કૉપિરાઇટનાં ઉલ્લંઘનના નોટિફિકેશન માટેની જરૂરિયાતો: વીડિયો

ટિપ: તમને જે વીડિયો તમારા કૉપિરાઇટનું ઉલ્લંઘન કરતો હોવાનું લાગતું હોય, તેને દૂર કરવાની સૌથી સરળ રીત અમારું વેબફોર્મ વાપરવાની છે.

વીડિયો સિવાયનું કન્ટેન્ટ, ચૅનલના બૅનરની છબીઓ, દૂર કરવાની વિનંતી કરવા માટે તમારી વિનંતીમાં આ આવશ્યક માહિતી શામેલ કરવી જરૂરી છે.

વીડિયો માટે કૉપિરાઇટના ઉલ્લંઘનના નોટિફિકેશનની વિનંતી કરવા માટે, તમારે નીચે સૂચિબદ્ધ આવશ્યક માહિતી શામેલ કરવી જરૂરી છે. આ માહિતી વિના, અમે તમારી વિનંતી પર આગળની પ્રક્રિયા કરી શકીશું નહીં.

તમે પર copyright@youtube.com ઇમેઇલમાં (જોડાણમાં નહિ) અથવા ફેક્સ કે ટપાલ વડે નીચેની માહિતી સબમિટ કરી શકો છો.

1. તમારી સંપર્ક માહિતી

YouTube અને તમે જે કન્ટેન્ટ કાઢી નાખવાની વિનંતી કરી રહ્યા છો, તેના અપલોડકર્તાને તમારી વિનંતીના સંદર્ભમાં તમારો સંપર્ક કરવાની જરૂર પડી શકે છે. તમારી વિનંતીમાં નીચેનામાંથી કોઈ એક કે વધુ માહિતી શામેલ કરો:

  • તમારું ઇમેઇલ ઍડ્રેસ
  • તમારું ભૌતિક સરનામું:
  • તમારો ટેલિફોન નંબર

2. તમારી કૉપિરાઇટ દ્વારા સુરક્ષિત કામગીરીનું વર્ણન

તમારી વિનંતીમાં, ખાતરી કરો કે તમે જે કૉપિરાઇટ દ્વારા સુરક્ષિત કન્ટેન્ટને બચાવવાનો પ્રયત્ન કરી રહ્યા છો, તેનું સ્પષ્ટ અને સંપૂર્ણ વર્ણન કરો છો.

જો તમને લાગતું હોય કે તમારી એક કરતાં વધુ કૉપિરાઇટ દ્વારા સુરક્ષિત કામગીરીનું ઉલ્લંઘન થયું છે, તો કાયદો તમારી વિનંતીમાં આવી કામગીરીઓની પ્રતિકાત્મક સૂચિ શામેલ કરવાની પરવાનગી આપે છે.

3. જે વીડિયો પ્રશ્નમાં છે, તેનાં ચોક્કસ URLs

તમારી વિનંતીમાં એક કે વધુ જે વીડિયોમાં તમારા કૉપિરાઇટનું ઉલ્લંઘન થયું હોવાનું તમને લાગતું હોય તે વીડિયોની ચોક્કસ લિંક હોવી જરૂરી છે. 

ચોક્કસ વીડિયોનું કે વીડિયોના URLને નીચેના ફૉર્મેટમાં શામેલ કરો:
 
www.youtube.com/watch?v=xxxxxxxxxxx

ચૅનલનું નામ કે ચૅનલનું URL જેવી સામાન્ય માહિતી પર્યાપ્ત નથી.

4. નીચેના બે નિવેદનો સાથે સંમત થાઓ અને શામેલ કરો:

"મને સંપૂર્ણ વિશ્વાસ છે કે જે રીતે ફરિયાદ કરવામાં આવી છે તે રીતે મટિરિયલનો ઉપયોગ કૉપિરાઇટ માલિક, તેના એજન્ટ અથવા કાયદા દ્વારા અધિકૃત કરેલો નથી."

"આ સૂચનાની માહિતી સચોટ છે, અને ખોટી જુબાનીની દંડ અંતર્ગત જેનું કથિત રીતે ઉલ્લંઘન થયું છે તે એકમાત્ર હક ધરાવતા માલિકના વતી પગલા લેવા માટે અધિકૃત એજન્ટ અથવા માલિક છું."

5. તમારી સહી

સંપૂર્ણપણે કાઢી નાખવાની વિનંતીઓ માટે કૉપિરાઇટના માલિકની અથવા તેના વતી કામ કરવા માટે અધિકૃત એજન્ટની ભૌતિક કે ઇલેક્ટ્રોનિક સહીની જરૂર પડે છે.

આ આવશ્યકતા પૂરી કરવા માટે, કૉપિરાઇટના માલિક કે અધિકૃત એજન્ટ વિનંતીમાં એકદમ નીચે સહી તરીકે તેમનું પૂરું કાનૂની નામ લખી શકે છે. પૂરા કાનૂની નામમાં કંપનીનું નામ નહીં, પણ નામ અને અટક હોવા જોઈએ.

ઉપરોક્ત માહિતીને copyright@youtube.com પરના ઇમેઇલમાં શામેલ કરો (જોડાણમાં નહિ). તમે ફેક્સ કે ટપાલ વડે પણ વિનંતી કરી શકો છો.

શું આ સહાયરૂપ હતું?

અમે તેને કેવી રીતે બહેતર બનાવી શકીએ?
Search
શોધ સાફ કરો
શોધ બંધ કરો
મુખ્ય મેનૂ
9552503638371215126
true
સહાયતા કેન્દ્ર શોધો
true
true
true
true
true
59
false
false