Google વીડિયો ક્વૉલિટીનો રિપોર્ટ

વીડિયો ક્વૉલિટીનો રિપોર્ટ તે રિપોર્ટ છે કે જે તમારી ઇન્ટરનેટ સેવા આપનાર કંપની (ISP) સામાન્ય રીતે તમને કયા પ્રકારનું કાર્યપ્રદર્શન ડિલિવર કરે છે તે જણાવે છે. આ રિપોર્ટ તમને એ પણ જણાવે છે કે તમારા વિસ્તારના વિવિધ પ્રદાતાઓ કેવું કાર્યપ્રદર્શન કરે છે અને વીડિયોનાં પર્ફોર્મન્સમાં અન્ય પરિબળોની શું અસર થાય છે.

ઇન્ટરનેટ સેવા આપનાર કંપનીનાં રેટિંગ

આ રિપોર્ટ તમારા પ્રદાતાને 3માંથી એક રેટિંગ આપશે: HD પ્રમાણિત, સ્ટૅન્ડર્ડ ડેફિનિશન અથવા લૉઅર ડેફિનિશન. તમે જોશો તે વીડિયો સ્ટ્રીમિંગ ક્વૉલિટી માટે તમે કોઈ ચોક્કસ વિસ્તારમાં ISP (ઇન્ટરનેટ સેવા આપનાર કંપની) પર YouTube જુઓ ત્યારે ઓછામાં ઓછા 90% સમય ક્વૉલિટીની અપેક્ષા કરી શકો છો. દરેક રેટિંગનો અર્થ અહીં સમજાવ્યો છે:

  • HD પ્રમાણિત: જ્યારે હાઇ ડેફિનિશન YouTube વીડિયો (720p અને તેનાથી વધુનો) જોતા હોય, ત્યારે મોટા ભાગે તમારે સ્મૂધ પ્લેબૅકની અપેક્ષા કરવી જોઈએ.
  • સ્ટૅન્ડર્ડ ડેફિનિશન: સ્ટૅન્ડર્ડ ડેફિનિશનના YouTube વીડિયો (360p) પર તમારે સ્મૂધ પ્લેબૅકની અપેક્ષા કરવી જોઈએ અને હાઇ ડેફિનિશન YouTube વીડિયો (720p અને તેનાથી વધુના) પર ક્યારેક વિક્ષેપો આવી શકે છે.
  • લૉઅર ડેફિનિશન: પ્લેબૅક દરમિયાન, 360p અને તેનાથી વધુ પર YouTube વીડિયો ચલાવતા હોય ત્યારે તમને ઝાંખી ક્વૉલિટીનું ચિત્ર જોવા મળી શકે અને વારંવાર વિક્ષેપો આવી શકે છે.

આ રેટિંગ આપેલા વિસ્તારમાં ISPનાં નેટવર્ક પર હોય તે તમામ વપરાશકર્તાઓ પર ફોકસ કરે છે. તે માત્ર તમારા કનેક્શન પર જ ફોકસ નથી કરતા.

પ્રદાતાઓની તુલના કરો

તમારા વિસ્તારનાં પ્રદાતાઓની તુલના કેવી રીતે કરવી તે અહીં આપ્યું છે:

  • કમ્પ્યુટર પર: તમારા વિસ્તારનાં પ્રદાતાઓની તુલના કરો પર ક્લિક કરો.
  • મોબાઇલ સાઇટ પર: ગ્રાફની નીચે, [#] ISPs [location]ની તુલના કરોની નીચે  ઍરો પસંદ કરો.

તમને પ્રત્યેક રેટિંગમાં પ્રદાતાઓની સૂચિ મળશે. તેમની વીડિયો સ્ટ્રીમિંગની ક્વૉલિટી વિશે વધુ જાણવા માટે પ્રત્યેક રેટિંગને પસંદ કરો.

લોકેશન બદલો

તમારા રિપોર્ટ માટેનું લોકેશન બદલવા માટે આ પગલાં અનુસરો:

કમ્પ્યુટર પર
  1. ગ્રાફની ઉપર, લોકેશન બદલો પર ક્લિક કરો.
  2. તમારા શહેર અથવા રાજ્યનું નામ દાખલ કરો.
  3. સૂચિમાંથી શ્રેષ્ઠ પરિણામ પસંદ કરો.
  4. ઓકે પર ક્લિક કરો.
મોબાઇલ સાઇટ પર
  1. ગ્રાફની ઉપર, લોકેશન બદલો પર ટૅપ કરો.
  2. શોધ બૉક્સમાં તમારા શહેર અથવા રાજ્યનું નામ દાખલ કરો.
  3. સૂચિમાંથી શ્રેષ્ઠ પરિણામ પસંદ કરો.

સામાન્ય સમસ્યાઓ

  • પરિણામો ઉપલબ્ધ નથી: વીડિયો ક્વૉલિટીનો રિપોર્ટ અમુક દેશો/પ્રદેશોમાં જ ઉપલબ્ધ છે, જેથી તમને ભૂલનો મેસેજ, “તમારા લોકેશનનાં પરિણામો હજુ ઉપલબ્ધ નથી” મળી શકે છે. જો તમને આ રિપોર્ટ ઉપલબ્ધ હોય એવા દેશ/પ્રદેશમાં આ મેસેજ મળે, તો અમને જાણ કરવા માટે તમારા પેજની નીચે પ્રતિસાદ મોકલોનો ઉપયોગ કરો.
  • વીડિયો ચલાવવામાં આવતી સમસ્યાઓ: જો તમે ISPનાં રેટિંગ સાથે સંકળાયેલી ક્વૉલિટીમાં વીડિયો જોઈ શકતા ન હો, તો આ સમસ્યા નિવારણ કરનારા પગલાં અજમાવી જુઓ.
  • ઇન્ટરનેટ સેવા આપનાર કંપની સંબંધિત સમસ્યાઓ: જો તમને તમારી ઇન્ટરનેટ સેવા આપનાર કંપની સંબંધિત કોઈ સમસ્યા આવી રહી હોય અથવા પ્રતિસાદ આપવા માગતા હો, તો સીધો તેમનો સંપર્ક કરો.

શું આ સહાયરૂપ હતું?

અમે તેને કેવી રીતે બહેતર બનાવી શકીએ?
Search
શોધ સાફ કરો
શોધ બંધ કરો
મુખ્ય મેનૂ
15040832111440195920
true
સહાયતા કેન્દ્ર શોધો
true
true
true
true
true
59
false
false