વીડિયો અને ચૅનલ શેર કરો

 

YouTube વીડિયો શેર કરો 

  1. youtube.com પર વીડિયો જોવાનું શરૂ કરો.

  2. વીડિયો હેઠળ, શેર કરો  પર ક્લિક કરો.

  3. એક પૅનલ ખુલશે, જે શેરિંગ માટેના વિવિધ વિકલ્પો પ્રસ્તુત કરશે:
    • સોશિયલ નેટવર્ક: વીડિયોને જે સોશિયલ નેટવર્ક પર શેર કરવો હોય, તેના આઇકન (ઉદાહરણ તરીકે, Facebook, Twitter) પર ક્લિક કરો.
    • ઇમેઇલ: ઇમેઇલ પર વીડિયો શેર કરવા માટે, તમારા કમ્પ્યુટર પર ઉપલબ્ધ ડિફૉલ્ટ ઇમેઇલ સૉફ્ટવેરનો ઉપયોગ કરીને ઇમેઇલનું આઇકન પસંદ કરો.
    • શામેલ કરો: કોડ જનરેટ કરવા માટે શામેલ કરો બટન પર ક્લિક કરો, આ કોડનો ઉપયોગ તમે કોઈ વેબસાઇટ પર વીડિયો શામેલ કરવા માટે કરી શકો છો.
    • લિંકને કૉપિ કરો: વીડિયોની લિંક કૉપિ કરવા માટે કૉપિ કરો બટન પર ક્લિક કરો, જેને તમે અન્ય કોઈપણ જગ્યાએ જેમ કે ઇમેઇલના મેસેજમાં પેસ્ટ કરી શકો છો.
    • થી શરૂ કરો: વીડિયોના ચોક્કસ ભાગને લિંક કરવા માટે, આ બૉક્સને ચેક કરો અને તમે લિંકને કૉપિ કરો તે પહેલાં શરૂ થવાનો સમય દાખલ કરો. ઉદાહરણ તરીકે, વીડિયોને 2 મિનિટ અને 30 સેકન્ડથી શરૂ કરવા માટે, બૉક્સને ચેક કરો અને "2:30" દાખલ કરો.  
    • સમુદાય પોસ્ટ: જો તમને સમુદાય ટૅબની ઍક્સેસ હોય, તો તમે વીડિયોને સાર્વજનિક પોસ્ટમાં શેર કરી શકો છો.

YouTube ચૅનલ શેર કરો

  1. ચૅનલના પેજ પર જાઓ. 
  2. બ્રાઉઝરના ઍડ્રેસ બારમાંથી, URLને કૉપિ કરો.
  3. જ્યાં તમે તેને શેર કરવા માગો છો ત્યાં URL પેસ્ટ કરો.

જો તમે સરળતાથી શેર કરવા માટે કસ્ટમ ચૅનલ URL બનાવવા માગતા હો, તો YouTube URL પર તમારી YouTube ચૅનલનું નામ ઉમેરો.

શું આ સહાયરૂપ હતું?

અમે તેને કેવી રીતે બહેતર બનાવી શકીએ?
Search
શોધ સાફ કરો
શોધ બંધ કરો
મુખ્ય મેનૂ
6065115421884898545
true
સહાયતા કેન્દ્ર શોધો
true
true
true
true
true
59
false
false