YouTube અધિકારોના મેનેજમેન્ટનો ઓવરવ્યૂ

આ સુવિધાઓ ફક્ત YouTube Studioના કન્ટેન્ટ મેનેજરનો ઉપયોગ કરતા પાર્ટનર માટે ઉપલબ્ધ છે. ઍક્સેસ મેળવવા માટે YouTube પાર્ટનર મેનેજરનો સંપર્ક કરો.
તમારી બૌદ્ધિક સંપદા મેનેજ કરવા માટેની YouTube સિસ્ટમના મુખ્ય ત્રણ ઘટક છે:
  • YouTube અધિકારોના મેનેજમેન્ટ માટેની સિસ્ટમ તમારી બૌદ્ધિક સંપદાના માલિકો અને ઍડમિનિસ્ટ્રેટરની ઓળખ કરે છે અને તમારા અધિકારોના અમલીકરણ માટે ઉપયોગમાં લેવાતી પૉલિસીઓને વ્યાખ્યાયિત કરે છે

  • Content ID તમારી બૌદ્ધિક સંપદા સાથે મેળ ખાતા કન્ટેન્ટ માટે YouTube વીડિયોને ઑટોમૅટિક રીતે સ્કૅન કરે છે અને મેળ ખાતા વીડિયો પર અધિકારોની વ્યાખ્યાયિત પૉલિસી લાગુ કરે છે

  • YouTube વીડિયો એ તમારી બૌદ્ધિક સંપદાની (વૈકલ્પિક) સાર્વજનિક રજૂઆત છે, જે youtube.com પરના વપરાશકર્તાઓ માટે ઉપલબ્ધ છે

જ્યારે તમે YouTube પર બૌદ્ધિક સંપદાનો કોઈ ભાગ અપલોડ કરો, ત્યારે તમારે આ દરેક ઘટકમાં અલગથી તેની રજૂઆત બનાવવી જરૂરી છે. બીજા શબ્દોમાં, YouTube સિસ્ટમમાં બૌદ્ધિક સંપદાના એક જ ભાગની વધુમાં વધુ ત્રણ રજૂઆત હોય છે:

  • અસેટ એ અધિકારોના મેનેજમેન્ટ માટેની સિસ્ટમમાં તમારી બૌદ્ધિક સંપદાની રજૂઆત છે. તમે અસેટના ભાગ તરીકે માલિકી અને અધિકારોની માહિતી વિશે જણાવો છો.

  • સંદર્ભ Content IDનો મેળ કરવા માટે તમારી બૌદ્ધિક સંપદાની રજૂઆત છે. તમે એ ડિજિટલ મીડિયા ફાઇલ પ્રદાન કરો છો, જેની તુલના Content ID અપલોડ કરેલા વીડિયોના કન્ટેન્ટ સાથે કરે છે.

  • વીડિયો એ youtube.com પર તમારી બૌદ્ધિક સંપદાની રજૂઆત છે. વીડિયોનો મેટાડેટા કન્ટેન્ટનું વર્ણન કરે છે અને તે youtube.com પર કેવી રીતે દેખાય છે તેનો ઉલ્લેખ કરે છે. સંદર્ભ જે મીડિયા ફાઇલનો ઉપયોગ કરે છે, તેનો જ ઉપયોગ વીડિયો કરે છે.

અસેટ એ સિસ્ટમનું હૃદય છે, એવું ઑબ્જેક્ટ જેની સાથે અન્ય ઑબ્જેક્ટ સંકળાયેલા છે. તમારે બૌદ્ધિક સંપદાના દરેક ભાગ માટે અસેટ બનાવવી જરૂરી છે; સંદર્ભો અને વીડિયો વૈકલ્પિક છે.

કોઈ અસેટ સાથે એક કરતાં વધુ સંદર્ભ સંકળાયેલા હોઈ શકે છે. ઉદાહરણ તરીકે, મૂવી અસેટ માટે 16:9 અને 4:3 સાપેક્ષ ગુણોત્તરવાળા અલગ-અલગ સંદર્ભ હોઈ શકે છે.

તમે અસેટ વતી વીડિયોનો દાવો કરીને વીડિયોને અસેટ સાથે લિંક કરો છો. તમે અપલોડ કરો છો તે વીડિયોનો તમે દાવો કરો છો અને અન્ય વપરાશકર્તાઓના વીડિયોનો દાવો પણ ત્યારે કરી શકો છો, જ્યારે તેઓ તમારી અસેટ સાથે મેળ ખાતું કન્ટેન્ટ શામેલ કરે.

તમે અન્ય સપોર્ટિંગ માહિતી પણ બનાવી શકો છો, જેમ કે:

  • માલિકી કોઈ અસેટના માલિક(કો) અથવા અસેટના ગ્રૂપ વિશે માહિતી પ્રદાન કરે છે, જેમ કે અસેટની માલિકીની ટકાવારી અને એ પ્રદેશો જ્યાં અસેટની માલિકી છે. તમારી અસેટના અધિકારો કોની પાસે છે તે જાહેર કરવા માટે, તમે માલિકીનો ઉપયોગ કરો છો.

  • અધિકારો સંબંધિત પૉલિસી દાવો કરાયેલા વીડિયો વડે કમાણી કરવાની શરતો અને નિયમોને વ્યાખ્યાયિત કરે છે. ઉદાહરણ તરીકે, તમે એવી પૉલિસીને વ્યાખ્યાયિત કરી શકો છો, જે યુનાઇટેડ સ્ટેટ્સમાં દર્શકોને જાહેરાતો બતાવે, પણ વિશ્વના બાકીના દર્શકોને માત્ર ટ્રૅક કરે. તમે પૉલિસીઓને અસેટ સાથે સાંકળો છો.

શું આ સહાયરૂપ હતું?

અમે તેને કેવી રીતે બહેતર બનાવી શકીએ?
Search
શોધ સાફ કરો
શોધ બંધ કરો
મુખ્ય મેનૂ
12351728081277751656
true
સહાયતા કેન્દ્ર શોધો
true
true
true
true
true
59
false
false