અપલોડ દરમિયાન અટકાઈ જતો વીડિયો

અપલોડ થવામાં લાંબો સમય લેતા અથવા જે અપલોડ થવા દરમિયાન અટકાઈ જતા વીડિયો માટે ટિપ.

તમારી ફાઇલના કદના આધારે અપલોડ થવાનો સમય અલગ હોય છે. અપલોડ થવાનો સમય ઇન્ટરનેટ બેન્ડવિડ્થ અને અપલોડ ટ્રાફિકને લીધે પણ અલગ હોઈ શકે છે. અપલોડ થવામાં થોડી મિનિટથી લઈને કેટલીક કલાકો સુધીનો સમય લાગી શકે છે. જો તમારી અપલોડ થવાની ક્રિયા અટકાઇ જાય અથવા તેમાં વધુ લાંબો સમય લાગી રહ્યો હોય, તો તે આના લીધે હોઈ શકે છે:

  • ફાઇલનો પ્રકાર અને કદ: તમારા વીડિયોની ફાઇલનો પ્રકાર અને વીડિયોનું ફૉર્મેટ તેના કદને બદલે છે. તમારા અપલોડને વધુ ઝડપી બનાવવા માટે, તમારા વીડિયોને આ સુઝાવ આપેલા ફૉર્મેટમાંથી કોઈ એકમાં એન્કોડ કરો.
  • ધીમું ઇન્ટરનેટ કનેક્શન: તમારા ઇન્ટરનેટ કનેક્શનને તપાસવા માટે Google પર "Internet speed test" શોધો. ધીમું અથવા અસ્થિર ઇન્ટરનેટ કનેક્શન એ ધીમા અપલોડના મુખ્ય કારણોમાંનું એક કારણ છે.
  • અપલોડનો ભારે ટ્રાફિક: તમે કદાચ કોઈ વ્યસ્ત સમય દરમિયાન અપલોડ કરી રહ્યાં હો એવું બની શકે છે. કેટલાક સૌથી વધુ ખપતના સમયમાં, તમને ઇન્ટરનેટ સેવા આપનાર કંપની અપલોડ ટ્રાફિકમાં વધારો નોંધાવી શકે છે અને YouTube પર તમારા વીડિયોને અપલોડ કરવામાં વધુ લાંબો સમય લઈ શકે છે. YouTube પર વીડિયોનું પર્ફોર્મન્સ, આ વિશે વધુ જાણો.
  • ક્વૉલિટી: વધુ સારી ક્વૉલિટીના વીડિયો, અપલોડ થવામાં વધુ લાંબો સમય લે છે. ઉદાહરણ તરીકે, 4K વીડિયોને અપલોડ થવામાં 1080p વીડિયો કરતા વધુ સમય લાગી શકે છે.

જો તમને આમાંથી કોઈપણ સમસ્યાનો અનુભવ થઈ રહ્યો હોય, તો અમારો સુઝાવ છે કે તમારા વીડિયોને YouTube પર અપલોડ થવાનું સમાપ્ત કરી લેવા દો.

અગાઉનું અપલોડ ચાલુ રાખો

જો તમારે કોઈ કારણસર તમારું અપલોડ છોડી દેવું પડે, તો તમે જ્યાં છોડી દીધું છે ત્યાંથી અપલોડ કરવાનું ચાલુ કરવા માટે તમારી પાસે 24 કલાકનો સમય છે. youtube.com/upload પર પાછા ફરો અને ચાલુ કરવા માટે તમારા કમ્પ્યુટરમાંથી તે જ ફાઇલને પસંદ કરી શકો છો.

શું આ સહાયરૂપ હતું?

અમે તેને કેવી રીતે બહેતર બનાવી શકીએ?
Search
શોધ સાફ કરો
શોધ બંધ કરો
મુખ્ય મેનૂ
7105699447006580749
true
સહાયતા કેન્દ્ર શોધો
true
true
true
true
true
59
false
false