લાઇવ સ્ટ્રીમિંગને લગતા ભૂલના મેસેજ

તમે YouTube પર મોકલતા હો તે સ્ટ્રીમમાં રહેલી ભૂલો બાબતે લાઇવ ડૅશબોર્ડ અને લાઇવ નિયંત્રણ રૂમ ચેક કરે છે. આ મેસેજ લાઇવ નિયંત્રણ રૂમમાં ઉપર આરોગ્ય સૂચકની બાજુમાં બતાવાય છે.

ભૂલ ક્યારે દેખાઈ હતી તે દર્શાવતો ટાઇમસ્ટેમ્પ દરેક ભૂલની બાજુમાં હોય છે. ભૂલ સુધારી નહીં લેવાય તો તે પૉપ-અપ થતી રહેશે. લાલમાં બતાવેલી ભૂલો ગંભીર હોય છે અને તમારી ઇવેન્ટ શરૂ થતી રોકી શકે છે અથવા વપરાશકર્તાઓને તેને કારણે સમસ્યાઓ આવી શકે છે. પીળામાં બતાવેલી ભૂલો મધ્યમ હોય છે અને તેને કારણે તમારી ઇવેન્ટની ક્વૉલિટીમાં ઘટાડો થઈ શકે છે.

ભૂલોની સંપૂર્ણ સૂચિ નીચે આપેલી છે:

દૈનિક લાઇવ સ્ટ્રીમની મર્યાદા આવી:

YouTubeને દરેકને માટે સલામત બનાવવામાં સહાય મળી રહે તે માટે, 24 કલાકમાં કોઈ ચૅનલ કેટલા લાઇવ સ્ટ્રીમ બનાવી શકે તેની સંખ્યા પર અમે મર્યાદા મૂકી છે. તમારી દૈનિક મર્યાદા વધારવા માટે આ લેખ જુઓ.

સ્ટ્રીમનું ખોટું ફૉર્મેટ

તમારું એન્કોડર H.264 વીડિયો અને AAC ઑડિયો સિવાય અન્ય કંઈક પર સેટ થયેલું છે. સ્ટ્રીમ યોગ્ય રીતે ટ્રાન્સફર થઈ શકે તે માટે બદલીને H.264 વીડિયો અને AAC ઑડિયો કરો.

  • કૃપા કરીને વીડિયો માટે કન્ટેનર ફૉર્મેટ બદલો. વર્તમાન કન્ટેનર ફૉર્મેટ આ કન્ફિગ્યુરેશન માટે યોગ્ય નથી.
  • ઑડિયો સ્ટ્રીમને સપોર્ટ ન હોય તેવા કોડેક સાથે એન્કોડ કરેલું છે. કૃપા કરીને સ્ટ્રીમ માટે ઑડિયો કોડેકને સપોર્ટ ધરાવતા (AAC, MP3) પર સેટ કરો.
  • કૃપા કરીને સ્ટ્રીમ માટે વીડિયો કોડેક H.264 પર સેટ કરો. વીડિયો ખોટા કોડેક વડે એન્કોડ કરવામાં આવ્યો છે.
  • કૃપા કરીને સ્ટ્રીમ માટે વીડિયો કોડેક પ્રોફાઇલ ઠીક કરો. વીડિયો ખોટી કોડેક પ્રોફાઇલ વડે એન્કોડ કરવામાં આવ્યો છે.

ખોટા બિટરેટ

તમે વેરિએબલ રિઝોલ્યુશન એન્ટ્રીપૉઇન્ટનો ઉપયોગ ન કરી રહ્યા હો તો તમે ઇન્જેશન સેટિંગ પેજ પર પસંદ કરેલા રિઝોલ્યુશન માટેના ચોક્કસ બિટરેટનો ઉપયોગ કરવો જરૂરી છે. તમે પસંદ કરેલા રિઝોલ્યુશન માટે તમારી પાસે પૂરતું બૅન્ડવિડ્થ ન હોય, તો તમે પસંદ કરેલું રિઝોલ્યુશન ઓછું કરવાનું વિચારો. દરેક રિઝોલ્યુશન માટેના સાચા બિટરેટની સૂચિ એન્કોડર સેટિંગ માં આપેલી છે. તમારા વીડિયોનું ફૉર્મેટ યોગ્ય રીતે બદલાય અને તેની યોગ્ય ડિલિવરી થાય તેની ખાતરી કરવા ભૂલના મેસેજ અનુસાર સુધારા કરો.

  • અમારો સુઝાવ છે કે તમે 128Kbps ઑડિયો સ્ટ્રીમ બિટરેટ મૂલ્યનો ઉપયોગ કરો. ઑડિયો સ્ટ્રીમ માટેનો હાલનો બિટરેટ ભલામણ કરેલા બિટરેટ કરતાં વધુ છે.
  • અમારો સુઝાવ છે કે તમે 128Kbps ઑડિયો સ્ટ્રીમ બિટરેટ મૂલ્યનો ઉપયોગ કરો. ઑડિયો સ્ટ્રીમ માટેનો હાલનો બિટરેટ ભલામણ કરેલા બિટરેટ કરતાં ઓછો છે.
  • કૃપા કરીને સ્ટ્રીમમાં ઑડિયો માટેનો સેમ્પલ રેટ સુધારીને 44.1KHzનો કરો. હાલનો સેમ્પલ રેટ ખોટો છે.
  • અમારો સુઝાવ છે કે તમે X સ્ટ્રીમ બિટરેટ મૂલ્યનો ઉપયોગ કરો. સ્ટ્રીમ માટેનો હાલનો બિટરેટ ભલામણ કરેલા બિટરેટ કરતાં વધુ છે.
  • અમારો સુઝાવ છે કે તમે X સ્ટ્રીમ બિટરેટ મૂલ્યનો ઉપયોગ કરો. સ્ટ્રીમ માટેનો હાલનો બિટરેટ ભલામણ કરેલા બિટરેટ કરતાં ઓછો છે.

ઑડિયોના ખોટા સેટિંગ

તમારું એન્કોડર ઑડિયોના ખોટા સેટિંગ મોકલી રહ્યું છે. તમારા ઑડિયોની યોગ્ય ડિલિવરી થાય તેની ખાતરી કરવા ભૂલના મેસેજ અનુસાર સુધારા કરો.

  • કૃપા કરીને એક ઑડિયો સ્ટ્રીમ આપો. ઇન્જેશન સ્ટ્રીમમાં કોઈ ઑડિયો સ્ટ્રીમ નથી.
    • તમારું એન્કોડર કોઈ ઑડિયો મોકલી રહ્યું નથી. અમુક એન્કોડર પર ઑડિયો ચાલુ કરવા માટેનું ચેકબૉક્સ હોય છે. YouTubeની પાઇપલાઇન માટે દરેક વીડિયો પર ઑડિયો હોવો જરૂરી છે.
  • કૃપા કરીને ફક્ત એક ઑડિયો સ્ટ્રીમ આપો. ઇન્જેશન સ્ટ્રીમમાં એકથી વધુ ઑડિયો સ્ટ્રીમ છે.
    • એકથી વધુ ઑડિયો સ્ટ્રીમને કારણે ઇન્જેશનની સમસ્યાઓ થશે.
  • કૃપા કરીને ઑડિયો ચૅનલની સંખ્યા સુધારો. ઑડિયોમાં 2 કરતાં વધુ ચૅનલ છે. માત્ર 1 (મોનો) અથવા 2 (સ્ટીરિયો)ને સપોર્ટ છે.

વીડિયોના ખોટા સેટિંગ

તમારું એન્કોડર વીડિયોના ખોટા સેટિંગ મોકલી રહ્યું છે. તમારા વીડિયોની યોગ્ય ડિલિવરી થાય તેની ખાતરી કરવા ભૂલના મેસેજ અનુસાર સુધારા કરો.

  • કૃપા કરીને એક વીડિયો સ્ટ્રીમ આપો. ઇન્જેશન સ્ટ્રીમમાં કોઈ વીડિયો સ્ટ્રીમ નથી.
  • કૃપા કરીને ફક્ત એક વીડિયો સ્ટ્રીમ આપો. ઇન્જેશન સ્ટ્રીમમાં એકથી વધુ વીડિયો સ્ટ્રીમ છે.
  • હાલનો વીડિયો ઇન્ટરલેસ કરેલો છે, પરંતુ ઇન્ટરલેસ કરેલા વીડિયોને સપોર્ટ નથી.
    • તમારો વીડિયો પ્રોગ્રેસિવ હોવાની ખાતરી કરો. નહિતર તમને વીડિયો પર આર્ટિફેક્ટ દેખાશે જે ક્વૉલિટી પર ગંભીર અસર કરે છે.
  • હાલનો ફ્રેમ રેટ ખૂબ ઊંચો છે.  કૃપા કરીને ફ્રેમ રેટ બદલીને X fps અથવા તેનાથી ઓછો સેટ કરો. 
    • યાદ રાખો કે તમારો ફ્રેમ રેટ અને કીફ્રેમ ફ્રિકવન્સી લિંક થયેલા હોય છે. તમે તમારો ફ્રેમ રેટ બદલો તો તમારે તમારી કીફ્રેમ ફ્રિકવન્સી પણ બદલવી જરૂરી બનશે, જેથી કીફ્રેમ દર 2 સેકન્ડે ડિલિવર થાય.

ખોટી વીડિયો કીફ્રેમ ફ્રિકવન્સી

તમારું એન્કોડર કીફ્રેમને ખૂબ વધારે વાર મોકલે છે અથવા પૂરતી વાર મોકલતું નથી. કીફ્રેમ દર 2 સેકન્ડે મોકલાય તે રીતે ફેરફાર કરો. 30fps પર, એટલે કે દર 60 ફ્રેમ પર.

  • કૃપા કરી ચાર અથવા તેના કરતાં ઓછી સેકન્ડની કીફ્રેમ ફ્રિકવન્સીનો ઉપયોગ કરો. હાલમાં, કીફ્રેમ પૂરતી વારે મોકલવામાં આવી રહી નથી, જે બફરનું કારણ બની શકે છે. હાલની કીફ્રેમ ફ્રિકવન્સી X સેકન્ડ છે. નોંધો કે ઇન્જેશન ભૂલોને કારણે GOP (ગ્રૂપ ઑફ પિક્ચર)ના ખોટા કદ મળી શકે છે.
  • GOP (ગ્રૂપ ઑફ પિક્ચર)નું કદ નાનું છે, જે છબીની ક્વૉલિટી ઘટાડી શકે છે. ભલામણ કરેલી કીફ્રેમ ફ્રિકવન્સી ચાર સેકન્ડ છે. વર્તમાન કીફ્રેમ ફ્રિકવન્સી X સેકન્ડ છે. નોંધો કે ઇન્જેશન ભૂલોને કારણે GOPના ખોટા કદ મળી શકે છે.
    • અમુક એન્કોડરમાં તમે "GOP" બદલીને ખુલ્લું (વેરિએબલ) અથવા બંધ (ફિક્સ્ડ) રાખી શકો છો. ફૉર્મેટ બદલવાની પ્રક્રિયા ઑપ્ટિમલ રીતે થાય તે માટે YouTubeની પાઇપલાઇનમાં બંધ GOP હોવું જરૂરી છે.

વીડિયોનું ખોટું કદ (રિઝોલ્યુશન)

તમારો વીડિયો તમે ઇન્જેશન સેટિંગ પેજ પર પસંદ કરેલા રિઝોલ્યુશન જેટલી ઊંચાઈ અને પહોળાઈ જેટલો હોવો જરૂરી છે. દરેક રિઝોલ્યુશન માટેના સાચા કદની સૂચિ એન્કોડર સેટિંગમાં "ઊંચાઈ x પહોળાઈ" તરીકે આપેલી છે.

  • કૃપા કરીને વીડિયોનું રિઝોલ્યુશન તપાસો. વર્તમાન રિઝોલ્યુશન X છે, જે ઑપ્ટિમલ નથી.
  • તમારે વીડિયોનું રિઝોલ્યુશન બદલવું જરૂરી છે. વર્તમાન રિઝોલ્યુશન X છે, જેને આ કન્ફિગ્યુરેશન માટે સપોર્ટ અપાતો નથી. વીડિયોનું અપેક્ષિત રિઝોલ્યુશન X છે.

પ્રાથમિક અને બૅકઅપ સ્ટ્રીમમાં મેળ ન હોવો

ફેઇલઓવર યોગ્ય રીતે કામ કરે તે માટે પ્રાથમિક અને બૅકઅપ સ્ટ્રીમના એકદમ સમાન સેટિંગ હોવા જરૂરી છે. તમારા પ્રાથમિક અને બૅકઅપ સ્ટ્રીમમાં મેળ થાય તેની ખાતરી કરવા ભૂલના મેસેજ અનુસાર સુધારા કરો.

  • કૃપા કરીને સમાન રિઝોલ્યુશન રહે તે રીતે વીડિયોના પ્રાથમિક સ્ટ્રીમ અને બૅકઅપ સ્ટ્રીમને ગોઠવો. હાલના કન્ફિગ્યુરેશનમાં બંને સ્ટ્રીમના રિઝોલ્યુશન અલગ છે.
  • કૃપા કરીને સમાન વીડિયો કોડેક રહે તે રીતે વીડિયોના પ્રાથમિક સ્ટ્રીમ અને બૅકઅપ સ્ટ્રીમને ગોઠવો. હાલના કન્ફિગ્યુરેશનમાં બંને સ્ટ્રીમના વીડિયો કોડેક અલગ છે.
  • કૃપા કરીને સમાન ઇન્ટરલેસિંગ રહે તે રીતે વીડિયોના પ્રાથમિક સ્ટ્રીમ અને બૅકઅપ સ્ટ્રીમને ગોઠવો. હાલના કન્ફિગ્યુરેશનમાં બંને સ્ટ્રીમના ઇન્ટરલેસિંગ અલગ છે.
  • કૃપા કરીને સમાન પ્રોફાઇલ રહે તે રીતે વીડિયોના પ્રાથમિક સ્ટ્રીમ અને બૅકઅપ સ્ટ્રીમને ગોઠવો. હાલના કન્ફિગ્યુરેશનમાં બંને સ્ટ્રીમની પ્રોફાઇલ અલગ છે.
  • કૃપા કરીને સમાન બિટરેટ રહે તે રીતે વીડિયોના પ્રાથમિક સ્ટ્રીમ અને બૅકઅપ સ્ટ્રીમને ગોઠવો. હાલના કન્ફિગ્યુરેશનમાં બંને સ્ટ્રીમના બિટરેટ અલગ છે.
  • કૃપા કરીને સમાન ફ્રેમરેટ રહે તે રીતે વીડિયોના પ્રાથમિક સ્ટ્રીમ અને બૅકઅપ સ્ટ્રીમને ગોઠવો. હાલના કન્ફિગ્યુરેશનમાં બંને સ્ટ્રીમના ફ્રેમરેટ અલગ છે.
  • કૃપા કરીને સમાન કીફ્રેમ ફ્રિકવન્સી રહે તે રીતે વીડિયોના પ્રાથમિક સ્ટ્રીમ અને બૅકઅપ સ્ટ્રીમને ગોઠવો. હાલના કન્ફિગ્યુરેશનમાં બંને સ્ટ્રીમની કીફ્રેમ ફ્રિકવન્સી અલગ છે.
  • કૃપા કરીને સમાન ઑડિયો સેમ્પલ રેટ રહે તે રીતે વીડિયોના પ્રાથમિક સ્ટ્રીમ અને બૅકઅપ સ્ટ્રીમને ગોઠવો. હાલના કન્ફિગ્યુરેશનમાં બંને સ્ટ્રીમના ઑડિયો સેમ્પલ રેટ અલગ છે.
  • હાલના કન્ફિગ્યુરેશનમાં, વીડિયોના પ્રાથમિક અને બૅકઅપ સ્ટ્રીમ ભિન્ન ઑડિયો ચૅનલનો ઉપયોગ કરે છે. બંને સ્ટ્રીમમાં સમાન ઑડિયો ચૅનલ રહે તે રીતે તમારે તેમને ગોઠવવા જરૂરી છે.
  • કૃપા કરીને સમાન ઑડિયો કોડેક રહે તે રીતે વીડિયોના પ્રાથમિક સ્ટ્રીમ અને બૅકઅપ સ્ટ્રીમને ગોઠવો. હાલના કન્ફિગ્યુરેશનમાં બંને સ્ટ્રીમના ઑડિયો કોડેક અલગ છે.
  • પ્રાથમિક અને બૅકઅપ સ્ટ્રીમ બંનેને કૃપા કરીને યોગ્ય રીતે ગોઠવો. સ્ટ્રીમની તુલનામાં નિષ્ફ્ળતા મળી કારણ કે બંનેમાંથી કોઈ એક સ્ટ્રીમમાં અમાન્ય કન્ફિગ્યુરેશન છે.

શું આ સહાયરૂપ હતું?

અમે તેને કેવી રીતે બહેતર બનાવી શકીએ?
Search
શોધ સાફ કરો
શોધ બંધ કરો
મુખ્ય મેનૂ
2087023781731549636
true
સહાયતા કેન્દ્ર શોધો
true
true
true
true
true
59
false
false