મેટાડેટા માન્ય કરો

આ સુવિધાઓ માત્ર YouTubeનું કન્ટેન્ટ મેનેજર વાપરનારા પાર્ટનર માટે તેમના કૉપિરાઇટ દ્વારા સુરક્ષિત કન્ટેન્ટને મેનેજ કરવા માટે ઉપલબ્ધ છે.

તમારી DDEX ફાઇલ અથવા સ્પ્રેડશીટ અપલોડ કરતાં પહેલાં તેને માન્ય કરવાની ખાતરી કરો. તમારી CSV અથવા DDEX ફાઇલ સાથેની કોઈપણ સમસ્યાઓને આ પ્રક્રિયા દરમિયાન ચિહ્નિત કરવામાં આવશે જેથી કદાચ અપલોડમાં આવતી નિષ્ફળતાઓને અટકાવી શકાશે. આ પગલું ખાસ કરીને CSV અથવા DDEX ફાઇલ જનરેટ કરતી કોઈપણ ઑટોમૅટિક રીતે થતી પ્રક્રિયા અથવા કસ્ટમ કોડના આઉટપુટને ચકાસવા માટે સહાયરૂપ થઈ શકે છે.

મેટાડેટા ફાઇલને માન્ય કરવા માટે:

  1. YouTube Studioની ડાબી બાજુના મેનૂમાં કન્ટેન્ટ ડિલિવરી હેઠળ દેખાતા માન્ય કરીને અપલોડ કરો બટન પર ક્લિક કરો.
  2. માન્ય કરવા માટે, ફાઇલો પસંદ કરો પર ક્લિક કરીને માન્ય કરવા માટે ફાઇલ પસંદ કરો.  તમે તમારા કમ્પ્યુટરમાંથી તમારી બ્રાઉઝર વિન્ડોમાં ફાઇલો પર ક્લિક કરીને પણ તેને ખેંચી શકો છો.

    ફાઇલોની સૂચિમાં કાં તો સ્પ્રેડશીટ અથવા તો DDEX ફાઇલ જેવી એક માન્ય મેટાડેટા ફાઇલ શામેલ હોવી આવશ્યક છે. એકવાર ઉમેર્યા પછી, મેટાડેટા ફાઇલ ઑટોમેટિક રીતે માન્યતા સંબંધિત પ્રક્રિયા શરૂ કરશે (એક ઘૂમતો આઇકન દેખાશે.)
     
  3. લાલ આઇકનની બાજુના બટનને ક્લિક કરીને (જો કોઈ હોય તો) ભૂલોનું રિવ્યૂ કરો.

    ઑરિજિનલ ફાઇલમાં રહેલાં મેટાડેટામાં ફેરફાર કરો. થઈ ગયા પછી, ફાઈલને ફરીથી અપલોડકર્તા પેજ પર ઉમેરો. જો ફાઇલનું નામ બદલતું નથી, તો YouTube ફાઇલના નવા વર્ઝનનો ઉપયોગ કરશે અને માન્યતા પ્રક્રિયાને ફરીથી શરૂ કરશે.
    • જો તમારી ફાઇલ માત્ર ડેટા અપડેટ કરી રહી હોય — એટલે કે, જો તેમાં કોઈ ઑડિયો અથવા વીડિયો ફાઇલ શામેલ ન હોય તો — તમે પ્રક્રિયા માટે પૅકેજને સબમિટ કરવા માટે પૅકેજ પર પ્રક્રિયા કરો પર ક્લિક કરી શકો છો.
    • જો તમારા પૅકેજને ઑડિયો અથવા વીડિયો ફાઇલની જરૂર હોય અને તમે અપલોડ કરવા માટે તૈયાર છો, તો આ વધારાની ફાઇલોને પૅકેજમાં ઉમેરો અને માન્યતા પૂર્ણ થવાની રાહ જુઓ.પ્રક્રિયા માટે પૅકેજને સબમિટ કરવા માટે પૅકેજ પર પ્રક્રિયા કરો પર ક્લિક કરો.
    • જો તમે ફક્ત મેટાડેટા ફાઇલને માન્ય કરી રહ્યાં છો અને હજુ સુધી અપલોડ કરવા માટે તૈયાર નથી, તો તમે ડ્રાફ્ટ ડિલીટ કરો બટન પર ક્લિક કરીને પૅકેજને કાઢી નાખી શકો છો.

શું આ સહાયરૂપ હતું?

અમે તેને કેવી રીતે બહેતર બનાવી શકીએ?
Search
શોધ સાફ કરો
શોધ બંધ કરો
મુખ્ય મેનૂ
16878907336827103326
true
સહાયતા કેન્દ્ર શોધો
true
true
true
true
true
59
false
false