YouTube ચૅનલ મેનેજ કરો

તમે તમારી YouTube ચૅનલમાં "બ્રાંડ એકાઉન્ટ"નાં નવા ઉલ્લેખો જોઈ શકો છો અથવા તમારા એકાઉન્ટ સ્વિચરમાં નવું એકાઉન્ટ જુઓ. તાજેતરની YouTube અપડેટ દરમિયાન તમારી ચૅનલ બ્રાંડ એકાઉન્ટ સાથે કનેક્ટ થયેલી હોવાથી આમ થાય છે. બ્રાંડ એકાઉન્ટ પર સ્થાનાંતરિત થયેલી ચૅનલ વિશે વધુ જાણો.

તમે તમારી YouTube ચૅનલને માત્ર તમારે જ મેનેજ કરવી છે કે બહુવિધ લોકો તેને મેનેજ કરી શકે, તે મુજબ સેટિંગ કરી શકો છો. તમે YouTube ચૅનલ માટે નીચેના વિકલ્પોમાંથી કોઈ એક વિકલ્પ પસંદ કરી શકો છો:

  • તેને વ્યક્તિગત Google એકાઉન્ટ સાથે કનેક્ટ કરો: ચૅનલ તમારા Google એકાઉન્ટના નામ અને ફોટોનો ઉપયોગ કરશે.
  • તેને બ્રાંડ એકાઉન્ટ સાથે કનેક્ટ કરો: YouTube ચૅનલ તમે તમારા Google એકાઉન્ટમાં જે નામ વાપરો છો, તેના કરતાં અલગ નામ વાપરી શકે છે.

અમે તમને તમારી ચૅનલને બ્રાંડ એકાઉન્ટ અથવા તમારા વ્યક્તિગત Google એકાઉન્ટ સાથે લિંક કરવા પ્રોત્સાહિત કરીએ છીએ. લિંક કરવાથી તમારી ચૅનલની ઓળખને માન્યતા આપવામાં સહાય મળી શકે છે.

તમારા Google એકાઉન્ટનો ઉપયોગ કરવો

Google માત્ર એક વ્યક્તિ માટે જ હોય છે, તેથી તેમાં એક જ નામનો ઉપયોગ કરવામાં આવે છે અને કનેક્ટ થયેલી કોઈ YouTube ચૅનલ સહિત Googleની બધી સેવાઓમાં તે ઓળખનો જ ઉપયોગ કરવામાં આવે છે.

connect google account to your YouTube channel

જો તમે તમારી YouTube ચૅનલને તમારા Google એકાઉન્ટ સાથે કનેક્ટ કરો છો, તો:

  • ચૅનલને મેનેજ કોણ કરી શકે: માત્ર તમે જ YouTube ચૅનલને ઍક્સેસ કરી શકો છો અને તમારે તમારા Google એકાઉન્ટનો ઉપયોગ કરવો આવશયક છે.
  • ક્યું નામ અને ફોટો બતાવવામાં આવે છે: YouTube ચૅનલ તમારા Google એકાઉન્ટમાં (અને Gmail કે Google Docs જેવી બાકીની સેવાઓમાં) જે નામ અને ફોટો છે, તેને જ વાપરે છે.

બ્રાંડ એકાઉન્ટ વાપરો

બ્રાંડ એકાઉન્ટ સાથે કનેક્ટ થયેલી YouTube ચૅનલને બહુવિધ એકાઉન્ટમાં શેર કરી શકાય છે.

જો તમે તમારી YouTube ચૅનલને બ્રાંડ એકાઉન્ટ સાથે કનેક્ટ કરો છો, તો:

  • ચૅનલને કોણ મેનેજ કરી શકે અને તે કોની માલિકીની રહે છે: બહુવિધ Google એકાઉન્ટ એક બ્રાંડ એકાઉન્ટને મેનેજ કરી શકે છે અને તેના માલિક રહી શકે છે અને તેમાના કોઈ પણ મેનેજર અને માલિકો પણ બ્રાંડ એકાઉન્ટ સાથે કનેક્ટ થયેલી YouTube ચૅનલને ઍક્સેસ કરી શકે છે. જો તમે ચૅનલમાં બીજા માલિકોને ઉમેરો છો, તો તેના પર ચૅનલ ડિલીટ કરવા અને બીજા માલિકોને દૂર કરવા સહિતના તમામ ઍક્શન લઈ શકે છે.
  • ક્યું નામ અને ફોટો બતાવવામાંં આવે છે: YouTube ચૅનલમાં તમારા Google એકાઉન્ટમાંથી અલગ-અલગ નામ અને ફોટો રાખી શકાય છે અને કોઈ પણ Google એકાઉન્ટના મેનેજર તે કરી શકે છે.

તમારા Google એકાઉન્ટ દ્વારા મેનેજ કરવામાં આવતા બ્રાંડ એકાઉન્ટ વાપરો

તમે તમારી YouTube ચૅનલ સાથે કનેક્ટ થયેલાં બહુવિધ બ્રાંડ એકાઉન્ટને મેનેજ કરવા માટે એક Google એકાઉન્ટને વાપરી શકો છો.

જો તમે તમારી YouTube ચૅનલને એવા બ્રાંડ એકાઉન્ટ સાથે કનેક્ટ કરો છો કે જેને માત્ર તમારા Google એકાઉન્ડ વડે જ મેનેજ કરવામાં આવે છે, તો:

  • ચૅનલને મેનેજ કોણ કરી શકે: જો તમારી પાસે બ્રાંડ એકાઉન્ટ સાથે થયેલી બહુવિધ YouTube ચૅનલો હોય, તો તમે તે બધીને સાઇન આઉટ કર્યા વિના એક Google એકાઉન્ટ વડે મેનેજ કરી શકો છો. તમે જે ચૅનલો મેનેજ કરો છો, તેની વચ્ચે સ્વિચ કેવી રીતે કરવું, તેના વિશે જાણો.
  • ક્યું નામ અને ફોટો બતાવવામાં આવે છે: YouTube ચૅનલમાં તમારા Google એકાઉન્ટ અને તેના દ્વારા મેનેજ કરવામાં આવતા બ્રાંડ એકાઉન્ટમાંથી અલગ-અલગ નામ અને ફોટો હોઈ શકે છે.

શું આ સહાયરૂપ હતું?

અમે તેને કેવી રીતે બહેતર બનાવી શકીએ?
true
Search
શોધ સાફ કરો
શોધ બંધ કરો
મુખ્ય મેનૂ
5345160544459810310
true
સહાયતા કેન્દ્ર શોધો
true
true
true
true
true
59
false
false