તમારું ડ્રૉપબૉક્સ ગોઠવવા વિશે માહિતી

આ સુવિધાઓ માત્ર YouTubeનું કન્ટેન્ટ મેનેજર વાપરનારા પાર્ટનર માટે તેમના કૉપિરાઇટ દ્વારા સુરક્ષિત કન્ટેન્ટને મેનેજ કરવા માટે ઉપલબ્ધ છે.

તમારા ભાગીદારના પ્રતિનિધિ તમારું ડ્રૉપબૉક્સ બનાવે પછી તમારે તમારા એકાઉન્ટ માટે ડિફૉલ્ટ ગોઠવવાની જરૂર પડે છે.

તમારું ડ્રૉપબૉક્સ ગોઠવવા માટે:

  1. YouTube કન્ટેન્ટ મેનેજર પર સાઇન ઇન કરો

  2. ડાબી બાજુના મેનૂમાં સેટિંગમાં અપલોડકર્તાના એકાઉન્ટ પર ક્લિક કરો.

  3. ડ્રૉપબૉક્સનું નામ અને સરનામું નોંધી લો.

    ડ્રૉપબૉક્સ પર કનેક્ટ કરવા માટે તમને આ માહિતીની જરૂર પડશે.

    Aspera ડ્રૉપબૉક્સ માટે, નામ asp-થી શરૂ થાય છે; SFTP ડ્રૉપબૉક્સ માટે, નામ yt-થી શરૂ થાય છે. Aspera ડ્રૉપબૉક્સનું સરનામું સર્વરનું સરનામું તરીકે બતાવવામાં આવે છે; SFTP ડ્રૉપબૉક્સ માટેનું સરનામું partnerupload.google.com છે.

    કન્ટેન્ટના અનેક માલિકવાળા એકાઉન્ટમાં એક કરતાં વધુ ડ્રૉપબૉક્સ હોઈ શકે છે. ખાતરી કરો કે તમે તમારા ડ્રૉપબૉક્સ માટે માહિતીની નોંધ કરો છો.
  4. ખાતરી કરો કે ડિફૉલ્ટ ચૅનલ અને SSH સાર્વજનિક કી સાચી છે.

    ડિફૉલ્ટ YouTube વપરાશકર્તા એ એકાઉન્ટની (ચૅનલની) ઓળખ કરે છે કે જેને તમારા અપલોડ કરેલા વીડિયોના માલિક તરીકે નિયુક્ત કરવામાં આવશે.

    SSH સાર્વજનિક કીના બૉક્સમાં તમે તમારા ભાગીદારના પ્રતિનિધિને પૂરી પાડેલી SSH કી હોવી જરૂરી છે. ખાતરી કરો કે કીના છેડે તમારું ઇમેઇલ ઍડ્રેસ સામેલ છે.

  5. નોટિફિકેશનનો ઇમેઇલ ટેક્સ્ટ બૉક્સમાં, તમે YouTube જ્યાં સ્ટેટસ રિપોર્ટ મોકલે તેમ ઇચ્છતા હો, તેવું એક કે વધું ઇમેઇલ ઍડ્રેસ દાખલ કરો.

    દરેક લાઇનમાં એક પ્રમાણે એક કરતા વધુ ઇમેઇલ ઍડ્રેસ દાખલ કરો.  સાચવો પર ક્લિક કરો.

કૃપા કરીને નોંધ લેશો કે ડ્રૉપબૉક્સ કન્ટેન્ટના માલિક અનુસાર હોય છે, ચૅનલ અનુસાર નહીં. બીજા શબ્દોમાં, તમે માત્ર એક ડ્રૉપબૉક્સ વાપરીને એક કરતા વધારે અલગ ચૅનલ અપલોડ કરી શકો છો.

શું આ સહાયરૂપ હતું?

અમે તેને કેવી રીતે બહેતર બનાવી શકીએ?
Search
શોધ સાફ કરો
શોધ બંધ કરો
મુખ્ય મેનૂ
915665778699478623
true
સહાયતા કેન્દ્ર શોધો
true
true
true
true
true
59
false
false