તમારી ચૅનલ અથવા વીડિયો YouTube શોધ પરિણામોમાં શા માટે નથી

જો તમે તાજેતરમાં તમારી ચૅનલ અથવા વીડિયો બનાવ્યો હોય, તમારો વીડિયો અપડેટ કર્યો હોય અથવા તમારું હૅન્ડલ કે ચૅનલનું નામ બદલ્યું હોય, તો YouTube શોધ પરિણામોમાં તેને દેખાવામાં થોડા દિવસો લાગી શકે છે.

જો થોડા દિવસો થઈ ગયા હોય અને હજી પણ તમે શોધ પરિણામોમાં તમારો વીડિયો શોધી શકતા ન હો, તો નીચેના પગલાં અજમાવી જુઓ:

શોધ પરિણામોમાં તમારી ચૅનલ શોધવા માટે

  • તમારા હૅન્ડલ અથવા ચૅનલના નામ વડે શોધવાના બદલે તમારા ચૅનલ ID વડે શોધો. તમારું ચૅનલ ID શોધવાની રીત જાણો.
  • માત્ર ચૅનલ બતાવવા માટે તમારા શોધ પરિણામોમાં સૌથી ઉપર ફિલ્ટર વિકલ્પનો ઉપયોગ કરો.

શોધ પરિણામોમાં તમારો વીડિયો શોધવા માટે

જો તમે તાજેતરમાં તમારો વીડિયો બદલ્યો હોય, તો અપલોડ કરેલા વીડિયો YouTube શોધ પરિણામોમાં દેખાવામાં થોડા દિવસો લાગી શકે છે.

જો થોડા દિવસો થઈ ગયા હોય અને હજી પણ તમે શોધ પરિણામોમાં તમારો વીડિયો શોધી શકતા ન હો, તો તમે આ મુજબ કરી શકો છો:

  • ચોક્કસ વીડિયો ID શોધો.
  • તમારી શોધ સુધારવા માટે શોધ ફિલ્ટરનો ઉપયોગ કરો.
  • તમારો વીડિયો શોધમાં દેખાડવામાં મદદ કરવા માટે તમારી વીડિયો ટૅગમાં સુધારો કરો.
  • તમારા કોઈ વીડિયોમાં ભૂલો છે કે નહીં, તે શોધવા માટે YouTube Studio ચેક કરો.

YouTube શોધ પરિણામોને કેવી રીતે રેંક આપે છે

YouTube શોધ સૌથી વધુ સંબંધિત પરિણામો બતાવવાનો પ્રયત્ન કરે છે. પરિણામોમાં, વીડિયો, ચૅનલ, પ્લેલિસ્ટ અને લાઇવ સ્ટ્રીમ સમાવેલા થઈ શકે છે. તમને શોધ પરિણામોમાં તમારી ચૅનલ સૌથી ઉપર જોવા ન મળે, જો:

  • તમારા હૅન્ડલ અથવા ચૅનલનું નામ વીડિયોના શીર્ષકોમાં સામાન્યપણે ઉપયોગમાં લેવાતું હોય.
  • તમારી પાસે સામાન્ય ચૅનલનું નામ હોય.
  • તમારી YouTube ચૅનલ નવી છે.
  • બધી ઑડિયન્સ માટે તમારી ચૅનલનું નામ યોગ્ય ન હોય.

શું આ સહાયરૂપ હતું?

અમે તેને કેવી રીતે બહેતર બનાવી શકીએ?
Search
શોધ સાફ કરો
શોધ બંધ કરો
મુખ્ય મેનૂ
16793742369996444674
true
સહાયતા કેન્દ્ર શોધો
true
true
true
true
true
59
false
false