YouTube પર તમારા પોતાના વીડિયોને ઉંમર-પ્રતિબંધિત કરો

જો તમારા કોઈપણ વીડિયો 18 વર્ષથી ઓછી ઉંમરના દર્શકો માટે યોગ્ય નથી, તો તમે ઉંમર પ્રતિબંધ ઉમેરી શકો છો. આ પ્રકારની ઉંમર પ્રતિબંધ સ્વયં-લાદવામાં આવે છે અને તે YouTube દ્વારા રિવ્યૂનું પરિણામ નથી.

જ્યારે કોઈ વીડિયો પર ઉંમર-પ્રતિબંધ હોય, ત્યારે તેને જોવા માટે દર્શકોએ સાઇન ઇન કરવું અને 18 વર્ષ કે તેથી વધુ ઉંમરના હોવું આવશ્યક છે. આ વીડિયો YouTubeના અમુક વિભાગોમાં બતાવવામાં આવતા નથી. ઉંમર-પ્રતિબંધિત વીડિયોમાં મર્યાદિત અથવા કોઈ જાહેરાતો ન પણ હોઈ શકે છે.

કન્ટેન્ટને ઉંમર-પ્રતિબંધિત કરવું કે કેમ નહીં તે નક્કી કરતી વખતે, તમારે કન્ટેન્ટ નીચે આપેલું બતાવે છે કે નહીં તે ધ્યાનમાં લેવું જોઈએ:

  • હિંસા
  • વિક્ષેપિત કરતી છબી
  • નગ્નતા
  • જાતીય રીતે સૂચક હોય એવું કન્ટેન્ટ
  • ખતરનાક પ્રવૃત્તિઓનું ચિત્રણ

ઉંમર-પ્રતિબંધિત કન્ટેન્ટ વિશે વધુ જાણો.

તમે સક્રિયપણે ઉંમર-પ્રતિબંધિત કરો છો તેવા વીડિયો હજુ પણ YouTubeના સમુદાયના દિશાનિર્દેશોને આધીન છે. જો YouTube નક્કી કરે છે કે વીડિયો ઉંમર-પ્રતિબંધિત હોવી જોઈએ, તો કાયમી ઉંમર પ્રતિબંધ લાગુ કરવામાં આવશે. જો તમે વીડિયોને ઉંમર-પ્રતિબંધિત કરો તો પણ આ પ્રતિબંધ લાગુ થાય છે.

જો વીડિયો જાહેરાત માટે બનાવવામાં આવ્યો છે, તો આ પ્રકારના ઉંમર પ્રતિબંધનો ઉપયોગ કરશો નહીં. તેના પરિણામરુપે આ જાહેરાતોને કાયમ માટે નામંજૂર કરવામાં આવશે.

વીડિયોને ઉંમર-પ્રતિબંધ કેવી રીતે કરવો

જ્યારે તમે વીડિયો અપલોડ કરો ત્યારે ઉંમર પ્રતિબંધ ઉમેરો

  1. YouTube ઍપ ખોલો.
  2. સૌથી નીચેની બાજુએ, બનાવો  અને પછી વીડિયો અપલોડ કરો પર ટૅપ કરો.
  3. તમે અપલોડ કરવા માગો છો તે ફાઇલ પસંદ કરો અને આગળ પર ટૅપ કરો.
  4. તમે વીડિયોની વિગતો ઉમેરો તે પછી, સૌથી ઉપર જમણી બાજુએ, આગળ પર ટૅપ કરો.
  5. ઉંમર પ્રતિબંધ (વિગતવાર)  અને પછી હા, મારા વીડિયોને 18 વર્ષથી વધુ ઉંમરના દર્શકો સુધી મર્યાદિત કરો પર ટૅપ કરો.
  6. અપલોડ પ્રક્રિયા પૂર્ણ કરવા માટે પગલાં ફૉલો કરો.

અપલોડ કરેલા વીડિયોમાં ઉંમર પ્રતિબંધ ઉમેરો

  1. YouTube ઍપ ખોલો.
  2. લાઇબ્રેરી  અને પછી તમારા વીડિયો પર ટૅપ કરો.
  3. તમે જે વીડિયોમાં ફેરફાર કરવા માગો છો તેની બાજુમાં, વધુ પર ટૅપ કરો.
  4. ફેરફાર કરો  અને પછી ઑડિયન્સ પસંદ કરો  અને પછી ઉંમર પ્રતિબંધ (વિગતવાર) પર ટૅપ કરો. 
  5. હા, મારા વીડિયોને 18 વર્ષથી વધુ ઉંમરના દર્શકો સુધી મર્યાદિત કરો પસંદ કરો.
  6. ફેરફારો સાચવવા માટે, પાછળ  અને પછી સાચવો પર ટૅપ કરો.

લાઇવ સ્ટ્રીમમાં ઉંમર પ્રતિબંધ ઉમેરો

  1. YouTube ઍપ ખોલો.
  2. સૌથી નીચેની બાજુએ, બનાવો  અને પછી લાઇવ થાઓ પર ટૅપ કરો.
  3. તમારી લાઇવ સ્ટ્રીમની વિગતો અને ઑડિયન્સ સેટિંગ દાખલ કરો. 
  4. ઉંમર પ્રતિબંધ (વિગતવાર)  અને પછી હા, મારા વીડિયોને 18 વર્ષથી વધુ ઉંમરના દર્શકો સુધી મર્યાદિત કરો પર ટૅપ કરો.
  5. લાઇવ સ્ટ્રીમની પ્રક્રિયા પૂર્ણ કરવા માટેના પગલાં ફૉલો કરો.

કયા વીડિયો ઉંમર-પ્રતિબંધિત છે તે ચેક કરો

તમારા કયા વીડિયો ઉંમર-પ્રતિબંધિત છે તે ચેક કરવા માટે કમ્પ્યુટરનો ઉપયોગ કરો.

શું આ સહાયરૂપ હતું?

અમે તેને કેવી રીતે બહેતર બનાવી શકીએ?
Search
શોધ સાફ કરો
શોધ બંધ કરો
મુખ્ય મેનૂ
7819049033104999378
true
સહાયતા કેન્દ્ર શોધો
true
true
true
true
true
59
false
false