કૉપિરાઇટને લીધે કાઢી નાખવાની વિનંતી સબમિટ કરવી

જો તમારા કૉપિરાઇટ દ્વારા સુરક્ષિત કાર્યને તમારા અધિકરણ વિના YouTube પર પોસ્ટ કરવામાં આવ્યું હોય, તો તમે તે કન્ટેન્ટને કાઢી નાખવા માટે કૉપિરાઇટને લીધે કાઢી નાખવાની વિનંતી સબમિટ કરી શકો છો. કૉપિરાઇટને લીધે કાઢી નાખવાની વિનંતી સબમિટ કરવી એ કાનૂની પ્રક્રિયા છે.

કૉપિરાઇટને લીધે કાઢી નાખવાની વિનંતી તૈયાર કરવી

તમે કૉપિરાઇટને લીધે કાઢી નાખવાની વિનંતી સબમિટ કરો તે પહેલાં તમારે નીચેની બાબતો ધ્યાનમાં લેવી જરૂરી છે:

  1. કૉપિરાઇટના અપવાદો: ઉચિત ઉપયોગ, ઉચિત વ્યવહાર અથવા તેને સમાન કૉપિરાઇટનો અપવાદ લાગુ થાય છે કે કેમ તે વિચારો. અમે તમને આ વિચારણા કરી છે કે નહીં તે કન્ફર્મ કરવાનું કહીએ તેમ બની શકે. તમે પર્યાપ્ત રીતે જવાબ ન આપો અથવા કૉપિરાઇટનો અપવાદ લાગુ થતો હોય તો તમારી કાઢી નાખવાની વિનંતીમાં ઓળખાયેલું કન્ટેન્ટ કાઢી નખાશે નહીં.
  2. વ્યક્તિગત માહિતી: તમે કૉપિરાઇટને લીધે કાઢી નાખવાની વિનંતી સબમિટ કરો એટલે તમારી સંપર્ક માહિતીનો ઉપયોગ કેવી રીતે થશે તે તમે સમજતા હોવાની ખાતરી કરો.
  • યાદ રાખો કે, કૉપિરાઇટના માલિક અથવા માલિક વતી પગલું લેવા અધિકૃત કરાયેલા એજન્ટ દ્વારા કાઢી નાખવાની વિનંતી સબમિટ થવી જોઈએ.

કાઢી નાખવાની વિનંતીઓ શેડ્યૂલ કરવી: તમારી કાઢી નાખવાની વિનંતીનું શેડ્યૂલ એ રીતે બનાવવાનું વિચારો જેથી તે 7 દિવસમાં અસરમાં આવે. આ અપલોડકર્તાને તેમની ચૅનલ પર કૉપિરાઇટ સ્ટ્રાઇક મળતી ટાળવા કન્ટેન્ટ ડિલીટ કરવા માટે 7 દિવસ આપે છે.

કૉપિરાઇટને લીધે કાઢી નાખવાની વિનંતી સબમિટ કરવી

કમ્પ્યૂટર પર અમારું વેબફોર્મ ભરવું એ કૉપિરાઇટને લીધે કાઢી નાખવાની વિનંતી સબમિટ કરવાની સૌથી ઝડપી અને સરળ રીત છે. અમે ઇમેઇલ, ફૅક્સ અને મેઇલ દ્વારા પણ કૉપિરાઇટને લીધે કાઢી નાખવાની વિનંતીઓ સ્વીકારી શકીએ છીએ.

ખોટા દાવા ન કરો. કાઢી નાખવાની વિનંતીના વેબફોર્મનો દુરુપયોગ કરવો, જેમ કે ખોટી માહિતી સબમિટ કરવાથી, તમારું એકાઉન્ટ સસ્પેન્ડ થઈ શકે છે અથવા અન્ય કાનૂની પરિણામો આવી શકે છે.

વેબફોર્મ પર જવા માટે આ બટન પર ક્લિક કરો:

કૉપિરાઇટને લીધે કાઢી નાખવાની વિનંતી સબમિટ કરો

તમે YouTube Studioમાંથી પણ સીધાં વેબફોર્મ પર જઈ શકો છો:

  1. YouTube Studioમાં સાઇન ઇન કરો.
  2. ડાબી બાજુના મેનૂમાંથી, કૉપિરાઇટ  પસંદ કરો.
  3. કાઢી નાખવાની નવી વિનંતી પર ક્લિક કરો.

 

વીડિયો સિવાયના કન્ટેન્ટ: અમારા વેબફોર્મનો ઉપયોગ ચૅનલના બૅનરની છબીઓ જેવા વીડિયો સિવાયના કન્ટેન્ટ માટેની કાઢી નાખવાની વિનંતી સબમિટ કરવા માટે ન થઈ શકે. વીડિયો સિવાયના કન્ટેન્ટ માટે કાઢી નાખવાની વિનંતી સબમિટ કરવાની રીત જાણો.

ફરીથી અપલોડ થતું અટકાવવું

વેબફોર્મ પર, તમે જે વીડિયો વિશે જાણ કરી રહ્યાં છો તેની કૉપિ YouTube પર ફરીથી અપલોડ થતી અટકાવવાનો વિકલ્પ પસંદ કરી શકો છો. તમે આ વિકલ્પ પસંદ કરો, તો જે વીડિયો ફરીથી અપલોડ થતા અટકાવાયા હોય તેના અપલોડકર્તા સાથે તમારું ઇમેઇલ ઍડ્રેસ અને કૉપિરાઇટના માલિકનું નામ શેર કરાય તેમ બની શકે છે. કાઢી નખાયેલા વીડિયો ફરીથી અપલોડ થતા અટકાવવા વિશે વધુ જાણો.

તમારી કાઢી નાખવાની વિનંતીઓને મેનેજ કરવી

તમે YouTube પર અગાઉ સબમિટ કરેલી કૉપિરાઇટને લીધે કાઢી નાખવાની વિનંતી જોવા માટે:

  1. YouTube Studioમાં સાઇન ઇન કરો.
  2. ડાબી બાજુના મેનૂમાંથી, કૉપિરાઇટ  પર ક્લિક કરો.
  3. કાઢી નાખવાની વિનંતીઓ પર ક્લિક કરો.

જો તમે ઘણા કૉપિરાઇટ-સંરક્ષિત કાર્યોને મેનેજ કરો છો અને વારંવાર કાઢી નાખવાની વિનંતીઓ સબમિટ કરવાની જરૂર હોય, તો તમે વધુ અદ્યતન કૉપિરાઇટ મેનેજમેન્ટ ટૂલ માટે યોગ્ય બની શકો છો. YouTubeના કૉપિરાઇટ મેનેજમેન્ટ ટૂલ વિશે વધુ જાણો.

તમે કાઢી નાખવાની વિનંતી સબમિટ કરો તે પછી શું થાય છે તે સહિત, કાઢી નાખવાની વિનંતીઓ વિશે વધુ જાણવા, કૉપિરાઇટને લીધે કાઢી નાખવાની વિનંતીની પ્રક્રિયાના અમારા ઓવરવ્યૂ પર જાઓ.

શું આ સહાયરૂપ હતું?

અમે તેને કેવી રીતે બહેતર બનાવી શકીએ?
Search
શોધ સાફ કરો
શોધ બંધ કરો
મુખ્ય મેનૂ
17993033082060574088
true
સહાયતા કેન્દ્ર શોધો
true
true
true
true
true
59
false
false