કૉપિરાઇટ સ્ટ્રાઇક વિશેની મૂળભૂત બાબતો

આ કન્ટેન્ટ કૉપિરાઇટ સ્ટ્રાઇક વિશે છે. જો તમે સમુદાયના દિશાનિર્દેશોની સ્ટ્રાઇક વિશેની એવી માહિતી શોધી રહ્યાં હો, જે કૉપિરાઇટ સ્ટ્રાઇકથી અલગ હોય, તો અમારા સમુદાયના દિશાનિર્દેશોની સ્ટ્રાઇક વિશેની મૂળભૂત બાબતો પર જાઓ.

જો તમને કૉપિરાઇટ સ્ટ્રાઇક મળે, તો તેનો અર્થ એ છે કે કૉપિરાઇટના માલિકે તેમના કૉપિરાઇટ દ્વારા સુરક્ષિત કરેલા કન્ટેન્ટનો ઉપયોગ કરવા બદલ કાનૂની રીતે કૉપિરાઇટ કાઢી નાખવાની વિનંતી સબમિટ કરી છે. જ્યારે અમને કૉપિરાઇટ કાઢી નાખવાની વિનંતી સબમિટ કરવામાં આવે છે, ત્યારે અમે તેનો રિવ્યૂ કરીએ છીએ. જો કાઢી નાખવાની વિનંતી માન્ય હોય, તો કૉપિરાઇટના કાયદાનું પાલન કરવા માટે અમારે YouTube પરથી તમારો વીડિયો કાઢી નાખવો પડશે.

વીડિયોને એકવારમાં ફક્ત એક જ કૉપિરાઇટ સ્ટ્રાઇક મળી શકે. ધ્યાનમાં રાખો કે વીડિયોને કૉપિરાઇટ સિવાયના કારણોને લીધે સાઇટ પરથી કાઢી નાખવામાં આવી શકે. તેમજ, Content IDના દાવાને કારણે સ્ટ્રાઇક મળતી નથી.

આ સુવિધાઓ ફક્ત YouTube Studioના કન્ટેન્ટ મેનેજરનો ઉપયોગ કરતા પાર્ટનર માટે ઉપલબ્ધ છે.

તમને કૉપિરાઇટ સ્ટ્રાઇક મળે તો શું થાય

આપણે સૌ ભૂલો કરીએ છીએ. તમને પહેલી વખત કૉપિરાઇટ સ્ટ્રાઇક મળે, ત્યારે તમારે કૉપિરાઇટ સ્કૂલ પાસ કરવી જરૂરી રહેશે. કૉપિરાઇટ સ્કૂલ નિર્માતાઓને કૉપિરાઇટના નિયમો અને તે YouTube પર કેવી રીતે લાગુ થાય છે તે સમજવામાં સહાય કરે છે. કૉપિરાઇટ સ્કૂલમાં એકથી વધુ પસંદગીવાળા ચાર ટૂંકા પ્રશ્નોનો સમાવેશ હોય છે. અમારી કૉપિરાઇટ પૉલિસીઓ વિશે વધુ માહિતી માટે આ વીડિયો જુઓ.

ટિપ: અમારી કૉપિરાઇટ પૉલિસીઓ વિશે વધુ માહિતી માટે આ વીડિયો જુઓ.

જો તમારા સક્રિય લાઇવ સ્ટ્રીમને કૉપિરાઇટને કારણે કાઢી નાખવામાં આવ્યું હોય, તો લાઇવ સ્ટ્રીમિંગ માટેનો તમારો ઍક્સેસ 7 દિવસ માટે પ્રતિબંધિત કરવામાં આવશે.

જો તમને 3 કૉપિરાઇટ સ્ટ્રાઇક મળે, તો:

  • તમારું એકાઉન્ટ તેમજ તેની સાથે સંકળાયેલી કોઈપણ ચૅનલ સમાપ્તિને આધીન છે.
  • તમારા એકાઉન્ટ પર અપલોડ કરાયેલા બધા વીડિયો કાઢી નાખવામાં આવશે.
  • તમે નવી ચૅનલ બનાવી શકશો નહીં.
સૌજન્ય અવધિ
જો તમારી ચૅનલ YouTube પાર્ટનર પ્રોગ્રામનો ભાગ હોય, તો તમે 7 દિવસની સૌજન્ય અવધિ માટે યોગ્યતા ધરાવો છો. 3 કૉપિરાઇટ સ્ટ્રાઇક પછી, તમારી ચૅનલને બંધ કરવામાં આવે તે પહેલાં પગલાં લેવા માટે તમને વધુ 7 દિવસ મળશે. આ અવધિ દરમિયાન, તમારી કૉપિરાઇટ સ્ટ્રાઇક સમાપ્ત થશે નહીં અને તમે નવા વીડિયો અપલોડ કરી શકશો નહીં. તમારી ચૅનલ લાઇવ રહેશે અને તમે તમારી સ્ટ્રાઇકનું નિરાકરણ શોધવા માટે તેને ઍક્સેસ કરી શકશો.

જો તમે પ્રતિવાદ સબમિટ કરો અને જેનાથી તમને મળેલી સ્ટ્રાઇકનો આંકડો 3થી ઓછો થાય, તો પ્રતિવાદનું નિરાકરણ બાકી હોય ત્યાં સુધી તમારી ચૅનલને બંધ કરવામાં આવશે નહીં. જો આ પ્રતિવાદ કૉપિરાઇટના દાવેદારને ફૉરવર્ડ કરવામાં આવશે, તો તમારી અપલોડ કરવાની ક્ષમતા રિસ્ટોર કરવામાં આવશે. જો તમારા પ્રતિવાદનું નિરાકરણ તમારી તરફેણમાં આવે અથવા કાઢી નાખવાની વિનંતી પાછી ખેંચી લેવામાં આવે, તો તમારી ચૅનલ પર અસર પડશે નહીં.
તમારી સ્ટ્રાઇક વિશેની માહિતી મેળવવાની રીત
  1. YouTube Studioમાં સાઇન ઇન કરો.
  2. ડાબી બાજુના મેનૂમાંથી, કન્ટેન્ટ  પર ક્લિક કરો.
  3. ફિલ્ટર બાર અને પછી કૉપિરાઇટ પર ક્લિક કરો.
  4. પ્રતિબંધો કૉલમમાં, માઉસને કૉપિરાઇટ પર લઈ જાઓ.
  5. વિગતો જુઓ પર ક્લિક કરો.
કૉપિરાઇટ સ્ટ્રાઇકનું નિરાકરણ કરો

કૉપિરાઇટ સ્ટ્રાઇકનું નિરાકરણ કરવાની ત્રણ રીત છે:

  1. તે સમાપ્ત થાય ત્યાં સુધી રાહ જુઓ: કૉપિરાઇટ સ્ટ્રાઇક 90 દિવસ પછી સમાપ્ત થાય છે. જો આ તમારી પહેલી સ્ટ્રાઇક હોય, તો તમારે કૉપિરાઇટ સ્કૂલ પૂર્ણ કરવી જરૂરી રહેશે.
  2. દાવો પાછો ખેંચવા કહેવું: તમે તમારા વીડિયો પર દાવો કરનાર વ્યક્તિનો સંપર્ક કરી શકો છો અને તેમને કૉપિરાઇટના ઉલ્લંઘનનો તેમનો દાવો પાછો ખેંચવાનું કહી શકો છો.
  3. પ્રતિવાદ સબમિટ કરો: જો તમને લાગે કે તમારો વીડિયો ભૂલથી કાઢી નાખવામાં આવ્યો હતો અથવા તે ઉચિત ઉપયોગ માટેની યોગ્યતા ધરાવે છે, તો તમે પ્રતિવાદ સબમિટ કરી શકો છો.
ફિશિંગના પ્રયાસોથી તમારા એકાઉન્ટની સુરક્ષા કરો. અમે YouTube કૉપિરાઇટ સ્ટ્રાઇક સંબંધિત નોટિફિકેશન માત્ર no-reply@youtube.com પરથી મોકલીએ છીએ. તમારા એકાઉન્ટને સુરક્ષિત રાખવાની અને ઑનલાઇન સુરક્ષિત રહેવાની રીત વિશે વધુ જાણો.

વધુ જાણવા માટે, આ જુઓ

કૉપિરાઇટ સ્ટ્રાઇક વિશેની મૂળભૂત બાબતો વિશે જાણવા માટે YouTube નિર્માતાની ચૅનલનો નીચે આપેલો વીડિયો જુઓ.

Copyright in YouTube Studio: Addressing Copyright Claims with New Tools, Filters and More

શું આ સહાયરૂપ હતું?

અમે તેને કેવી રીતે બહેતર બનાવી શકીએ?
Search
શોધ સાફ કરો
શોધ બંધ કરો
મુખ્ય મેનૂ
1315925346407637304
true
સહાયતા કેન્દ્ર શોધો
true
true
true
true
true
59
false
false