Facebook અને Twitter પર ખોટો મેટાડેટા ઠીક કરો

જ્યારે તમે Facebook કે Twitter પર YouTube URL દાખલ કરો, ત્યારે વીડિયોનું શીર્ષક, વર્ણન કે થંબનેલ ખોટી કે જૂની હોઈ શકે છે.

શીર્ષક અથવા વર્ણનને તરત જ અપડેટ કરો

Facebook

અન્ય લોકો તમારો વીડિયો Facebook પર શેર કરી શકે છે અને તમારા ધ્યાનમાં આવી શકે છે કે વીડિયોનું શીર્ષક અથવા વર્ણન ખોટું છે. Facebook ડિબગ ટૂલમાં વીડિયોનું URL દાખલ કરો અને આમ કરવાથી કૅશ મેમરીમાં સાચવેલું શીર્ષક અને વર્ણન તરત જ અપડેટ થશે.

જો તમને અન્ય સમસ્યાઓ આવે, તો Facebookને સમસ્યાની જાણ કરવાનું વિચારી જુઓ.

Twitter

અન્ય લોકો તમારો વીડિયો Twitter પર શેર કરી શકે છે અને તમારા ધ્યાનમાં આવી શકે છે કે વીડિયોનું શીર્ષક અથવા વર્ણન ખોટું છે. Twitter કાર્ડ વૅલિડેટરમાં વીડિયોનું URL દાખલ કરો અને આમ કરવાથી કૅશ મેમરીમાં સાચવેલું શીર્ષક અને વર્ણન તરત જ અપડેટ થશે.

આ સમસ્યાને ટાળો

અન્ય વેબસાઇટ અથવા ઍપ પર વીડિયોની લિંક પેસ્ટ કરતા પહેલાં ખાતરી કરો કે તમારા વીડિયો પર પ્રક્રિયા થઈ ગઈ છે, તે સાર્વજનિક છે અને વીડિયોનો મેટાડેટા YouTube પર સેટ કરેલો છે. લિંક પેસ્ટ કરવાથી તે જ પળે વીડિયોની માહિતી કૅશ મેમરીમાં ઉમેરવામાં આવશે. જો YouTube પર મેટાડેટામાં ફેરફાર થયો હોય, તો પણ કૅશ મેમરી અપડેટ થતા પહેલાં URL પેસ્ટ કરનારી કોઈપણ વ્યક્તિને જૂની માહિતી મળશે.

વધુ જાણો

આ સમસ્યા ત્યારે આવે છે જ્યારે વીડિયો પર પ્રક્રિયા પૂર્ણ થતા પહેલાં પોસ્ટમાં YouTube વીડિયો ઉમેરવામાં આવે છે. વીડિયો ખાનગી હોય, ત્યારે પણ આવું થઈ શકે છે. તમે તમારી થંબનેલ અથવા મેટાડેટા અપડેટ કરતા પહેલાં કદાચ પોસ્ટ પણ શેર કરી હશે.

ક્યારેક, વીડિયો પર પ્રક્રિયા પૂર્ણ થઈ જાય અને તે સાર્વજનિક થઈ જાય તે પછી પણ, તેમાં જૂનું શીર્ષક, વર્ણન અથવા થંબનેલ હોઈ શકે છે. એકવાર Facebook કે Twitter તેની કૅશ મેમરીને અપડેટ કરે, એટલે આ સમસ્યા આખરે જાતે હલ થઈ જશે.

શું આ સહાયરૂપ હતું?

અમે તેને કેવી રીતે બહેતર બનાવી શકીએ?
Search
શોધ સાફ કરો
શોધ બંધ કરો
મુખ્ય મેનૂ
11574838443518942857
true
સહાયતા કેન્દ્ર શોધો
true
true
true
true
true
59
false
false