YouTube પર અપલોડમાં ઑડિયો અથવા વીડિયો સમસ્યા નિવારણ

જો તમને તમારા અપલોડના ઑડિયો અથવા વીડિયોમાં સમસ્યાઓ આવી રહી હોય, તો આ સમસ્યા ઉકેલવા માટે સમસ્યા નિવારણના આ પગલાં અજમાવી જુઓ.

ઑડિયોની સમસ્યાઓ

ઑડિયો અને વીડિયો સિંક થતા નથી

ખાતરી કરો કે તમારા ઑડિયો અને વીડિયો ટ્રૅકનો સમયગાળો સરખો છે. જો તમારો ઑડિયો ટ્રૅક તમારા વીડિયો કરતાં નાનો કે મોટો હોય, તો બની શકે કે તમારો ઑડિયો અને વીડિયો સાચી રીતે સિંક ન થાય.

તમારા ઑડિયો અને વીડિયો ટ્રૅકમાં ફેરફાર કરવા માટે, YouTube પર તમારું કન્ટેન્ટ અપલોડ કરતા પહેલાં વીડિયો એડિટિંગ સૉફ્ટવેરનો ઉપયોગ કરો.

ઑડિયો કમ્પ્યુટર પર ચાલે છે પરંતુ મોબાઇલ ડિવાઇસ પર નહીં

જો કમ્પ્યુટર પર તમારા વીડિયોનો સાઉન્ડ બરાબર ચાલતો હોય પરંતુ તે મોબાઇલ ડિવાઇસ પર બરાબર ચાલતો ન હોય, તો તમારા ઑડિયોમાં મોનો સુસંગતતા નબળી હોઈ શકે છે.
વીડિયોમાં ઘણીવાર સ્ટીરિયો ઑડિયો હોય છે, જેમાં ડાબા અને જમણા સ્પીકર માટે ઑડિયો હોય છે (હૅડફોનની જેમ). મોટા ભાગના મોબાઇલ ડિવાઇસમાં ફક્ત એક સ્પીકર હોય છે. તમારું મોબાઇલ ડિવાઇસ સ્ટીરિયો ઑડિયો ચલાવે છે, ત્યારે તેણે તમારો વીડિયો ચાલુ થાય તે પહેલાં તેને મોનો (એક સ્પીકર) ઑડિયોમાં બદલવો પડે છે.
જો તમારા વીડિયોમાં રહેલા ઑડિયોની "મોનો સુસંગતતા" નબળી હોય, તો મોનો રૂપાંતરણ પ્રક્રિયા ઑડિયોની ગુણવત્તા ઘટાડી શકે છે અથવા ઑડિયો મ્યૂટ કરી શકે છે. કેટલાક ઑડિયો રેકોર્ડિંગનો એક વીડિયોમાં ઉપયોગ કરવામાં આવે ત્યારે મોટાભાગે સમસ્યા થાય છે.
ખાતરી કરો કે તમારો ઑડિયો "તબક્કામાં" છે.
ઑડિયો અથવા વીડિયોની અન્ય સમસ્યાઓ

તમારા વીડિયોના સેટિંગમાં ફેરફાર કરવાથી ઑડિયો અને વીડિયોની સામાન્ય સમસ્યાઓ ઉકેલાઈ જાય છે. તમારા વીડિયોના સેટિંગ રિવ્યૂ કરવા અને બદલવા માટે:

વીડિયો એડિટિંગ પ્રોગ્રામમાં વીડિયો ખોલો

તમારો raw વીડિયો ખોલવા માટે, તમારા કમ્પ્યુટર પર વીડિયો એડિટિંગ પ્રોગ્રામનો ઉપયોગ કરો. જો તમે મોબાઇલ ડિવાઇસ પર તમારો વીડિયો રેકોર્ડ હોય, તો તમે મોબાઇલ એડિટિંગ ઍપનો ઉપયોગ કરીને વીડિયો ખોલી શકો છો.

વીડિયો સેટિંગની ચકાસણી કરો

તમારા વીડિયો એડિટરમાં, બે વખત ચેક કરો કે તમારા વીડિયો સેટિંગ અમારા સુઝાવ કરેલા અપલોડ સેટિંગ સાથે મેળ ખાય છે.

વીડિયો સેટિંગ:
  • નાનું કરવાનો પ્રકાર: H.264
  • ફ્રેમ રેટ: FPS રેટ 24, 25, 30, 48, 50, 60 પસંદ કરવામાં આવે છે. અન્ય ઓછા-સામાન્ય ફ્રેમ રેટ જેમ કે 23.98, 29.97 અને 59.94 પણ સ્વીકાર્ય છે.
  • ડેટા રેટ: ઑટોમૅટિક
  • કી ફ્રેમ: ઑટોમૅટિક
  • ફ્રેમનું પુનઃક્રમાંકન: અનચેક કરેલું
ઑડિયો/સાઉન્ડ સેટિંગ:
  • ફૉર્મેટ: AAC-LC
  • બિટરેટ: 128 kbps - 256 kbps
  • સેમ્પલ રેટ: 44100 અથવા 48000
અન્ય સેટિંગ:
  • કદ: વીડિયોનું ઑરિજિનલ કદ પસંદ કરો

સાચવો અને નિકાસ કરો

વીડિયોમાં સુઝાવ કરેલા સેટિંગ થઈ જાય એટલે YouTube પર વીડિયો ફરીથી અપલોડ કરો.

વીડિયોની સમસ્યાઓ

નવા વીડિયો ઉચ્ચ ક્વૉલિટી (4K, 1080p)માં ચલાવી શકાતા નથી

તમે કોઈ વીડિયો અપલોડ કરો છો ત્યારે શરૂઆતમાં તેના પર નબળી ક્વૉલિટીમાં પ્રક્રિયા થશે. આ પ્રક્રિયા તમને અપલોડ ફ્લો વધુ ઝડપથી પૂરો કરવામાં મદદ કરે છે. ઉચ્ચ ક્વૉલિટી, જેમ કે 4K અથવા 1080p, પ્રક્રિયા કરવામાં વધુ સમય લઈ શકે છે. આ પ્રક્રિયા થતી હોય ત્યારે કેટલાક કલાકો માટે તમારા વીડિયોમાંથી ઉચ્ચ ક્વૉલિટી ગાયબ હોય તેમ લાગી શકે છે.

જો તમે નવા અપલોડ બધી ક્વૉલિટીમાં ઉપલબ્ધ કરાવવા ઇચ્છતા હો, તો પહેલા તમારા વીડિયોને ફક્ત લિંક સાથે દેખાય તે રીતે અપલોડ કરી જુઓ. પછી બધી ક્વૉલિટી ઉપલબ્ધ થાય ત્યારે તમે તમારા વીડિયોને સાર્વજનિક કરી શકો છો. નવા અપલોડ માટે વીડિયો ક્વૉલિટી વિશે વધુ જાણો.

નોંધ:બની શકે કે પ્લૅટફૉર્મની મર્યાદાના કારણે 4K જેવી ઉચ્ચ ક્વૉલિટી ચોક્કસ ડિવાઇસ અથવા બ્રાઉઝર પર ઉપલબ્ધ ન હોય

રંગો સાચી રીતે ડિસ્પ્લે થતા નથી

જો રંગો સાચી રીતે બતાવવામાં આવતા નથી, તો ખાતરી કરો કે તમારા વીડિયોના ટ્રાન્સફરની લાક્ષણિકતાઓ, રંગ પ્રાથમિક્તાઓ અને રંગ મેટ્રિક્સ સહગુણક મેટાડેટા વીડિયો જે રીતે માસ્ટર કરવામાં આવ્યો હતો, તેની સાથે મેળખ ખાય છે.

જો હજી પણ રંગો સાચી રીતે રેન્ડર થતા ન હોય, તો તે તમારા બ્રાઉઝર અથવા ડિવાઇસના કારણે હોઈ શકે છે. સમસ્યા અલગ કરવા માટે, તમારા ઑરિજિનલ વીડિયો અને તમારા YouTube અપલોડને બીજા બ્રાઉઝર પર ચેક કરો.

ઑડિયો અથવા વીડિયોની અન્ય સમસ્યાઓ

તમારા વીડિયોના સેટિંગમાં ફેરફાર કરવાથી ઑડિયો અને વીડિયોની સામાન્ય સમસ્યાઓ ઉકેલાઈ જાય છે. તમારા વીડિયોના સેટિંગ રિવ્યૂ કરવા અને બદલવા માટે:

વીડિયો એડિટિંગ પ્રોગ્રામમાં વીડિયો ખોલો

તમારો raw વીડિયો ખોલવા માટે, તમારા કમ્પ્યુટર પર વીડિયો એડિટિંગ પ્રોગ્રામનો ઉપયોગ કરો. જો તમે મોબાઇલ ડિવાઇસ પર તમારો વીડિયો રેકોર્ડ હોય, તો તમે મોબાઇલ એડિટિંગ ઍપનો ઉપયોગ કરીને વીડિયો ખોલી શકો છો.

વીડિયો સેટિંગની ચકાસણી કરો

તમારા વીડિયો એડિટરમાં, બે વખત ચેક કરો કે તમારા વીડિયો સેટિંગ અમારા સુઝાવ કરેલા અપલોડ સેટિંગ સાથે મેળ ખાય છે.

વીડિયો સેટિંગ:
  • નાનું કરવાનો પ્રકાર: H.264
  • ફ્રેમ રેટ: FPS રેટ 24, 25, 30, 48, 50, 60 પસંદ કરવામાં આવે છે. અન્ય ઓછા-સામાન્ય ફ્રેમ રેટ જેમ કે 23.98, 29.97 અને 59.94 પણ સ્વીકાર્ય છે.
  • ડેટા રેટ: ઑટોમૅટિક
  • કી ફ્રેમ: ઑટોમૅટિક
  • ફ્રેમનું પુનઃક્રમાંકન: અનચેક કરેલું
ઑડિયો/સાઉન્ડ સેટિંગ:
  • ફૉર્મેટ: AAC-LC
  • બિટરેટ: 128 kbps - 256 kbps
  • સેમ્પલ રેટ: 44100 અથવા 48000
અન્ય સેટિંગ:
  • કદ: વીડિયોનું ઑરિજિનલ કદ પસંદ કરો

સાચવો અને નિકાસ કરો

વીડિયોમાં સુઝાવ કરેલા સેટિંગ થઈ જાય એટલે YouTube પર વીડિયો ફરીથી અપલોડ કરો.

શું આ સહાયરૂપ હતું?

અમે તેને કેવી રીતે બહેતર બનાવી શકીએ?
Search
શોધ સાફ કરો
શોધ બંધ કરો
મુખ્ય મેનૂ
12560008125441380423
true
સહાયતા કેન્દ્ર શોધો
true
true
true
true
true
59
false
false