વીડિયોમાંથી દાવો કરાયેલું કન્ટેન્ટ કાઢી નાખો

જો તમારા વીડિયો પર Content IDનો દાવો હોય તો વીડિયો ક્યાં જોઈ શકાય છે અથવા તેના પર ક્યાં કમાણી થઈ શકે છે તેના પર પ્રતિબંધો હોઈ શકે છે. દાવો અને સંકળાયેલા પ્રતિબંધોને કાઢી નાખવા માટે, તમે નવો વીડિયો અપલોડ કર્યા વિના દાવો કરેલા કન્ટેન્ટમાં ફેરફાર કરી શકો છો.

જો તે સફળતાપૂર્વક થઈ જાય તો આમાંથી કોઈપણ વિકલ્પ Content IDનો દાવો ઑટોમૅટિક રીતે સાફ કરી નાખશે:

  • સેગ્મેન્ટને ટ્રિમ કરો: તમે તમારા વીડિયોનાં જે સેગ્મેન્ટ પર દાવો કરાયો છે તેમાં જ ફેરફાર કરી શકો છો.
  • ગીત બદલો: જો તમારા વીડિયોમાં ઑડિયો પર દાવો કરાયો હોય તો તમે દાવો કરાયેલા ઑડિયો ટ્રૅકને YouTube ઑડિયો લાઇબ્રેરીના અન્ય ઑડિયો સાથે બદલી શકો છો.
  • ગીત મ્યૂટ કરો: જો તમારા વીડિયોના ઑડિયો પર દાવો કરાયો હોય તો જેના પર દાવો કરાયો છે તે ઑડિયોને તમે મ્યૂટ કરી શકો છો. તમે માત્ર ગીત અથવા તમામ વીડિયોના ઑડિયોને મ્યૂટ કરવાનું પસંદ કરી શકો છો.

YouTube Studioમાં દાવો કરેલા કન્ટેન્ટને ટ્રિમ કરવા, બદલવા અથવા મ્યૂટ કરવા માટે

વીડિયોમાંથી દાવો કરેલા કન્ટેન્ટને કાઢી નાખવા માટે:

  1. YouTube Studioમાં સાઇન ઇન કરો.
  2. ડાબી બાજૂના મેનૂમાંથી, કન્ટેન્ટ પસંદ કરો.
  3. ફિલ્ટર બાર અને પછી કૉપિરાઇટ પર ક્લિક કરો.
  4. તમને જેમાં રુચિ હોય તે વીડિયો શોધો.
  5. પ્રતિબંધો કૉલમમાં, માઉસને કૉપિરાઇટ પર લઈ જાઓ.
  6. વિગતો જુઓ પર ક્લિક કરો.
  7. આ વીડિયોમાં ઓળખાયેલું કન્ટેન્ટ વિભાગ હેઠળ, સંબંધિત દાવો શોધો અને ક્રિયાઓ પસંદ કરો અને પછી સેગ્મેન્ટ ટ્રિમ કરો, ગીત બદલો અથવા ગીત મ્યૂટ કરો પર ક્લિક કરો.

 સેગ્મેન્ટ ટ્રિમ કરો

આ વિકલ્પ તમને તમારા વીડિયોના એ સેગ્મેન્ટમાં ફેરફાર કરવા દે છે જેને Content IDનો દાવો પ્રાપ્ત થયો હોય.
  1. (વૈકલ્પિક) તમે જે વિભાગ કાઢી નાખી રહ્યાં છો તેના શરૂ થવાના સમય અને સમાપ્તિ સમયમાં ફેરફાર કરો.
    • ધ્યાનમાં રાખો કે જો અમુક દાવો કરેલું કન્ટેન્ટ તમારા વીડિયોમાં બાકી રહે છે, તો દાવો કાઢી નાખવામાં આવશે નહીં.
  2. ચાલુ રાખો અને પછી ટ્રિમ કરો પર ક્લિક કરો.
એકવાર દાવો કરાયેલું તમામ કન્ટેન્ટ ટ્રિમ કરી દેવામાં આવે તે પછી, તમારા વીડિયોમાંથી Content IDનો દાવો કાઢી નાખવામાં આવશે.

 ગીત બદલો (ફક્ત ઑડિયોના દાવા)

આ વિકલ્પને લીધે તમે દાવો કરાયેલા ઑડિયો ટ્રૅકને YouTube ઑડિયો લાઇબ્રેરીના અન્ય ઑડિયો સાથે બદલી શકો છો.
  1.  નવો ઑડિયો ટ્રૅક શોધવા માટે શોધ ફિલ્ટર નો ઉપયોગ કરો. ટ્રૅક પ્રીવ્યૂ કરવા માટે પ્લે પર ક્લિક કરો.
  2. જ્યારે તમને ગમતું ગીત મળે, ત્યારે ઉમેરો પર ક્લિક કરો. વાદળી બૉક્સમાં એડિટરમાં ગીત દેખાશે.
    • ગીત ક્યારે શરૂ થવું જોઈએ તે બદલવા માટે, ક્લિક કરીને બૉક્સને ખેંચો. ધ્યાનમાં રાખો કે જો અમુક દાવો કરાયેલો ઑડિયો તમારા વીડિયોમાં બાકી રહી જાય તો દાવો કાઢી નાખવામાં આવશે નહીં.
    • ચાલી રહેલા ગીતની સંખ્યાને બદલવા માટે બૉક્સની કિનારીઓને ખેંચો.
    • વધુ ચોક્કસ ફેરફાર કરવા માટે નાનું-મોટું કરો વિકલ્પો Zoom inનો ઉપયોગ કરો.
  3. (વૈકલ્પિક) વધુ ટ્રૅક ઉમેરો.
  4. સાચવો અને પછી બદલો પર ક્લિક કરો.

એકવાર દાવો કરાયેલા તમામ ઑડિયો સંપૂર્ણ રીતે બદલી નાખવામાં આવે તે પછી, તમારા વીડિયોમાંથી Content IDનો દાવો કાઢી નાખવામાં આવશે.

 ગીત મ્યૂટ કરો (ફક્ત ઑડિયોના દાવા)

આ વિકલ્પ તમને તમારા વીડિયોમાં દાવો કરાયેલા ઑડિયોને મ્યૂટ કરવા દે છે. તમે માત્ર ગીત અથવા તમામ વીડિયોના ઑડિયોને મ્યૂટ કરવાનું પસંદ કરી શકો છો.
  1. તમે કેવી રીતે મ્યૂટ કરવા માગો છો તે પસંદ કરો:
    • જ્યારે ગીત વાગે ત્યારે બધા સાઉન્ડને મ્યૂટ કરો
      • દાવો કરેલા ઑડિયો સાથેના વીડિયોના ભાગ દરમિયાન તમામ ઑડિયોને મ્યૂટ કરે છે.
      • આ વિકલ્પ સામાન્ય રીતે વધુ ઝડપી છે અને તે ઑટોમૅટિક રીતે દાવો દૂર કરે તેની શક્યતા વધારે છે.
    • ફક્ત ગીતને મ્યૂટ કરો (બીટા)
      • માત્ર દાવો કરાયેલા ગીતને મ્યૂટ કરો. સંવાદ અથવા સાઉન્ડ ઇફેક્ટ જેવા અન્ય ઑડિયોને મ્યૂટ કરવામાં આવશે નહીં.
      • આ ફેરફારમાં સામાન્ય રીતે વધારે સમય લાગે છે અને જો ગીતને કાઢી નાખવાનું બહુ મુશ્કેલ હશે, તો કદાચ આ કામ નહીં કરે.
  2. (વૈકલ્પિક) મ્યૂટ કરેલા ઑડિયોના શરૂ થવાના સમય અને સમાપ્તિ સમયમાં ફેરફાર કરો.
    • ધ્યાનમાં રાખો કે જો અમુક દાવો કરેલો ઑડિયો તમારા વીડિયોમાં બાકી રહે છે, તો દાવો કાઢી નાખવામાં આવશે નહીં.
  3. વીડિયો પ્લેયરમાં ફેરફારોનો પ્રીવ્યૂ કરો.
  4. ચાલુ રાખો અને પછી મ્યૂટ કરો પર ક્લિક કરો. ફેરફારોની પ્રક્રિયા શરૂ થશે.

જો તમામ દાવો કરેલા ઑડિયો મ્યૂટ કરી શકાય છે, તો Content IDનો દાવો તમારા વીડિયોમાંથી કાઢી નાખવામાં આવશે.

ધ્યાનમાં રાખો કે:
  • એકવાર તમે ફેરફાર કરી લો તે પછી, પ્રક્રિયાનો સમય બદલાઈ શકે છે.
  • જ્યારે વીડિયોની પ્રક્રિયા થઈ રહી હોય ત્યારે તમે અન્ય ફેરફારો કરી શકતા નથી, પરંતુ તમે વિન્ડો બંધ કરી શકો છો. જ્યાં સુધી પ્રક્રિયા પૂર્ણ ન થાય ત્યાં સુધી વીડિયો તેની વર્તમાન સ્થિતિ (ફેરફાર પહેલાંની)માં રહેશે.
  • જો તમારો વીડિયો 6 કલાક કરતાં વધુ લાંબો હોય તો તમે ફેરફારોને સાચવી શકશો નહીં.
  • જો તમારી ચૅનલ YouTube પાર્ટનર પ્રોગ્રામ (YPP)માં ન હોય અને જો તમારો વીડિયો 100,000 થી વધુ વ્યૂ ધરાવતો હોય તો તમે ફેરફારોને સાચવી શકશો નહીં.
ટિપ: જ્યારે પ્રક્રિયા પૂર્ણ થઈ જાય, ત્યારે કરવામાં આવેલા ફેરફારો થઈ ગયા છે અને દાવો નીકળી ગયો છે તેને કન્ફર્મ કરવા માટે પેજને ફરીથી લોડ કરો.

YouTube Studio ઍપ પર દાવો કરાયેલા કન્ટેન્ટને મ્યૂટ કરવા માટે

વીડિયોમાં દાવો કરાયેલા કન્ટેન્ટને મ્યૂટ કરવા માટે:

  1. YouTube Studio ઍપમાં સાઇન ઇન કરો.
  2. કન્ટેન્ટ પર ટૅપ કરો .
  3. કૉપિરાઇટ સંબંધિત પ્રતિબંધો સાથેનો વીડિયો પસંદ કરો અને પ્રતિબંધ પર ટેપ કરો.
  4. નીચેની પૅનલમાં, સમસ્યાઓનો રિવ્યૂ કરો પર ટૅપ કરો.
  5. સંબંધિત દાવા પર ટૅપ કરો.
  6. સેગ્મેન્ટ મ્યૂટ કરો પર ટૅપ કરો.

છેલ્લા ફેરફારો રદ કરો

તમે તમારા વીડિયોમાં કરેલા ફેરફારોને રદ કરવા અને મૂળ વીડિયો પર પાછા જવા માટે:

  1. YouTube Studioમાં સાઇન ઇન કરો.
  2. ડાબી બાજૂના મેનૂમાંથી, કન્ટેન્ટ પસંદ કરો.
  3. તમે ફેરફાર કરવા ઈચ્છો છો તે વીડિયોના થંબનેલ પર ક્લિક કરો.
  4. ડાબી બાજુના મેનૂમાંથી, એડિટર પર ક્લિક કરો.
  5. તમે તમારા વીડિયોમાં કરેલા કોઈપણ ફેરફારોને કાઢી નાખવા માટે વિકલ્પો વધુઅને પછી મૂળ વીડિયો પર પાછા જાવ  પસંદ કરો.

શું આ સહાયરૂપ હતું?

અમે તેને કેવી રીતે બહેતર બનાવી શકીએ?
Search
શોધ સાફ કરો
શોધ બંધ કરો
મુખ્ય મેનૂ
2099026020527954562
true
સહાયતા કેન્દ્ર શોધો
true
true
true
true
true
59
false
false