લાઇવ સ્ટ્રીમમાં કૉપિરાઇટને લગતી સમસ્યાઓ

ત્રીજા પક્ષના કન્ટેન્ટ સાથે મેળ કરવા માટે દરેક લાઇવ સ્ટ્રીમને સ્કેન કરવામાં આવે છે, જેમાં બીજા લાઇવ બ્રોડકાસ્ટના સ્વરૂપે કૉપિરાઇટ દ્વારા સુરક્ષિત કન્ટેન્ટનો પણ સમાવેશ થાય છે.

જ્યારે ત્રીજા પક્ષના કન્ટેન્ટની ઓળખ કરવામાં આવે છે ત્યારે પ્લેસહોલ્ડરનું ચિત્ર તમારા લાઇવ સ્ટ્રીમનું સ્થાન લઈ શકે છે. તમને ત્રીજા પક્ષના કન્ટેન્ટનું સ્ટ્રીમિંગ બંધ કરવા માટે ચેતવણી આપવામાં આવશે. જો તમે આ ચેતવણીનું પાલન કરો છો અને સમસ્યા હલ કરો છો, તો તમારું સ્ટ્રીમિંગ ચાલુ રહેશે.

જો તમારા સ્ટ્રીમમાં ત્રીજા પક્ષનું કન્ટેન્ટ બન્યું રહે છે, તો તમારા લાઇવ સ્ટ્રીમને હંગામી રીતે વિક્ષેપિત કે બંધ કરી દેવામાં આવશે. તમારું લાઇવ સ્ટ્રીમ ઑટોમૅટિક રીતે રોકાઈ શકે છે અને તેને દૂર કરી શકાય છે, જેમ કે ત્રીજા પક્ષના કન્ટેન્ટને તમારા દ્વારા લાઇવ સ્ટ્રીમ કરવાથી DMCA કૉપિરાઇટ ફોર્મમાંથી દૂર કરી શકાય છે. જો આમ થાય છે, તો ત્રીજા પક્ષના કન્ટેન્ટ સાથે લાઇવ સ્ટ્રીમ ચાલુ રાખવાની બીજી કોઈ રીત નથી, આથી તે ઑટોમૅટિક રીતે રોકાઈ જશે. જો તમે કૉપિરાઇટ અથવા સમુદાયના દિશાનિર્દેશો માટેની સ્ટ્રાઇક મેળવો છો, તો પણ તમારું સ્ટ્રીમ બંધ કરી શકાય છે.

લાઇવ સ્ટ્રીમિંગ ઍક્સેસ રિસ્ટોર કરવું

જો તમારું લાઇવ સ્ટ્રીમ બંધ થઈ જાય છે, તો સ્ટ્રાઇક માટે તમારુંYouTube Studio ડૅશબોર્ડ તપાસો. જો તમે સૂચિત સમસ્યાઓ ઠીક કરી દો છો, તો લાઇવ સ્ટ્રીમિંગનું તમારું ઍક્સેસ રિસ્ટોર કરી શકાય છે. લાઇવ સ્ટ્રીમિંગ પરના પ્રતિબંધોનું નિરાકરણ લાવવા વિશે વધુ જાણો.

લાઇસન્સવાળું ત્રીજા પક્ષનું કન્ટેન્ટ લાઇવ સ્ટ્રીમ કરવું

જો તમારી પાસે તમારા સ્ટ્રીમમાં વાપરવા માટે ત્રીજા પક્ષનું લાઇસન્સવાળું કન્ટેન્ટ હોય, તો કન્ટેન્ટના માલિકને તમારી ચૅનલને Content ID દ્વારા તેમના વ્હાઇટલિસ્ટમાં ઉમેરવાનું કહો.

જો તમારી ચૅનલ તેમના વ્હાઇટલિસ્ટમાં ઉમેરેલી નથી, તો તમારી પાસે લાઇસન્સવાળું ત્રીજા પક્ષનું કન્ટેન્ટ હોવા છતાં તમારા લાઇવ સ્ટ્રીમમાં વિક્ષેપ આવી શકે છે. જો તમારી ચૅનલને કન્ટેન્ટના માલિકના વ્હાઇટલિસ્ટમાં ઉમેરવામાં આવી નથી તો તમારા લાઇવ સ્ટ્રીમને તમે કન્ટેન્ટનાં બધા અધિકારો ધરાવતા હો તેવા પ્રદેશો પૂરતું મર્યાદિત કર્યું હોવા છતાં તેમાં વિક્ષેપ આવી શકે છે.

આર્કાઇવ કરેલા લાઇવ સ્ટ્રીમ પર Content IDના દાવા

જો તમે વીડિયોને આર્કાઇવ કરવાનું નક્કી કરો છો, તો તમે તમારા લાઇવ સ્ટ્રીમ પૂરા કરો પછી જ Content IDના દાવા કરવામાં આવે છે. Content IDના દાવા વિશે વધુ જાણો.

શું આ સહાયરૂપ હતું?

અમે તેને કેવી રીતે બહેતર બનાવી શકીએ?
Search
શોધ સાફ કરો
શોધ બંધ કરો
મુખ્ય મેનૂ
4743486886134512528
true
સહાયતા કેન્દ્ર શોધો
true
true
true
true
true
59
false
false