ઉંમરની અનુકૂળતા

મૂવી અને ટીવી શોની ખરીદી

YouTube પરથી કન્ટેન્ટ ખરીદવા માટે તમારી ઉંમર 18 વર્ષ કે તેથી વધુ હોવી આવશ્યક છે.

YouTube પર ખરીદીઓ માટે એકાઉન્ટની ચકાસણી કેવી રીતે મેનેજ કરવી તે વાંચો .

મૂવી અને ટીવી શો જોવા વિશે

કેટલાક વીડિયોમાં વીડિયો પેજ પર તેમની ઉંમરની અનુકૂળતાનું રેટિંગ શામેલ હોય છે. જ્યારે YouTube ની મૂવી અને ટીવી શો સંબંધિત કૅટેગરીમાંના વીડિયોને રેટિંગ આપવામાં આવે છે, ત્યારે પાર્ટનર રેટિંગની બાજુમાં રહેલા પ્લેયર હેઠળ રેટિંગ ડિસ્પ્લે થાય છે.

ફિલ્મ અને ટેલિવિઝન શો માટે માન્ય રેટિંગ દેશના આધારે બદલાય છે અને તે અમારા ભાગીદારો દ્વારા પ્રદાન કરવામાં આવે છે.

જો તમે યુરોપિયન યુનિયન (EU), યુરોપિયન ઇકોનોમિક એરિયા (EEA), સ્વિટ્ઝર્લૅન્ડ અથવા યુનાઇટેડ કિંગડમમાં રહેતા હો

ઑડિયોવિઝ્યુઅલ મીડિયા સર્વિસ ડિરેક્ટિવ (AVMSD) અનુસાર, ઉંમર સંબંધિત પ્રતિબંધવાળા વીડિયોને ઍક્સેસ કરવા માટે તમને કદાચ તમારી જન્મતારીખની ચકાસણી કરવાનું કહેવામાં આવી શકે છે. AVMSD વીડિયો શેરિંગ પ્લૅટફૉર્મ સહિત, તમામ ઑડિયોવિઝ્યુઅલ મીડિયાને કવર કરે છે.

માન્ય ID અથવા ક્રેડિટ કાર્ડ સબમિટ કરવા માટે પ્રૉમ્પ્ટને અનુસરો. ઉંમરની ચકાસણી કેવી રીતે થાય છે તેના વિશે વધુ જાણો.

જો તમે ઑસ્ટ્રેલિયામાં રહેતા હો

ઉંમર સંબંધિત પ્રતિબંધવાળા વીડિયોને ઍક્સેસ કરવા માટે, તમને કદાચ તમારી જન્મતારીખની ચકાસણી કરવાનું કહેવામાં આવી શકે છે. આ ઉમેરેલા પગલાંની જાણકારી ઑસ્ટ્રેલિયન ઑનલાઇન સેફ્ટી (પ્રતિબંધિત ઍક્સેસ સિસ્ટમ) સંબંધિત ઘોષણા દ્વારા આપવામાં આવી છે. આ ઘોષણા અનુસાર પ્લૅટફૉર્મ માટે જરૂરી છે કે તે 18 વર્ષથી ઓછી ઉંમરના દર્શકો માટે અયોગ્ય હોય એવા કન્ટેન્ટને ઍક્સેસ કરવા માટે વપરાશકર્તાઓ પુખ્ત ઉંમરના છે કે નહીં તે કન્ફર્મ કરવા માટેના વાજબી પગલાં લે.

માન્ય ડ્રાઇવિંગ લાઇસન્સ, ઉંમરના પુરાવાનું કાર્ડ અથવા પાસપોર્ટની છબી સબમિટ કરવા માટે પ્રૉમ્પ્ટને અનુસરો. ઉંમરની ચકાસણી કેવી રીતે થાય છે તેના વિશે વધુ જાણો.

શું આ સહાયરૂપ હતું?

અમે તેને કેવી રીતે બહેતર બનાવી શકીએ?
Search
શોધ સાફ કરો
શોધ બંધ કરો
મુખ્ય મેનૂ
16828300342540592551
true
સહાયતા કેન્દ્ર શોધો
true
true
true
true
true
59
false
false