાય તે માટેની પદ્ધતિ પસંદ કરો:
    • અસેટ આધારિત ઝુંબેશ
    • લેબલ આધારિત ઝુંબેશ
  4. ઝુંબેશનું નામ બૉક્સમાં, તમારી ઝુંબેશ માટેનું નામ દાખલ કરો.
  5. ખાસ પસંદ કરેલો વીડિયો બૉક્સમાં, તમે પ્રચાર કરવા માગતા હો તે વીડિયોનું આખું URL દાખલ કરો.
  6. પ્રારંભ તારીખ  પર ક્લિક કરો અને તે તારીખ પસંદ કરો જ્યારે તમે તમારી ઝુંબેશ શરૂ કરવા માગતા હોય.
  7. સમાપ્તિ તારીખ  પર ક્લિક કરો અને તે તારીખ પસંદ કરો જ્યારે તમે તમારી ઝુંબેશ સમાપ્ત કરવા માગતા હોય.
  8. તમારી ઝુંબેશમાં ઉમેરવા માટે અસેટ અથવા અસેટ લેબલ પસંદ કરો:
    • અસેટ-આધારિત ઝુંબેશો માટે:
      • અસેટ ઉમેરો પર ક્લિક કરો.
      • તમે તમારી ઝુંબેશમાં ઉમેરવા માગતા હો તે અસેટની પાસે આપેલા ચેકબૉક્સ પર ક્લિક કરો (25 અસેટ સુધી).
      • 25 અસેટમાંથી # અસેટ પસંદ કરો પર ક્લિક કરો. (# તમે પસંદ કરેલી અસેટની સંખ્યા દર્શાવે છે).
    • લેબલ-આધારિત ઝુંબેશ માટે:
      • અસેટનાં લેબલ બૉકસ પર ક્લિક કરો.
      • અસ્તિત્વમાં છે તે લેબલ શોધવા માટે અથવા નવું લેબલ બનાવવા માટે અસેટનાં લેબલનું નામ દાખલ કરો.
      • તમારી ઝુંબેશમાં અસેટ ઉમેરવા માટે અસેટનાં લેબલનાં નામ પર ક્લિક કરો.
  9. સાચવો પર ક્લિક કરો.

નોંધ:

  • માત્ર મ્યુઝિક લેબલના ભાગીદારો જ સંદર્ભના ઑડિયો ઘટક આધારિત ઝુંબેશ બનાવી શકે છે.
  • તમે વિવિધ અસેટ ગ્રૂપ માટે એક ઝુંબેશ બનાવી શકો છો.
  • કન્ટેન્ટ મેનેજર એકાઉન્ટ દીઠ 5000 ઝુંબેશ સુધી બનાવી શકો છો.

શું આ સહાયરૂપ હતું?

અમે તેને કેવી રીતે બહેતર બનાવી શકીએ?
true
Search
શોધ સાફ કરો
શોધ બંધ કરો
મુખ્ય મેનૂ
15275319009424039506
true
સહાયતા કેન્દ્ર શોધો
true
true
true
true
true
59
false
false