તમારા સ્માર્ટ ટીવી અથવા ગેમ કન્સોલ પર YouTube ઍપમાં સાઇન ઇન કરો

સશુલ્ક કન્ટેન્ટ જોવું, ચૅનલને સબ્સ્ક્રાઇબ કરવી અને તમારી લાઇબ્રેરી જોવા જેવી સુવિધાઓનો ઉપયોગ કરવા માટે YouTube ઍપમાં સાઇન ઇન કરો.

એકવાર તમે સાઇન ઇન કરી લો એટલે તમે તમારા સ્માર્ટ ટીવી અથવા ગેમ કન્સોલ પર YouTube ઍપનો વિગતવાર ઉપયોગ કરવાનો માર્ગ જાણી શકો. તમે તમારા ડિવાઇસને તમારા સ્માર્ટ ટીવી સાથે કનેક્ટ કરી શકો અને તમારા ફોન અથવા ટૅબ્લેટનો રિમોટ તરીકે ઉપયોગ પણ કરી શકો છો.

નોંધ:

તમારા ટીવી પર YouTubeમાં સાઇન ઇન કરવાની રીત

તમારા સ્માર્ટ ટીવી અથવા ગેમ કન્સોલ પર સાઇન ઇન કરવાની પ્રક્રિયા શરૂ કરો

  1. શરૂ કરવા માટે, તમારા ટીવી અથવા ગેમ કન્સોલ પર YouTube ઍપ ખોલો. જો તે પહેલેથી ઇન્સ્ટોલ કરેલું નથી, તો તમારા ટીવી અથવા કન્સોલના ઍપ સ્ટોરમાંથીYouTube ઍપ ડાઉનલોડ કરો.
  2. ડાબી બાજુના નૅવિગેશન પર જાઓ.
  3. સાઇન ઇન કરોને પસંદ કરો.

તમે તમારા ફોન, ટીવી અથવા વેબ બ્રાઉઝરનો ઉપયોગ કરીને YouTube માં સાઇન ઇન કરી શકો છો.

તમારા ફોન વડે સાઇન ઇન થવાની પ્રક્રિયા ચાલુ રાખો

નોંધ: તમારા ફોન વડે સાઇન ઇન કરો માત્ર પસંદગીના ડિવાઇસ પર જ ઉપલબ્ધ છે. જો તમે તમારા ફોનથી સાઇન ઇન કરી શકતા નથી, તો તમારા ટીવી અથવા વેબ બ્રાઉઝરથી સાઇન ઇન કરવાનો પ્રયાસ કરો.
  1. ખાતરી કરો કે તમારું મોબાઇલ ઉપકરણ તમારા ટીવી જેવા જ Wi-Fi નેટવર્ક પર છે.
  2. તમારા ફોન વડે સાઇન ઇન કરોને પસંદ કરો.
  3. તમારા ફોનમાં, YouTube ઍપ ખોલો.
  4. તમારા ટીવીમાં સાઇન ઇન કરવા માટે સૂચનાઓને અનુસરો.

તમારા ટીવી પર સાઇન ઇન થવાની પ્રક્રિયાને ચાલુ રાખો

નોંધ: જો તમે તમારા ટીવી વડે સાઇન ઇન કરી શકતા નથી, તો તમારા ફોનથી અથવા વેબ બ્રાઉઝર વડે સાઇન ઇન થવાનો પ્રયાસ કરો.
  1. તમારા ટીવી પર સાઇન ઇન કરોને પસંદ કરો.
  2. તમારા Google એકાઉન્ટ માટે તમારો ઇમેઇલ અથવા ફોન નંબર દાખલ કરવા માટે કીબોર્ડનો ઉપયોગ કરો.
  3. આગળ ક્લિક કરો.
  4. તમારા Google એકાઉન્ટ માટેનો પાસવર્ડ દાખલ કરવા માટે કીબોર્ડનો ઉપયોગ કરો.
  5. તમારું એકાઉન્ટ ચકાસો.

વેબ બ્રાઉઝર વડે સાઇન ઇન થવાની પ્રક્રિયાને ચાલુ રાખો

નોંધ: જો તમે વેબ બ્રાઉઝર વડે સાઇન ઇન કરી શકતા નથી, તો તમારા ટીવી અથવા તમારા ફોનથી સાઇન ઇન થવાનો પ્રયાસ કરો.
  1. વેબ બ્રાઉઝર વડે સાઇન ઇન કરોને પસંદ કરો.
  2. તમારા ટીવી પર એક કોડ દેખાશે.
  3. તમારા ફોન, ટેબ્લેટ અથવા કમ્પ્યુટર પર, બ્રાઉઝર ખોલો અને youtube.com/tv/activate પર જાઓ .
  4. તમારા ટીવી પર બતાવેલ કોડ દાખલ કરો.
  5. તમારા એકાઉન્ટ સાથે સાઇન ઇન કરો.

તમારા સ્માર્ટ ટીવી અથવા ગેમ કન્સોલ પર વિવિધ એકાઉન્ટનો ઉપયોગ કરો

તમારા સ્માર્ટ ટીવી અથવા ગેમ કન્સોલ પર YouTube એપ્લિકેશનમાં, તમે વિવિધ એકાઉન્ટ્સમાં સાઇન ઇન કરી શકો છો અને આ બધાં એકાઉન્ટ વચ્ચે સરળતાથી સ્વિચ કરી શકો છો. તમારા ઘરના સભ્યો તેમના પોતાના એકાઉન્ટ ઉમેરી શકે છે, અને મહેમાનો YouTube સાઇન આઉટ કરેલ (અતિથિ મોડ)નો ઉપયોગ કરી શકે છે. અતિથિ મોડ અન્ય લોકોને સાઇન આઉટ થયેલાં હો ત્યારે તમારા ટીવી અથવા ગેમ કન્સોલ પર YouTubeનો ઉપયોગ કરવા દે છે. અતિથિ મોડમાં સાઇન આઉટ કરેલું હોય ત્યારે કરેલી કોઈપણ ક્રિયાઓ તમારા એકાઉન્ટના સુઝાવોને અસર કરશે નહીં.

નોંધ: જો તમે તમારા બાળકની પ્રોફાઇલ અથવા YouTube Kids અતિથિની પ્રોફાઇલ પસંદ કરો છો, તો તમે YouTube Kids પર જશો. આ અનુભવ વિશે વધુ જાણો.

તમારા સ્માર્ટ ટીવી અથવા ગેમ કન્સોલ પર બીજું Google એકાઉન્ટ ઉમેરો

તમારા સ્માર્ટ ટીવી અથવા ગેમ કન્સોલ પર YouTube ઍપમાં બીજું એકાઉન્ટ ઉમેરવા માટે:

  1. તમારા ટીવી અથવા ગેમ કન્સોલ પર YouTube ઍપ ખોલો.
  2. જો તમને એ ઍપ તમને પૂછે કે "કોણ જોઈ રહ્યું છે?" તો સંબંધિત વિકલ્પ પસંદ કરો:
    1. અતિથિ એકાઉન્ટ: તમે સાઇન આઉટ થયેલાં હો ત્યારે પણ YouTubeનો ઉપયોગ કરવા દે છે.
    2. YouTube Kids: તમારું બાળક સાઇન આઉટ થયેલું હોય ત્યારે પણ YouTube Kidsનો ઉપયોગ કરવા દે છે. આ વિકલ્પ ફક્ત YouTube Kids પર અતિથિની પ્રોફાઇલ સેટ કરેલી હોય ત્યારે જ દેખાશે.
    3. એકાઉન્ટ ઉમેરો: તમને તમારા એકાઉન્ટમાં સાઇન ઇન કરવા દે છે.
    4. YouTube Kids પ્રોફાઇલ ઉમેરો: તમને YouTube Kidsની પ્રોફાઇલમાં સાઇન ઇન કરવા દે છે.
  3. જો એપ ખુલે છે તો એકાઉન્ટમાં સાઇન ઇન કરો:
    1. ડાબી બાજુના નૅવિગેશન પર જાઓ.
    2. ટોચ પર, તમારો પ્રોફાઇલ ફોટો પસંદ કરો.
    3. એકાઉન્ટ ટેબની અંદર, સંબંધિત વિકલ્પને પસંદ કરો:
      1. અતિથિ એકાઉન્ટ: તમે સાઇન આઉટ થયેલાં હો ત્યારે પણ YouTubeનો ઉપયોગ કરવા દે છે.
      2. એકાઉન્ટ ઉમેરો: તમારા ઘરના અન્ય સભ્યોને તેમનું એકાઉન્ટ ઉમેરવા દો. તમે તમારા ટીવી અથવા વ્યક્તિગત ઉપકરણનો ઉપયોગ કરીને YouTubeમાં સાઇન ઇન કરી શકો છો.
      3. YouTube Kids સેટઅપ કરો: તમને YouTube Kids અતિથિ પ્રોફાઇલ સેટ કરવા દે છે જેનો ઉપયોગ તમારું બાળક સાઇન આઉટ હોય ત્યારે પણ કરી શકે છે.

તમારા સ્માર્ટ ટીવી અથવા ગેમ કન્સોલ પર સાઇન ઇન કરેલા Google એકાઉન્ટ વચ્ચે સ્વિચ કરો

તમે તમારા સ્માર્ટ ટીવી અથવા ગેમ કન્સોલ પર સાઇન ઇન કરેલા એકાઉન્ટ વચ્ચે સરળતાથી સ્વિચ કરી શકો છો.

નોંધ: તમે તમારા સ્માર્ટ ટીવી અથવા ગેમ કન્સોલ પર એકાઉન્ટ ઉમેર્યા પછી જ એકાઉન્ટ વચ્ચે સ્વિચ કરી શકો છો. જો તમારે કોઈ એકાઉન્ટ ઉમેરવાની જરૂર હોય, તો ઉપરની સૂચનાઓનો ઉપયોગ કરો અને પછી એકાઉન્ટ વચ્ચે સ્વિચ કરવા માટે અહીં આપેલી સૂચનાઓનો ઉપયોગ કરો.

તમારા સ્માર્ટ ટીવી અથવા ગેમ કન્સોલ પર YouTube એપ્લિકેશનમાં સાઇન ઇન કરેલા એકાઉન્ટ વચ્ચે સ્વિચ કરવા માટે:

  1. તમારા ટીવી અથવા ગેમ કન્સોલ પર YouTube ઍપ ખોલો.
  2. જો એપ ખુલે છે:
    1. તમને પૂછે છે "કોણ જોઈ રહ્યું છે?”:
      1. તમે YouTube માટે જે એકાઉન્ટનો ઉપયોગ કરવા માંગતા હો તે એકાઉન્ટ પસંદ કરો.
    2. પહેલેથી જ કોઈ એકાઉન્ટમાં સાઇન ઇન છો:
      1. ડાબી બાજુના નૅવિગેશન પર જાઓ.
      2. ટોચ પર, પ્રોફાઇલ ફોટો પસંદ કરો.
      3. એકાઉન્ટ ટૅબની અંદર, તમે YouTube માટે જે એકાઉન્ટનો ઉપયોગ કરવા માગો છો તે એકાઉન્ટ પસંદ કરો.

તમારા સ્માર્ટ ટીવી અથવા ગેમ કન્સોલ પર સાઇન ઇન સંબંધિત સમસ્યાઓનું નિવારણ કરવું

જો તમને તમારા Google એકાઉન્ટ વડે YouTube માં સાઇન ઇન કરવામાં મુશ્કેલી આવી રહી હોય, તો તમે સાઇન ઇન કરવામાં સહાય મેળવી શકો છો.

જૂના Chromecast ડિવાઇસ પર સીધાં જ YouTube પર સાઇન ઇન કરવાનું સમર્થિત નથી. તમે તમારા ફોન પર સાઇન ઇન કરેલ એકાઉન્ટ વડે તમારા ફોન પરથી તમારા કાસ્ટ સત્રને નિયંત્રિત કરી શકો છો. રિમોટ કંટ્રોલનો ઉપયોગ કરીને, તમે સાઇન આઉટ થયેલાં હો ત્યારે YouTube ઍપનો ઉપયોગ કરી શકો છો.

વીડિયો સાથે શામેલ થવા માટે (જેમ કે વીડિયો પસંદ કરવા અથવા નિર્માતાને સબ્સ્ક્રાઇબ કરવા), તમારા મોબાઇલ ડિવાઇસનો ઉપયોગ કરવાનું ચાલુ રાખો.

શું આ સહાયરૂપ હતું?

અમે તેને કેવી રીતે બહેતર બનાવી શકીએ?
Search
શોધ સાફ કરો
શોધ બંધ કરો
મુખ્ય મેનૂ
12920499785605011734
true
સહાયતા કેન્દ્ર શોધો
true
true
true
true
true
59
false
false