તમારા YouTube સબ્સ્ક્રાઇબરની સંખ્યા ચેક કરો

તમારા સબ્સ્ક્રાઇબરની સંખ્યા તમારી YouTube ચૅનલને અનુસરવા માટે કેટલા દર્શકોએ સબ્સ્ક્રાઇબ કરી છે તે દર્શાવે છે. તમે YouTube Analyticsમાં રિઅલ ટાઇમમાં તમારા સબ્સ્ક્રાઇબરની સંખ્યા જોઈ શકો છો અને સમય અનુસારનો તમારો વિકાસ જોઈ શકો છો. જ્યારે તમે માઇલસ્ટોન પર પહોંચી જશો ત્યારે તમને YouTube Studioમાં એક ઇમેઇલ અને અભિનંદન પાઠવતું ઍનિમેશન મળશે.

તમારા સબ્સ્ક્રાઇબરની સંખ્યા શોધવી

  1. YouTube Studioમાં સાઇન ઇન કરો.
  2. ડાબી બાજુના મેનૂમાંથી Analytics પસંદ કરો.
  3. ઓવરવ્યૂ ટૅબ પર, રિઅલટાઇમ કાર્ડ શોધો. 
  4. સમયાંતરે તમારા સબ્સ્ક્રાઇબરની સંખ્યા જોવા માટે લાઇવ સંખ્યા જુઓ પર ક્લિક કરો.

તમારા YouTube સબ્સ્ક્રાઇબરની સંખ્યા વિશે સમજો

તમારા ઑડિયન્સ તમારી સબ્સ્ક્રાઇબરની સંખ્યાનું ટૂંકું વર્ઝન જોઈ શકે છે. તમારી ચૅનલનાં કેટલા સબ્સ્ક્રાઇબર છે તેના આધારે સબ્સ્ક્રાઇબરની આ સંખ્યા ટૂંકા રૂપમાં બતાવવામાં આવે છે.

જો તમારા આટલા સબ્સ્ક્રાઇબર હોય... તો પછી તમારા સબ્સ્ક્રાઇબરની સંખ્યા અપડેટ થશે પ્રતિ:
1,000 કરતાં ઓછા સબ્સ્ક્રાઇબર 1 નવા સબસ્ક્રાઇબર
1,000–9,999 સબ્સ્ક્રાઇબર 10 નવા સબ્સ્ક્રાઇબર
10,000–99,999 સબ્સ્ક્રાઇબર 100 નવા સબ્સ્ક્રાઇબર
100,000–999,999 સબ્સ્ક્રાઇબર 1,000 નવા સબ્સ્ક્રાઇબર
1,000,000–9,999,999 સબ્સ્ક્રાઇબર 10,000 નવા સબ્સ્ક્રાઇબર
10,000,000–99,999,999 સબ્સ્ક્રાઇબર 100,000 નવા સબ્સ્ક્રાઇબર
100,000,000–999,999,999 સબ્સ્ક્રાઇબર 1,000,000 નવા સબ્સ્ક્રાઇબર

 

તમારા સબ્સ્ક્રાઇબરની સંખ્યા કેવી રીતે બતાવવામાં આવશે તે સમજવા માટે, નીચે આપેલા કોષ્ટકનો ઉપયોગ કરો.

ઉદાહરણ તરીકે, જો તમારી પાસે આટલા સબ્સ્ક્રાઇબર હોય... તો પછી સબ્સ્ક્રાઇબરની સંખ્યા છે: તમારી આગલી સબ્સ્ક્રાઇબરની સંખ્યા આ હશે:
123 સબ્સ્ક્રાઇબર 123 124
1,234 સબ્સ્ક્રાઇબર 1.23 K 1.24 K
12,345 સબ્સ્ક્રાઇબર 12.3 K 12.4 K
123,456 સબ્સ્ક્રાઇબર 123 K 124 K
1,234,567 સબ્સ્ક્રાઇબર 1.23 M 1.24 M
12,345,678 સબ્સ્ક્રાઇબર 12.3 M 12.4 M
123,456,789 સબ્સ્ક્રાઇબર 123 M 124 M

બંધ થયેલા એકાઉન્ટ અને સ્પામ સબ્સ્ક્રાઇબરને કાઢી નાખવા

  • બંધ થયેલા એકાઉન્ટ: નિર્માતા દ્વારા બંધ કરાયેલા એકાઉન્ટ અથવા પૉલિસીનું ઉલ્લંઘન કરવા બદલ YouTube દ્વારા સમાપ્ત કરાયેલા એકાઉન્ટ.
  • સ્પામ સબ્સ્ક્રાઇબર: કુત્રિમ માધ્યમો મારફતે મેળવેલા સબ્સ્ક્રાઇબર, જેમ કે ત્રીજા પક્ષની સેવા મારફતે સબ્સ્ક્રાઇબર ખરીદવા.

અમે તમારી YouTube ચૅનલ પરના એકાઉન્ટ અને ક્રિયાઓની કાયદેસરતા નિયમિત રીતે ચકાસીએ છીએ. અમે વિવિધ સ્રોતો પર આવતી સુસંગતતાની સમસ્યાઓનાં નિરાકરણ માટે, YouTube Analyticsમાં સાઇટનાં મેટ્રિકમાં સુધારા પણ કરી શકીએ છીએ. દરેક જણ માટે YouTube ઉચિત રાખવા માટે, આ પ્રક્રિયા ખાતરી કરે છે કે અમારી સાઇટનાં મેટ્રિક સ્પામ, દુરુપયોગ અને બંધ કરાયેલા એકાઉન્ટથી મુક્ત છે.

તમે મૂળભૂત રીતે તમારા ઑડિયન્સની સંખ્યા બનાવી રહ્યાં છો તેની ખાતરી કરવા માટે સબ્સ્ક્રાઇબરની સંખ્યા સચોટ રહે તે મહત્ત્વપૂર્ણ છે. બંધ કરેલા એકાઉન્ટ અને સ્પામ તરીકે ઓળખાયેલા સબ્સ્ક્રાઇબરને તમારા સબ્સ્ક્રાઇબરની કુલ સંખ્યામાં ગણવામાં આવશે નહીં. તેઓ સબ્સ્ક્રાઇબરની સૂચિમાં પણ બતાવવામાં આવશે નહીં અને તેઓ વ્યૂ અથવા જોવાયાના સમયને અસર કરશે નહીં.

શા માટે તમારા સબ્સ્ક્રાઇબરની સંખ્યા બદલાઈ શકે તેના વિશે વધુ જાણો.

શું આ સહાયરૂપ હતું?

અમે તેને કેવી રીતે બહેતર બનાવી શકીએ?
Search
શોધ સાફ કરો
શોધ બંધ કરો
મુખ્ય મેનૂ
2903064864089660333
true
સહાયતા કેન્દ્ર શોધો
true
true
true
true
true
59
false
false